- કુરકુરે વાળા મેકઅપ ની નકલ કરવા માટે દિવ્યા એ કેસરી રંગનો ડ્રેસ પેહર્યો અને એવા રંગના આભુષણો થી હૂબહૂ કુરકુરે ની જેમ જ દેખાવ મેળવ્યો.
- દિવ્યા એ હજમોલા જેવો દેખાવ આપવા માટે જાંબલી રંગ નો વપરાશ આઇ શેડો અને આભુષણો માં પણ બખૂબી કર્યો છે.
જો તમને મેકઅપ કરવાનો શોખ છે તો તમે સોશ્યલ મીડિયા ના માધ્યમથી મેકઅપ ની નવી-નવી રીતો જોતા હશો. તમે અત્યાર સુધી મેકઅપની જેટલી રીતો શીખ્યા હશો, એનાથી જુદી મેકઅપ ની ૨૦ વર્ષની દિવ્યા પ્રેમચંદે ટેકનોલોજી ની શોધ કરી છે. એમ પણ દિવ્યા મેકઅપ ના માધ્યમે નવા-નવા પ્રયોગ કરવા માટે જાણીતી છે.
સોશ્યલ મીડિયા પર દિવ્યા તરફ લોકોનું ધ્યાન ત્યારે આકર્ષિત થયું જ્યારે તેણે આઇકોનિક કહેવાતા ભારતીય નાસ્તા પર આધારિત મેકઅપ નો ફોટો પોસ્ટ કર્યો. એમાં મેગી , હાજમોલા , પોપીંસ, ૫૦-૫૦ બિસ્કીટ અને કુરકુરે પર આધારિત મેકઅપ નો સમાવેશ થાય છે. દિવ્યા એ તેને ભારતીય નાસ્તા શ્રેણી નામ આપ્યું છે.
કુરકુરે પર આધારિત મેકઅપ કરવા માટે દિવ્યા એ મેકઅપ ના માધ્યમ થી કુરકુરે ના આકાર વાળો વાકો ચૂકો આઈબ્રો બનાવ્યો. તેણે મેકઅપ ની સાથે તેના કપડા આ થીમને ધ્યાનમાં રાખીને પસંદગી કરી હતી.
કુરકુરે વાળા મેકઅપ ની નકલ કરવા માટે દિવ્યા એ કેસરી રંગનો ડ્રેસ પેહર્યો અને એવા રંગના આભુષણો થી હૂબહૂ કુરકુરે ની જેમ દેખાવ આપ્યો. એવીજ રીતે દિવ્યાએ સાદા ભુજીયાના દેખાવ માટે લિપસ્ટિક થી લઈને આભુષણ નો પ્રયોગ કર્યો છે.
દિવ્યાએ હજમોલા જેવો દેખાવા મેળવવા માટે આઇ શેડો થી લઈને આભુષણો માં જાંબલી રંગનો વપરાશ વધુ કર્યો છે. મેગી મેકઅપ ને અનોખો બનાવવા માટે દિવ્યાએ સોનાના આભૂષણો ની પસંદગી કરી. ‘બે મિનિટમાં તૈયાર નૂડલ્સ ‘ ની થીમ માટે દિવ્યાએ તેની આંખો ને આઇલાઇનર ના માધ્યમ થી નૂડલ્સ નો આકાર આપ્યો છે.
દિવ્યા નો પોપિંસ વાળો દેખાવ જોઈને તમને એક વાર ફરી બાળપણ માં ખાધેલી કુલ્ફી ની યાદ આવશે. દિવ્યા એ પોપિંસ ના કાગળ જેવી જ ડેમી મેટ લાલ લિપસ્ટિક લગાવી છે. તેમણે પોતાના દેખાવ ને બ્લસર અને હાઈલાઈટર લગાવી ને પૂરો કર્યો છે.
આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.