
હાલ કોરોનાની વૈશ્વિક મહામારી વચ્ચે ભારત દેશમાં પણ કોરોનાના પોઝિટિવ કેસની સંખ્યા વધી રહી છે દેશના ખૂણે ખૂણામાં કોરોના સામે આરોગ્ય લક્ષી સેવાઓ સાથે જોડાયેલ ડોકટર્સ, નર્સ, સફાઈ કર્મીઓ,પોલીસ તેમજ સામાજિક સંસ્થાઓ પોતાના જીવ જોખમમાં મૂકી સેવા આપી રહ્યા છે. ત્યારે આરોગ્ય સેવા સાથે મજબૂત સંબંધ ધરાવતી 108 ટિમ પણ કોરોના સામે ફ્રન્ટ લાઇન વેરીયસ તરીકે સમગ્ર ગુજરાતમાં અવિરતરત સેવાઓ આપી રહી છે 108 ની ટિમ પોતાના જીવ ની પરવાહ કર્યા વિના 24 કલાક દર્દીઓને લાવવા લઈ જવાની સેવા કરી રહી છે.

આજે અમે તમને જણાવીશું માંજલપુર વિસ્તારમાં રહેતા મુકેશભાઇ ઠક્કરની કહાની વિશે જે 108 એમ્બ્યૂલન્સમાં છેલ્લા 12 વર્ષથી ફરજ બજાવે છે. મુકેશભાઇ તેમના માતા-પિતા, પત્ની અને બે બાળકો સાથે રહે છે. કોરોના વાઇરસના વધી હેલા વ્યાપને પગલે સમગ્ર દેશમાં લોકડાઉન કરવામાં આવ્યું ત્યારથી અત્યાર સુધી તેઓ રાષ્ટ્રરક્ષક તરીકે સેવા આપી રહ્યાં છે. પરિવારની ચિંતા વચ્ચે મુકેશભાઇ શહેરના કોરોનાગ્રસ્ત વિસ્તારોમાંથી 130 ઉપરાંત દર્દીઓને હોસ્પિટલ પહોંચાડ્યાં છે.

મુકેશભાઇ ઠક્કરે લાકડોઉન દરમિયાન પોતાની કહાની દર્શાવતા જણાવ્યું કે, કોરોના વાઇરસની મહામારી શરૂ થઇ તે દિવસથી હું સેવા આપી રહ્યો છું. શરૂઆતના સમયમાં શહેરમાં કોરોના સંક્રમીત દર્દીઓની સંખ્યા ખૂબ ઓછી હતી. પરંતુ એકા એક દર્દીઓની સંખ્યા વધવા માંડી એટલે મારો પરિવાર સતત ચિંતામાં રહેતો હતો. તેવામાં નાગરવાડા અને તાંદલજા રેડ ઝોન જાહેર કરાયો અને આ બન્ને વિસ્તારોમાંથી 130 ઉપરાંત કોરોના દર્દીઓને હોસ્પિટલમાં પહોંચાડ્યા છે.

આગળ તેઓ જણાવે છે કે દર્દીને લેવા જવા માટે કોલ મળે ત્યારે હું એમ્બ્યૂલન્સમાં જ કીટ પહેરી દર્દીને હોસ્પિટલ પહોંચાડ્યાં બાદ કીટ ડિસ્ટ્રોઇ કરી દીઇએ છે. આ દરમિયાન બે વખત મેં મારો પોતાનો કોરોના ટેસ્ટ કરાવતા નેગેટીવ આવ્યો હતો. તથા કંપની તરફથી આપવામાં આવેલો ઉકાળો દિવસમાં બે વખત પીવુ છું. તેનાથી અમારા શરીરમાં એનર્જી પણ રહે છે. અમે અમારી પૂરતી સંભાળ રાખઈને કામ કરી રહ્યાં છે.

વધુમાં તેઓએ જણાવ્યું કે, આ દર્દીઓ પૈકી 25થી 30 જેટલાક કોરોના પોઝિટીવ દર્દીઓને પણ સારવાર અર્થે એમ્બ્યૂલન્સમાં હોસ્પિટલમાં પહોંચાડ્યાં છે. દર્દીઓને જ્યારે પણ લેવા જઉં એટલે મનમાં એક ડરનો અહેસાસ થતો હતો. સાથે ધરે જાવ ત્યારે પરિવાર દ્વારા મળતી સૂચનાઓ અને સલાહના વાક્યો પણ યાદ આવી જતા હતા. પરંતુ ભગવાનનુ નામ દઇને ગણતરીની મિનીટોમાં દર્દીને લઇ રવાના થઇ જતા હતા.

પરિવાર કહે છે કે થોડા દિવસ રજા લઇ લે, તો એમને સમજાવતા મેં કહ્યું બધા રજા લઇ લેશે તો આ પબ્લિકની સેવાનુ કામ કોણ કરશે અને તેઓ મારી વાત સમજ્યા છે. પરિવારની મને પણ એટલી જ ચિંતા છે. જેથી ઘરે પહોંચી પહેલા સ્નાન કરી લઉં છું. મારા કપડા પાણીમાં પલાઢી પાકીટ, પટ્ટા અને મોબાઇલને સેનેટાઇઝ કર્યા બાદ જ પરિવાર સાથે બેસું છું. અંતે એટલુજ કહેવા માંગીશ કે કોરોનાથી ગભરાવાની જરૂર નથી પણ ખાસ કાળજી લેવાની જરૂર છે.
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : Shivani & FaktGujarati Team