સ્વાસ્થ્ય મંત્ર – જીવનની સાચી રીતભાત એટ્લે આયુર્વેદ દિનચર્યા – 5 મિનીટ કાઢી ને જરૂર વાંચો

સંસ્કૃત માં દૈનિક કાર્યને દિનચર્યા કહેવામા આવે છે.દિન નો અર્થ છે સમય,ને ચર્યા નો અર્થ છે તેનું પાલન કરવાનું,એટ્લે કે એની નજીક રહેવાનુ.દિનચર્યા એ દરેક વ્યક્તિ માટે આદર્શ દૈનિક કાર્યક્રમ છે,જે પ્રકૃતિ ના ચક્ર ને ધ્યાન માં રાખે છે.આયુર્વેદ સવારના સમય પર કેન્દ્રિત હોય છે,કેમ કે આખા દિવસ ને નિયમન કરવામાં મહત્વપૂર્ણ ભાગ ભજવે છે.

આયુર્વેદ એમ માને છે કે સારી દિનચર્યા એ શરીર અને મન નું અનુસાશન કરે છે,ને આના થી પ્રતિરક્ષા તંત્ર મજબૂત થાય છે.અને ખરાબ પદાર્થો થી શરીર શુદ્ધ થાય છે,સરળ અને સ્વસ્થ દિનચર્યા થી શરીર અને મન શુદ્ધ થાય છે,દોષ સંતુલિત થાય છે,પ્રતિરક્ષા તંત્ર મજબૂત બને છે,અને દિવસની શરૂઆત તાજગી અને એક નવીન ઉર્જા થી શરૂ થાય છે.

સવાર માં દિનચર્યા નું પાલન કરવાથી તમારા દિવસની શરૂઆત આનંદમય થાય છે.તમારી સવાર તાજગી સભર થવા માટે આ માર્ગદર્શિકા નું તમારે પાલન કરવું પડશે.

બ્રહ્મ મુહૂર્ત

સૂર્ય ઉગવાના દોઢ ક્લાક પહેલા ઉઠવાથી તમે સૂર્ય સાથે તાલમેલ મેળવી શકો છો.આયુર્વેદ હમેશા બ્રહ્મ મુહૂર્ત ના વખાણ કરે છે, જેનો અર્થ એ છે કે સવાર નો સમય,સવારની ચેતના,સવાર ના સમય માં વહેલા ઊઠવું આ બધુ જ શ્રેષ્ઠ માનવમાં આવ્યું છે.

સૂર્યોદય ના દોઢ ક્લાક પહેલા વાતાવરણ માં વિશાળ ઉર્જા ની ગતિ જોવા મળે છે,પછી અડધા ક્લાક પહેલા ઉર્જા વાતાવરણ માં ફેલાય છે. શાંતિ ની  લહેર આ સમયે પ્રકટ થતી જોવા મળે છે,આ સમય ધ્યાન માટે શ્રેષ્ઠ સમય માનવામાં આવે છે.આ સમયે વાતાવરણ શુદ્ધ,શાંત અને સુખદાયક હોય છે,અને મન માં તાજગી નો અનુભવ થાય છે.

આ સમયે ધ્યાન કરવાથી માનસિક સ્થિતિ માં સુધારો થાય છે,આ સમય સત્વગુણ વધારવામાં સહાયક હોય છે.અને રજોગુણ અને તમોગુણ થી મળનારી માનસિક મુશ્કેલીઓને કે આળસ થી છુટકારો અપાવે છે.

શ્વાસ ની શક્તિ

આપણે સવારે જોવાનું કે કઈ નાસિકા માં શ્વાસ નો પ્રવાહ ચાલુ છે. આયુર્વેદ પ્રમાણે જમણી નાસિકા સૂર્ય પિત્ત છે,અને ડાબી નાસિકા ચંદ્ર પિત્ત છે. શરીર નો જમણો ભાગ રચનાત્મક કામ કરે છે,જ્યારે ડાબો ભાગ તાર્કિક અને મૌખિક કામ ને નિયંત્રિત કરે છે.જ્યારે કોઈ ડાબી નાસિકા થી શ્વાસ લે છે,ત્યારે મગજ નો જમણો ભાગ વધારે હાવી થઈ  જાય છે.

