મંદિરો ખુલી ગયા છે પરંતુ દર્શન કરતી વખતે આ બાબત નું ધ્યાન અવશ્ય રાખો.

ભક્તો માટે એક સારા સમાચાર છે કે મંદિરો હવે ખોલી દીધા છે પરંતુ કોરોનાવાયરસ નો ડર આજે પણ લોકો માં જોવા મલી રહી છે. આવી પરીસ્થિતિમાં, મંદિરમાં જતા સમયે કેટલીક બાબતોને ધ્યાનમાં રાખવું ખૂબ જ જરૂરી છે. ૮ જૂન થી બધા મંદિરો ખોલી દેવામાં આવ્યા છે. મંદિરો દ્વારા કોરોનોથી બચાવવા માટે અનેક પ્રકારની સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી રહી છે, પરંતુ પોતાને બચાવવાની જવાબદારી તમારી છે. જો તમે પણ લોકડાઉન પછી મંદિરના દર્શન કરવા જઈ રહ્યા છો તો આ બાબતનું ધ્યાન અવશ્ય રાખો.

image source

માસ્ક ફરજિયાત લગાવો.

ઘરની બહાર નીકળતા જ માસ્ક   ફરજિયાત લગાવો. મંદિરોમાં ભીડ હોવી  તે સામાન્ય વાત છે, આ કિસ્સામાં તમારી જાતની અને અન્યની સલામતીની પ્રથમ જવાબદારી માસ્ક પહેરવાની છે.  માસ્ક લગાવીને તમે કોરોના ચેપથી દૂર રહી શકો છો.

image source

અંતર રાખીને ચાલવું

મંદિરના આયોજકો એકબીજાથી અંતર રખાવે છે પરંતુ પોતાનું ધ્યાન જાતે જ રાખવું પડશે. જ્યારે મંદિરની લાઈનમાં ઉભા રહો ત્યારે સામેની વ્યક્તિથી ચોક્કસ અંતર રાખો.  તમારો નંબર આવે ત્યાં સુધી ધીરજથી રાહ જુઓ.

image source

મૂર્તિઓને હાથ ન લગાવવો.

મંદિરો દ્વારા સ્વચ્છતાની કાળજી ચોક્કસ લેવામાં આવશે પરંતુ વાયરસ ક્યારે આવશે તે કહી શકાય નહીં. મંદિર પરિસરમાં કોઈપણ ભાગ ને સ્પર્શ કરવાનું ટાળો.  કોઈપણ મૂર્તિઓને સ્પર્શ કરશો નહીં, ભગવાનના  દર્શન પછી સલામત રીતે ઘરે પાછા આવવાનો પ્રયત્ન કરો.

image source

હાથ સાફ રાખો

કોરોનાને અટકાવવા માટે વારંવાર હાથ ધોવા ની સલાહ આપવામાં આવે છે. મંદિરમાં પ્રવેશતા પહેલા, સેનિટાઇઝરથી હાથને સારી રીતે સાફ કરો અને ઘરે આવ્યા પછી, સાબુથી હાથને સારી રીતે ધોઈ લો.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો… 🙂 આભાર 🙂

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Shivani & FaktGujarati Team

Leave a Comment