ગણપતિદાદાનું આ અદભુત અને પાવન મંદિર આંધ્રપ્રદેશ માં આવેલું છે. આંધ્રપ્રદેશના ચિત્તુર જિલ્લામાં આવેલી ઈરલા મંડળ નામની આ જગ્યાએ ગણપતિનું મંદિર આવેલ છે. અને ગામના લોકોની માન્યતા છે કે ગણપતિજીની મૂર્તિ ધીમે ધીમે પોતાનો આકાર વધે છે અને લોકો આ મંદિરને પાણીના દેવતા નું મંદિર પણ કહે છે. અને લોકો એવું પણ જણાવી રહ્યા છે કે આ મંદિર બહુધા નદીની વચ્ચે બનેલું છે તેથી તેનું પવિત્ર જળ ગ્રહણ કરવાથી અનેક બીમારીઓને દૂર કરી શકાય છે.
આ મંદિર તિરુપતિ જતા જ રસ્તામાં ભક્તો પહેલા આ મંદિરમાં આવે છે અને ગણેશજીના દર્શન કરે છે. અને લોકોની માન્યતા છે કે આ મંદિરમાં આવવાથી દરેક ભક્તોના દુઃખ દર્દ દૂર થઈ જાય છે.
એવું કહેવામાં આવે છે કે ભગવાન ગણેશના ભક્ત શ્રી લક્ષ્મમ્માએ લગભગ 50 વર્ષ પહેલાં તેમને એક ઢાલ આપી હતી, પરંતુ મૂર્તિના કદમાં વધારો થવાને કારણે, ભગવાન દ્વારા તે ઢાલ હવે પહેરાવામાં આવતી નથી. એવું કહેવાય છે કે જો કોઈ વ્યક્તિ કનિપક્કમ ગણેશના દર્શન કરે છે તો તે ગમે તેટલો પાપી કેમ ન હોય તેના તમામ પાપોનો નાશ થઈ જાય છે.
આ મંદિર સૌપ્રથમ 11મી સદીમાં ચોલ રાજા કુલોથુંગા ચોલા દ્વારા બનાવવામાં આવ્યું હતું. અને ત્યારબાદ ફરી વિજયનગર વંશના રાજાએ 1336માં આ મંદિરનું સમારકામ કરાવ્યું અને તેમને મોટું મંદિર બનાવ્યું. આ મંદિર નદીના કિનારે આવેલું છે. તેથી તેનું નામ કનિપક્કમ પડ્યું. તથા કહેવાય છે કે આ મંદિરમાં ગણેશજીની મૂર્તિનું કદ દિવસેને દિવસે વધતું જાય છે. અને તેનો પુરાવો તેમના પેટ અને ઘૂંટણ છે, જે મોટા અને મોટા થઈ રહ્યા છે.
આ મંદિરમાં દર્શન સંબંધિત એક નિયમ છે. અને એવું માનવામાં આવે છે કે આ નિયમનું પાલન કરવાથી બધા પાપોનો નાશ થાય છે. નિયમ એ છે કે વ્યક્તિએ પોતાનાપાપો માટે ક્ષમા માંગવી જોઈએ. અને તેમને અહીં નદીમાં સ્નાન કરવું પડશે અને પ્રતિજ્ઞા લેવી પડશે કે તે ફરીથી ક્યારેય તે પાપ કરશે નહીં જેના માટે તે ક્ષમા માંગવા આવ્યા છે.
જુના પુરાણોમાં પણ ભગવાન ગણપતિજી ના અલગ અલગ ચમત્કારોની ઘણી બધી વાત કરવામાં આવી છે અને તે ચમત્કારો આજે પણ આપણે જોઈ શકીએ છીએ. આ મંદિરમાં દરરોજ એક ચમત્કાર જોવા મળે જ છે અને ગણપતિ મંદિરમાં દરરોજ એક ચમત્કાર થતો જોવા મળે જ છે. ભગવાન ગણેશજીનું આ મંદિર અનેક કારણોસર પોતાનામાં અનોખું અને અદ્ભુત છે અને કહેવાય છે કે આ મંદિરમાં ભગવાન ગણેશની મૂર્તિનું કદ દિવસેને દિવસે વધતું જાય છે. અહીં આવનારા ભક્તોની પરેશાનીઓ ગણપતિજી તરત જ દૂર કરે છે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team