સકારાત્મક તરંગ

પ્રાચીન પરંપરા ઓનું પાલન કરતાં કરતાં પોતાની હથેળીની રેખાઓ ને જુઓ અને ધન,જ્ઞાન,અને શક્તિ ની દેવીઓને યાદ કરીયે.આંગળીઓ ના ઉપર ના ભાગને અંગૂઠા થી ગોળાકાર લયમાં  ઘસો,જમણો દક્ષિણાવર્ત ગોળાકાર અને ડાબો વામરવર્ત લય માં ફેરવો. શરીર ના જે ભાગ માં શ્વાસ નો પ્રવાહ વધારે હોય તે હાથની હથેળી ને ચુબન કરો પછી બીજા હાથ ની હથેળી ને ચુબન કરો,ચુંબન ઉર્જા પ્રદાન કરે છે,પોતાની હથેળી ને ચુંબન કરવાથી  તમે પોતાના પ્રભાવશાળી શાસ્ત્ર આત્મ અભિવ્યક્તિ ને ઉત્તમ કંપન પેદા કરો છો.પોતાના બંને હાથો ને એકબીજા સાથે બરાબર ઘસો પછી તેને પોતાના મોઢા પર,ખભા ,હાથ અને પગ ઉપર લઈ જાઓ,આનાથી એક ઉર્જા નું કવચ નિર્મિત થાય છે,અને આખો દિવસ નકારાત્મક પ્રભાવ થી રક્ષણ મળે છે.

રક્ષા મંત્ર

રક્ષા મંત્ર નું ઉચ્ચારણ એ સવાર ની સરળ દિનચર્યા નો એક સરળ હિસ્સો છે, મંત્રોચરણ  સિવાય થોડીક મિનિટો શાંત અને ખાલી મન ની સાથે બેસો.

કરાગ્રે વાસ્તે લક્ષ્મી

  • હાથ ના આગળ ના ભાગ માં એટ્લે કે ઉપર ના ભાગ માં ધન ની દેવી લક્ષ્મી જી નો વાસ હોય છે.

કર મૂલે સરસ્વતી

  • હાથ ના મધ્ય ભાગ માં એટ્લે કે હથેળી માં કળા અને જ્ઞાન ની દેવી સરસ્વતી નો વાસ હોય છે.

કરમધ્યે તું ગોવિંદ

  • હાથ ના છેલ્લા ભાગ માં એટ્લે કે મૂળ કે કાંડામાં ભગવાન શ્રી ક્રુષ્ણ નો વાસ હોય છે.

પ્રભાતે શુભ કર દર્શનમ

  • સવારે હાથ ને જોવાનું શુભ માનવામાં આવે છે.

સકારાત્મક પગલાં

સવારે પલંગ છોડતી વખતે નાસિકા ના જે ભાગ માં શ્વાસ નો પ્રવાહ વધારે હોય એ ભાગ નો પગ જમીન ઉપર પહેલા મૂકવો.

સફાઈ

સવારે ઉઠી ને તરત ઠંડા પાણી થી કોગળા કરવા જોઇયે.પાણી વિધ્યુત વાહક હોય છે ઠંડા પાણી થી હાથ,મો, અને આંખો ને ધોઈ લેવાની,અને નાક ,દાંત,ને જીભ ને સાફ કરી લેવી.

