બે બાળકોની માતા સાથે બિકીની રમતવીર બની આ મહિલા, આવી રીતે ઘટાડ્યું 33 કિલો વજન

કોરોના વાયરસની મહામારીને લીધે દેશભરમાં લોકડાઉન ચાલી રહ્યું છે. આ કઠીન સમયમાં આપણે ઘરની બહાર નીકળી શકતા નથી. આવા સમયમા રૂપશીખા બોરાહ દેઓરીની વેટ લોસ જર્ની વાચવી આપણા માટે ફાયદાકારક રહેશે.

ફિટનેસ ટ્રેનર અને સ્પોર્ટ્સ ન્યુટ્રિશનિસ્ટ, 35 વર્ષીય રૂપશિખા બોરાહનું ગર્ભાવસ્થા દરમિયાન સતત વજન વધતું ગયું, જેના લીધે તે ઘણો થાક અનુભવતી. એક સમય એવો આવ્યો કે તેનું વજન વધી 90 કિલો થઈ ગયું. ત્યારે રૂપ્શીખાએ કડી મહેનતથી 7 મહિનામાં 33 કિલો વજન ઓછું કર્યું, હવે તે ફક્ત 58 કિલોની જ છે.

​image source

વજન ઘટાડવાનો નિર્યણ ક્યારે કર્યો ?

ગર્ભાવસ્થા પહેલા હું ઘણી જ પતલી હતી, પરંતુ પહેલી પ્રેગનન્સી પછી મારું વજન 25 કિલો વધી ગયું, પરંતુ બીજી વાર જયારે હું પ્રેગનેન્ટ થઈ તો મારું વજન 55 થી 90 કિલો થઈ ગયું. ડીલીવરી બાદ હું ઘણી મોટી દેખાવા લાગી. બધા જ મારા મોટાપા પર કોમેન્ટ કરવા લાગ્યા. ત્યારે મેં વજન ઘટાડવાનો નિર્યણ કર્યો.

​​image source

વજન ઘટાડવા માટે ડાએટ પ્લાન

  • નાસ્તો: ઓટ્સ, કેળા, સફેદ ઇંડા (ઓલિવ તેલમાં પકવેલા)
  • લંચ: ચિકન બ્રેસ્ટ, સફેદ બાસમતી ચોખા, લીલા શાકભાજી
  • ડિનર: લીલા શાકભાજી સાથે સફેદ માછલી, બદામ અથવા કાજુ

​​image source

વર્કઆઉટ પ્લાન

હું રોજ ખાલી પેટ એક કલાક કાર્ડિયો અને દોઢ કલાક વજનની તાલીમ લેતી હતી. જ્યારે પણ મારે કોઈ શો માટેની તૈયારી કરવી હોઈ, ત્યારે હું બે કલાક કાર્ડિયો અને દોઢ કલાક વજનની તાલીમ કરતી હતી.

​​image source

લાઈફ સ્ટાઈલમાં કર્યા બદલાવ

વજન ઘટાડ્યા બાદ મેં અનુભવ્યું કે આપણે જે કઈ પણ ખાઈએ છીએ તેનું આપણા વજન પર ઘણો પ્રભાવ પડે છે. મેં મારી લાઈફ સ્ટાઈલ માં ઘણો બદલાવ કર્યો.

આ રીતે, રૂપશીખાએ ફક્ત 7 મહિનામાં 33 કિલો વજન ઘટાડ્યું. જો તમે પણ મોટાપાથી પરેશાન છો અને વજન ઓછું કરવા માંગો છો તો વજન ઘટાડવાની આ સ્ટોરીથી તમને પ્રેરણા મળી શકે છે.

ખાસ નોંધ : દરેક ને વિનંતી છે કે વજન ઘટાડવા માટે જે પણ પ્લાન બનાવો એ તમે ડાયેટિશિયન ની  સલાહ લઈ ને બનાવશો

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો… 🙂 આભાર 🙂

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Shivani & FaktGujarati Team

Leave a Comment