ઘર નો ડ્રોઈંગ રૂમ જેને બેઠક પણ કહેવાય છે, જે સૌથી મુખ્ય ભાગ હોય છે. ઘર માં આવનારી ઉર્જાઓ સૌપ્રથમ આ રૂમમાં જ પ્રવેશ કરે છે. કોઈ પણ ઘરમાં બેઠક દિશાઓના જ્ઞાન પછી જ હોવી જોઈએ. તે કઈ દિશામાં હોવી જોઈએ તેનો નિર્ણય ઘરની દિશાથી નક્કી થાય છે.
જો ઘર પૂર્ણ અથવા ઉત્તર તરફનું છે તો ડ્રોઈંગ રૂમ પૂર્વ દિશા એટલે કે ઈશાન દિશામાં હોવી જોઈએ.
જો તમારું ઘર પશ્ચિમ તરફનું છે, તો ડ્રોઈંગ રૂમ ઉત્તરપશ્ચિમ દિશામાં એટલે કે પશ્ચિમ ખૂણામાં હોવું જોઈએ. જો ઘર દક્ષિણ તરફનું છે, તો પછી દક્ષિણ-પૂર્વ દિશામાં એટલે કે આગ્નેય ખૂણામાં ડ્રોઇંગરૂમ હોવો જોઈએ.
સોફા સેટની દિશા જ નહીં પરંતુ સોફા સેટના કદને જાણવું પણ ખૂબ જ જરૂરી છે. ડ્રોઇંગ રૂમના કદના પ્રમાણમાં એક મોટો સોફા સકારાત્મક ઉર્જાને અસર કરે છે અને ભારે સોફા ઘરના વડા ઉપરાંત આવનારાઓ માટે પણ ભારે રહે છે. તેથી, ડ્રોઇંગ રૂમના ફર્નિચરની પસંદગી કરતી વખતે તેના કદ પર ધ્યાન જરૂર આપો.
આ થઈ ડ્રોઇંગરૂમની સાચી સ્થિતિ પરંતુ શું તમે તમારા ડ્રોઇંગરૂમમાં સોફાસેટ રાખવા ઈચ્છો છો કે તે પહેલેથી હાજર છે તો તેની સાચી દિશા જાણવી પણ જરૂરી છે.
- જો ઘરનો દરવાજો પશ્ચિમમાં હોય તો સોફા નૈઋત્ય ખૂણામાં મુકવા.
- જો દરવાજો ઉત્તરમાં હોય તો દક્ષિણ, પશ્ચિમ કે નૈઋત્ય ખૂણામાં સોફા મુકવા.
- જો તમારું ઘર પૂર્વ તરફ હોય તો પણ દક્ષિણ, પશ્ચિમ કે નૈઋત્ય ખૂણામાં સોફા મૂકી શકો છો.
- તમારું ઘર કોઈપણ દિશામાં હોય ફક્ત ઉત્તર અને ઈશાન ખૂણા સિવાય ગમે ત્યાં સોફા મૂકી શકો છો.
આ ઉપરાંત ઘરના વડાએ પણ યોગ્ય દિશામાં જ બેસવું જોઈએ. ડ્રોઇંગરૂમમાં મહેમાનની સામે બેસવાની દિશાનો પ્રભાવ પણ જીવન પર પડે છે. વાસ્તુશાસ્ત્ર મુજબ ઘરના વડાએ હંમેશાં દરવાજા તરફ બેસી રહેવું જોઈએ. આમ કરવાથી, મહેમાન તમારા પર વર્ચસ્વ જમાવી શકશે નહીં અને તમારી અને તેની વચ્ચે કોઈ વાદ વિવાદ થશે નહીં.
આવા જ સરસ લેખ અથવા આવનારા પાર્ટની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team