ધ્યાન અને કસરત

વિશ્રામ થી પ્રાણાયામ જ્યાં સુધી કરો કે ત્યાં સુધી બંને નાસિકોઓ માથી શ્વાસ બરાબર પ્રવાહીત થવા ના માંડે.પોતાની ઉર્જા ને હૃદય ચક્ર અને ત્રીજી આંખ એટ્લે કે આજ્ઞા ચક્ર ઉપર કેન્દ્રિત કરી ધ્યાન કરો.ધીમી ગતિ માં સવાર માં શ્વાસ લો.પોતાને સરળ અને સુખદ ઘટનાઓની અંદર સમેટી લો,ખાસ કાઈને સફેદ વસ્તુઓ જેવી કે તાજા ને સુગંધીદાર સફેદ ફૂલો વચ્ચે પોતાને મહેસુસ કરો.વ્યાયામ અને શારીરિક કસરત માં સામાન્યત ઘણી યોગમુદ્રા ઑ હોય છે,જેમ કે સૂર્ય નમસ્કાર,અને અવનવી શ્વાસ પ્રક્રિયાઓ જેમ કે નાડી શોધન પ્રાણાયામ.સવારના વ્યાયામ થી શરીર ની પાચન શક્તિ મજબૂત થાય છે.તમારા શરીર માં પ્રાણ નો વધારો થવાથી તમને શરીર હળવું અને આનંદ ની અનુભૂતિ થાય છે.વધારે મહેનત વાળી કસરત ની તુલના માં તમારી ૧/૪ અથવા ૧/૨ ક્ષમતા માં વ્યાયામ કરવાની સલાહ આપવામાં આવે છે.

પોતાની સાર સંભાળ રાખવી

પોતાના શરીર ની તલ ના તેલથી માલિશ કરો.માથું,કાન પટ્ટી, હાથ અને પગ ની ૨/૩ મિનિટ સુધી ની માલિશ કરવી જોઇએ.

વ્યવસ્થિત રીતે સ્નાન કરવું જોઈએ

નાહવા માટે એવા પાણી થી નહાવું જોઈએ કે વધારે ઠંડુ ના હોય કે વધારે પડતું ગરમ ના હોય,ટૂકમાં જેને આપણે નવશેકું પાણી કહીએ છે તેવા પાણી થી નહાવું જોઈએ.

બપોરનો સમય

બપોરનું ભોજન ૧૨ થી ૧ વાગ્યા ની વચ્ચે કરી  લેવું જોઈએ,કારણ કે આ સમય એ ઉચ્ચ સમય સાથે મેળ ખાય છે જે સમય પાચન માટે જવાબદારી ધરાવે છે.આયુર્વેદ બપોરના ભોજન ને સૌથી ભારે હોવાની અનુસંશા કરે છે. જમ્યા પછી થોડું ચાલવું શરીર માટે હિતાવહ છે,જેનાથી ખોરાક ને પચવામાં સહાયતા મળે છે,હળવી ઊંઘ સિવાય ભારે ઊંઘ ને ટાળવી જોઈએ,કેમ કે આયુર્વેદ અનુસાર દિવસે ઊંઘવું પ્રતિબંધિત છે.

સાંજ ની સંધ્યા નો સમય

દિવસ અને રાત ના સંતુલન માટે આ વિશેષ સમય છે,આ સમય સાંજની પ્રાર્થના અને ધ્યાન માટે હોય છે.

રાત્રિ નું ભોજન

રાતનું ભોજન સાંજ ના ૬ થી ૭ વચ્ચે કરી લેવું જોઈએ,આ બપોર ના ભોજન થી હલ્કું હોવું જોઈએ,રાતનું ભોજન સુવા ના ૩ કલાક પહેલા લેવું જોઈએ,જેનાથી ખોરાક ને પચવા માટે એને પૂરતો સમય મળી રહે.રાતે જમ્યા પછી ભારે પેટ સાથે ઊંઘવાનું ટાળવું જોઈએ, રાતના જમ્યા પછી ૧૦/૧૫ મિનિટ ચાલવાથી ખોરાક ને પચવામાં સહાયતા મળે છે.

સુવા નો સમય

રાતે ૧૦:૩૦ સુધી સૂઈ જવાનો સૌથી આદર્શ સમય છે,શરીર તંત્ર ને શાંત કરવા માટે ઊંઘતા પહેલા પગના તળિયા માં માલિશ કરી શકાય.આનાથી ઊંઘ મીઠી આવે છે.

આમ આજનો આધુનિક માનવ જો આધુનિક જીવવાની સ્ટાઇલને છોડી ને જો આયુર્વેદ અનુસાર દિનચર્યા ને અમલ માં મૂકે તો માણસ પોતાના શરીર ના નાનામોટા રોગો થી છુટકારો મળવી શકે છે અને જીવન ને હળવું બનાવી શકે છે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment