પ્રેમ એટલે શું? પ્રેમમાં વ્યક્તિને શું મળવું જોઈએ? આવા તો એક નહીં પણ અનેક પ્રશ્નો પ્રેમમાં હોય છે પણ આજના લેખમાં દિલની સાચી દાસ્તાન વાંચીને કઠણ કાળજું પણ પીગળી જશે. જી હા, શું તમે કોઈ એવી વ્યક્તિને પ્રેમ કરી શકો જેને HIV હોય? તમને આ વાતની જાણ હોવા છતાં તમે એ વ્યક્તિને અપનાવવા માટે તૈયાર થશો?
આજની કહાનીમાં કંઈક એવું જ ટ્વીસ્ટ છે : રોનક(અહીં અસલ નામને બદલવામાં આવ્યાં છે) માધુરી નામની છોકરીને તેનું દિલ આપી દે છે, બંને વચ્ચે પ્રણયના તાર જોડાય છે. રોનક જાણતો હતો કે માધુરી HIV પોઝીટીવ છે છતાં પણ તેની સાથે પ્રેમ કર્યો અને જીવનની ખુશી આપવા માટે તેની સાથે લગ્ન પણ કર્યા.
માધુરીના જીવનમાં એકવાર પહાડ પણ તૂટ્યો હતો; તેના લગ્ન થઇ ગયા હતા અને HIV પોઝીટીવને કારણે તેના પતિએ તેને છૂટાછેડા આપી દીધા. હવે માધુરી એક નીરસ અને કોઇપણ આશ વગરની જિંદગી જીવતી હતી. ત્યારે તેનો સહારો બન્યો – ‘રોનક…’
રોનક, માધુરીની આખી ‘લાઈફ સ્ટોરી’ જાણતો હોવા છતાં તેને જિંદગીની નવી ખુશી આપવા માટે તેનો પ્રેમી બન્યો અને પ્રેમીથી વિશેષ એક સારો મિત્ર બન્યો. પણ આ કહાનીની શરૂઆત કઈ રીતે થઈ અને અંતે બંનેનું શું થયું?
રોનક માધુરીની જિંદગીમાં આવ્યો ત્યારથી માધુરીની જિંદગી ફરીથી તરોતાજા થવા લાગી, નવી ખુશી અને નવા સપનાઓના ફરીથી ફાગ ખીલ્યાં.
૨૦૦૯ ની સાલમાં રોનક એઇડ્સની સામે લડત આપતી એક સંસ્થામાં જોડાયેલો હતો, ત્યારે સુનીલ પણ એઇડ્સની જાગૃતિ માટેના કાર્યક્રમ આયોજીત કરતો હતો અને અનેક રેલી પણ કરી ચુક્યો હતો. ત્યારે એક એવી ઘટના બની જેમાં તેનો સંપર્ક માધુરી સાથે થયો.
એક દિવસ સુનીલ તેની બહેનના ઘરે પાર્ટીમાં ગયો હતો. અને ત્યાં જ તેની જિંદગીમાં એક નવી વ્યક્તિનું આગમન થયું. એ જ સમયે વાતોવાતોમાં રોનકને ખબર પડી કે માધુરીના તલાક થઇ ચુક્યા છે અને તે HIV પોઝીટીવ છે. આ સાંભળી લોકો દૂર થઇ જાય, પણ રોનકે માધુરીની વધુ નજીક આવી ગયો અને માધુરી સાથે મળવાનું અને સમય પસાર કરવાનું શરૂ કરી દીધું. પહેલા તો માધુરી રોનકને ઇગ્નોર કરતી હતી. આવું ઓછામાં ઓછું એક વર્ષ સુધી ચાલતું રહ્યું.
એક વર્ષ દરમિયાન રોનકે માધુરીને ક્યારેક એ જાણ ન થવા દીધી કે એ બધું જ જાણે છે. અને એક એવો સમય આવ્યો જયારે રોનકે માધુરીને લગ્ન માટે પ્રપોઝ કરી દીધું. માધુરીએ આ પ્રપોઝલ સાંભળ્યું કે, તરત જ તેનો ‘ઇનકાર’ પણ કરી દીધો હતો.
એમ થોડો સમય વીત્યા પછી રોનક તેની બહેનને લઈને માધુરી પાસે ગયો અને લગ્ન માટે ખુલીને બધી વાતચીત કરી. રોનકે ખુદ માધુરીનું કાઉન્સેલિંગ કર્યું અને સાચું સમજાવ્યું કે HIVનો મતલબ એ નથી કે જિંદગી ખતમ થઇ ગઈ. પણ આપણે બંને મળીને એક જિંદગીની નવી શરૂઆત કરી શકીએ છીએ.
આ વાતને સ્વીકારવા પહેલા માધુરી તૈયાર ન હતી પણ પછી એ માની ગઈ. એમ, વર્ષ ૨૦૧૧ ની ૨૩ મે ના રોજ બંનેએ લગ્ન કરી લીધા. હવે એ બાળક પણ ગોદ લેવા માટે તૈયાર છે અને બંને એકબીજા સાથે, એકબીજાને સમજીને રહે છે; બંને સાથે જિંદગીમાં મૂલ્યવાન દિવસો પસાર કરે છે.
આ આખી કહાનીમાં એક પાર્ટ એ પણ છે કે રોનકના ઘરના સભ્યોને તેના લગ્ન વિશે જાણ નથી અને અને માધુરી HIV પોઝીટીવ છે એ પણ ખબર નથી. રોનકને ભરોષો છે કે, તેના ઘરના સભ્યો બહુ સારા છે એટલે આ લગ્ન વિશે માની જશે. રોનક થોડા સમયમાં માધુરીના ઘરવાળાને પણ લગ્ન વિશેની જાણકારી આપી દેશે.
છે ને રસપ્રદ કહાની…. પ્રેમ સાચો હોય તો તેની સામે કોઇપણ તકલીફ નાની થઇ જાય છે, પણ હા ‘પ્રેમ’ માત્ર શરીરથી નહીં દિલથી દિલનો હોવો જોઈએ…
એ સાથે “ફક્ત ગુજરાતી” ફેસબુક પેજને લાઈક કરવાનું ભૂલશો નહીં અને મિત્રો સાથે પણ આ પેજને શેયર કરજો અહીં તમને અવનવી માહિતી મળતી રહેશે.
Author : Ravi Gohel
1 thought on “માધુરીને એઇડ્સ થયો હોવા છતાં રોનકે દિલથી પ્રેમ કર્યો…સાચા પ્રેમની અદ્દભુત કહાની”