ગુજરાતનું આ એક એવું ગામ છે જ્યાં મહિલા સતી બની હતી. આશરે સાડા આઠસો વર્ષ પહેલા એક મહિલા ગુજરાતના ઝુલાસણ ગામે સતી બન્યા હતા જે આજે હાજરાહજૂર રહીને લોકોના દુઃખ દૂર કરે છે. આ સતી વિદેશ કરવા યાત્રા માટે આવતી અડચણો પણ દૂર કરે છે તેવી માન્યતા છે. આ સતી દેવી સ્વરૂપે ગામના મંદિરમાં પૂજાય છે. અહી આવતા દરેક લોકોની મનોકામના પૂર્ણ થાય છે તેમજ જેના ઘરે પારણું ન બંધાતું હોય તેઓ અહી આવીને માનતા રાખે તો તેમના ઘરે પારણું બંધાય જાય છે. વિદેશ જવા ઇચ્છુક લોકો સતી માતાના મંદિરે મોટી સંખ્યામાં આવે છે.
ગામ લોકોનું કહેવું છે કે, સતી થઇ ગયેલા દોલો મા વાસ્તવમાં અનેક લોકોની વિદેશ યાત્રા સફળ બનાવે છે અને કાળક્રમે ગામ લોકોની મદદ આવતાં તેમનું મંદિર બનાવાયું છે. ગુજરાતના આ ગામમાં એક એવું મંદિર બંધાયું છે જ્યાં દિવસ રાત માતાની આરતી થાય છે.
સાડા આઠસો વર્ષ પહેલાની વાત કરીએ તો આજે જ્યાં મંદિર છે ત્યાં જંગલ હતું. જ્યાં એક મહિલાની પાછળ કેટલાંક ડાકુઓ પડ્યા હતા. મહિલાએ પોતાની ઇજ્જત બચાવવા એક વખડામાં પહોંચી હતી. જ્યાં મહિલાએ સિધ્ધેશ્વરી માતાને અરજ કરી અને ત્યારબાદ જે થયું તે કહાની આજેય લોકચર્ચિત છે.
પુજારી દિનેશ પંડ્યાનું કહેવું છે કે હાલ જ્યાં આ મંદિર છે ત્યાં જંગલ હતું અને ત્યાં એક મહિલાની પાછળ ડાકુઓ પડ્યા હતા. આ મહિલા બાજુના ગામ પાનસરની હતી અને તેણે ઘણા દાગીનાઓ પહેર્યા હતા. જેને લૂંટવા ડાકુઓ આ મહિલાની પાછળ પડ્યા હતા. તે સમયે મહિલા દોડતી વખડોના વૃક્ષ પાસે પહોંચી હતી અને એ જ વખડોના વૃક્ષ પાસે સિદ્ધેશ્વરી માતાનું મંદિર છે. ત્યાં જ પોતાની ઈજ્જત બચાવવા આ મહિલા સતી થઈ ગઈ હતી અને ત્યાં જ ફૂલનો ઢગલો બની ગઈ. ત્યારથી જ અહીં દેવીનું મંદિર બનાવાયું છે.
ગુજરાતમાં આ માત્ર એક જ મંદિર એવું છે જ્યાં દેવી દોલો દેવીની પૂજા થાય છે. આ મંદિરમાં વચ્ચેની સાઈમાં ડોલા માતાનું પથ્થરનું યંત્ર અને જમણી બાજુ છે ડોલા માતાની મૂર્તિ જ્યારે સિદ્ધેશ્વરી માતાજીની મૂર્તિ ડાબી બાજુ છે. ડોલા માતાની આ મૂર્તિને લઈ ચમત્કારો પણ ઘણા છે સાથે જ અનેક સવાલો પણ છે.
ગામના લોકોનું કહેવું છે કે આ દોલા માતાજી સતી બની ગાયબ થઈ ગયા હતા. ત્યારે ત્યાં ફૂલોનો ઢગલો થઈ ગયો હતો. જેને ચમત્કાર માનીને ગામના લોકો અહીં પૂજા કરવા લાગ્યા હતા. ત્યારથી એટલે કે 700 વર્ષથી અહીં હિન્દુ મંદિરમાં દોલા માતાજીની પૂજા થાય છે. ઉપરાંત ગામના લોકોની ઘણી મનોકામનાઓ પૂર્ણ થવા લાગી ત્યારે ગામના લોકોએ અહીં પોતાના જ પૈસાથી ભવ્ય મંદિર બનાવ્યું. અહીં અગાઉ દોલા માતાનું ફક્ત પથ્થરનું યંત્ર જ હતું પરંતુ કહેવાય છે કે એક ભક્તના સ્વપ્નમાં દોલા માતાજી આવ્યા હતા અને તેમણે જ પોતાનું સ્વરૂપ બતાવ્યું હતું ત્યારથી અહીં દોલા માતાજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team