એક ‘માં’ની જીવન અને સંઘર્ષની કહાની, કેંસરને માત આપી દીકરીને બનાવી દુનિયાની સ્ટાર..

જો કંઈક કરવાનો જજ્બો હોય, તો દુનિયાના સૌથી મોટામાં મોટા અવરોધો પણ માર્ગ છોડી દે છે. આંતરરાષ્ટ્રીય કુસ્તીબાજ વિનેશ ફોગાટ આજે વિશ્વની સ્ટાર રેસલર છે, પરંતુ તેની પાછળ તેની માતાનું અદભૂત યોગદાન છે. પ્રેમલતા ફોગાટની વાર્તા જીવન અને સંઘર્ષનું ઉદાહરણ છે. તેણે કેન્સરને હરાવીને પુત્રી વિનેશને એક અનોખા મુકામ સુધી પહોચાડી.  

પ્રેમલતાએ જજ્બાથી કેન્સર પર વિજય મેળવ્યો

ચરખી દાદરી જિલ્લાના બલાલી ગામમાં રહેતી પ્રેમલતાને 2003 માં શારીરિક તકલીફ હતી. તબીબી તપાસમાં જાણવા મળ્યું કે તેને ગર્ભાશયમાં કેન્સર છે. જેનાથી પ્રેમલતા અને તેના પરિવારજનો ખૂબ ચિંતિત હતા, પરંતુ આ તો દુઃખોની શરૂઆત હતી.

કેન્સર હોવાનું જાણવા મળ્યાના ત્રણ દિવસમાં જ રોડ વિભાગમાં ડ્રાઇવર પ્રેમલતાના પતિ રાજપાલ ફોગટનું અવસાન થયું. આ તેના પરિવાર માટે સંપૂર્ણ વિનાશક પરિસ્થિતિ હતી. કેન્સર અને પતિના મોતથી પ્રેમલતાને ભારે આંચકો લાગ્યો હતો. તે સમયે તેની ઉંમર લગભગ ૩૩ વર્ષ જ હતી.

પરિવારની નાવ મજધારમાં હતી. એવામાં પ્રેમલતાનો જજ્બો જાગ્યો, તેણે તેના ત્રણેવ બાળકો ના ભવિષ્ય સુધારવા માટે કેન્સરથી લડવાનું ઠાની લીધું. તેના પતિના મૃત્યુના એક મહિના પછી, તે રાજસ્થાનના જોધપુરમાં ઓપરેશન કરીને ગર્ભાશય ને દૂર કરી દીધું.

પ્રેમલતાએ જણાવ્યુ કે ડોકટરોની સલાહથી આહારમાં ફેરફાર કરીને તે રોજ ઘરનાં કામો કરીને પોતાને સ્વસ્થ રાખે છે. આજે, કેન્સરના ઓપરેશનના 17 વર્ષ બાદ પણ તે સંપૂર્ણ રીતે તંદુરસ્ત છે.

વિનેશની સફળતામાં અહમ ભૂમિકા –

ઘણીવાર વિજેતા ખેલાડીઓની સિધ્ધિઓ માટે પિતા અથવા કોચને શ્રેય આપવામાં આવે છે, પરંતુ વિનેશ વિશે આવું કહેવું અન્યાયકારક રહેશે. વિનેશની સફળતા પાછળ તેની માતા પ્રેમલતાની ભૂમિકા સૌથી મહત્વપૂર્ણ છે. પ્રેમલતાએ પતિના અકાળ મૃત્યુ અને કેન્સર જેવી ગંભીર બીમારી હોવા છતાં વિનેશને આ મુકામ સુધી પહુચાડી.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Shivani & FaktGujarati Team

Leave a Comment