ભારતની બહાર હિન્દુ ધર્મ સાથે સંકળાયેલા ઘણા પ્રાચીન મંદિરો જોવા મળે છે, જેમાં ખાસ કરીને ઇન્ડોનેશિયા, જાવા, સુમાત્રા, થાઇલેન્ડ અને કંબોડિયામાં આજે પણ આ મંદિર અસ્તિત્વમાં છે. આ મંદિરો માંથી આજે આપણે બે વિશાળકાય મંદિરો વિશે વિસ્તૃત માં જાણીશું.
અંકોરવાટ નું હિન્દુ મંદિર: ભગવાન વિષ્ણુને સમર્પિત કમ્બોડિયા ના અંકોરવાટ માં એક વિશાળ હિંદુ મંદિર છે. તે પહેલા અંકોરીયોમ અને તે પહેલાં યશોધપુર તરીકે ઓળખાતું હતું. પ્રાચીન લખાણોમાં કંબોડિયાને કમ્બુઝ નામે કહેવામાં આવતું હતું.
અંકોરવાટ એ કમ્બુજના રાજા સૂર્યવર્મા (1049–66 AD) દ્વારા બનાવવામાં આવ્યો હતો, અને આ મંદિર વિષ્ણુ ભગવાન ને સમર્પિત છે. જયવર્મા બીજા (1181-1205 AD) ના શાસનકાળ દરમિયાન અંકોરવાટ કંબોડિયાની રાજધાની હતી. તેના સમયમાં વિશ્વના મોટા શહેરોમાં સમાવેશ થતો હતો.
અંકોરવાટ હિંદુઓનું સૌથી વિશાળ મંદિર છે, આ મંદિર વાસ્તુ ના મુજબ બનાવવામાં આવ્યૂ છે. મંદિરની મધ્યવર્તી શિખરની ઊંચાઈ જમીનના તળીયે થી 213 ફુટ છે. આ પછી જગન્નાથ મંદિરને સૌથી ઊચું મંદિર માનવામાં આવે છે.
એક ઊંચા ચબૂતરા પર સ્થિત આ મંદિર ના ત્રણ ખંડ છે.એક ખંડ થી બીજા ખંડ ની ઉપર પહોંચવા માટે સીડી છે.દરેક ખંડ માં આઠ ગુંબજ હોય છે, દરેક 180 ફૂટ ઊચા છે.મુખ્ય મંદિર ત્રીજા ખંડ ના શિખર પર છે. તેની ટોચ 213 ફૂટ ઊંચી છે. આ વિશ્વનું સૌથી મોટું મંદિર છે.તેની સુંદરતા મંદિર ને જોતા જ ખબર પડે છે.
મંદિર ચારે બાજુ થી પથ્થર ની દિવાલ થી ઘેરાયેલ છે જે પૂર્વથી પશ્ચિમમાં બે તૃતીયાંશ માઇલ અને ઉત્તરથી દક્ષિણમાં અડધો માઇલ છે. આ દિવાલ એક બાજુ એ-700 ફૂટ ઊંડો ખીણ છે જેની એક બાજુ એ 36 ફૂટ પહોળા પુલ છે. આ પુલ થી નીકળી મંદિર ના પહેલા ખંડ તરફ જવા માટે એક પાક્કો રસ્તો નીકળે છે.
પ્રમ્બનન મંદિર (સેન્ટ્રલ જાવા ઇન્ડોનેશિયા): ઈન્ડોનેશિયા ના મધ્ય ભાગ માં આવેલ જાવા માં આ હિન્દુ મંદિર સ્થિત છે. પ્રાચીન સમયમાં, ઇન્ડોનેશિયાનો રાજધર્મ પહેલા હિંદુ અને તે પછી બૌદ્ધ થયો. પરંતુ ઇસ્લામ ધર્મ ના ઉદય પછી, હવે તે મુસ્લિમ રાષ્ટ્ર છે. આ મંદિર, બ્રહ્મા, વિષ્ણુ અને શિવને સમર્પિત કરાયું છે. માન્યતા અનુસાર, આ મંદિર 9 મી સદીમાં બનાવવામાં આવ્યું હતું. મંદિરની દિવાલો પર ધાર્મિક કથાઓ અને ભવ્ય નકશીકામ કરાયેલા છે.
આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : FaktGujarati Team