દોસ્તો, દૂધ આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ જરૂરી છે, દૂધ આપણા શરીરને લગતી ઘણી બીમારીમાંથી રાહત અપાવે છે. દુધમાં અનેક પ્રકારના પૌષક તત્વો રહેલા છે. દુધના કારણે શરીરની તાકાત વધે છે. દુધને આયુર્વેદમાં પૂર્ણ આહાર તરીકે ગણવામાં આવે છે. એક રિસર્ચ અનુસાર વિટામીન ડીની ઉણપ ખીલથી જોડાયેલી છે. દૂધ વિટામીન ડી અને અન્ય વિટામનની ઉણપથી ભરપૂર હોય છે. જો દૂધ ગંભીર ખીલ પર નિયમિત લગાવવામાં આવે તો તે ઓછા થાય છે.
આપણે બધા જાણીએ છીએ કે દૂધ આપણા સ્વાસ્થ્ય માટે કેટલુ મહત્વપૂર્ણ છે. તે જ રીતે, તે આપણી ત્વચા અને વાળને ચમકદાર અને સ્વસ્થ બનાવવા માટે પણ કામ કરે છે. જો તમને ગ્લોઇંગ અને ખીલ મુક્ત ત્વચા જોઈએ છે. આવો દૂધથી ત્વચાને થતા ફાયદા વિષે જાણીએ. તે સિવાય જો તમને સનબર્નની તકલીફ છે તો દૂધ ખૂબ જ ઉપયોગી માનવામાં આવે છે. એન્ટી ઓક્સિડેન્ટથી ભરપૂર દૂધ ત્વચાને મોઇશ્ચાઇઝ કરે છે અને સનબર્નને શાંત કરવામાં મદદ કરે છે. તે સ્કિન ઇરિટેશનને દૂર કરે છે અને તેને ઠંડક પહોંચાડે છે.
મોઇશ્ચર
કાચુ દૂધ તમારી ત્વચા માટે એક બેસ્ટ મોઇશ્ચરાઇઝર થઇ શકે છે. કારણકે તેમા રહેલા લેક્ટિક એસિડ એખ શક્તિશાળી humectant છે દૂધનો ઉપયોગ હંમેશા ઠંડો જ કરો અને તેને લગાવવાથી 10 મિનિટ બાદ સ્કિનને ધોઇ લો.
કરચલીની સમસ્યા થશે દૂર
દૂધમાં લેક્ટિક એસિડ હોય છે તે કોલેજન ઉત્પાદનમાં મદદ કરે છે. તેનાથી સ્કિન પર કરચલીના નિશાન ઓછા કરવામાં મદદદ મળે છે. જેના માટે તમે કાચા દૂધનો ઉપયોગ કરી શકો છો.
ડેડ સ્કિન દૂર કરવામાં મદદરૂપ
દૂધને ફેસ ક્લીંજર તરીકે ઉપયોગ કરવાના અઢળક ફાયદા છે. જે તમારી સ્કિનમાંથી ડેડ સેલ્સને દૂર કરવામાં મદદ કરે છે. તેનો ઉપયોગ કરવા માટે તમારી સ્કિન પર એક ચમચી દૂધથી માલિશ કરો અને ભીના ટિશ્યુ પેપરથી લૂંછી લો. દૂધમાં લેક્ટિક એસિડ હોય છે જે એક અલ્ફા હાઇડ્રોક્સી એસિડ ઘટક છે. એન્ટી એજિંગ ફેસ ક્લીંજરમાં લેક્ટિક એસિડ વિશેષ રીતે લોકપ્રિય છે.
ખાસ નોંધ : જો આપને ચામડી ને લાગતો કોઈ રોગ હોય તો ડોક્ટર ની સલાહ આવશ્યક છે
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો… 🙂 આભાર 🙂
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : Shivani & FaktGujarati Team