આ વાતમાં કોઈ શંકા નથી કે લોંગ ડિસ્ટન્સ રિલાસંશિપમાં રહેવું કોઈ સરળ કામ નથી. ખૂબ ઓછા લોકો એવા હોય છે જે હજારો માઈલ ના અંતરે રહીને પોતાના પ્રેમ માટે સંપૂર્ણ ઈમાનદાર હોય છે. આ એક કારણ પણ છે જેમાં ઘણા લોકો માને છે કે લોંગ ડિસ્ટન્સ રિલાસંશિપના સંબંધોમાં કોઈ ભવિષ્ય હોતું નથી. આવા સંબંધોમાં જોડાઈને ક્યારેય પણ તમારું હૃદય તૂટી શકે છે. જોકે ઘણી હદ સુધી લોકોની આવી વાતો સાચી પણ છે કેમ કે આવા સંબંધોમાં દરેક ક્ષણે આ વાતની તક બની રહે છે કે તમારો જીવનસાથી ક્યારે બીજા કોઈ તરફ આકર્ષિત થઇ જાય. હા કેટલીક વાતોનું ધ્યાન રાખવામાં આવે તો આવા સંબંધોને નિભાવવું કોઈ મોટી વાત નથી, જેનું જીવતું જાગતું ઉદાહરણ બોલીવુડ રાધિકા આપ્ટે અને બેનેડિક્ટ ટેલરના મજબૂત સંબંધ છે.
ઘણા ઓછા લોકો આ વાતને જાણે છે કે વર્ષ ૨૦૧૨ માં રાધિકાએ લંડન ના શ્રેષ્ઠ સંગીતકાર બેનેડિક્ટ ટેલર સાથે રજીસ્ટર્ડ લગ્ન કર્યા હતા. બંનેના આ ગુપ્ત લગ્ન હતા, જેનો ખુલાસો લગભગ એક વર્ષ પછી થયો હતો. લગ્ન પછી થી રાધિકા અને બેનેડિક્ટ એક લોંગ ડિસ્ટન્સ રિલાસંશિપને અનુસરી રહ્યા હતા. જોકે, એવું બિલકુલ નહોતું કે આ બંને એ સાથે રહેવાનો પ્રયત્ન કર્યો ન હતો, પરંતુ કામ પર પડતી ખરાબ અસરને લીધે તેઓએ જુદા જુદા રહેવાનો નિર્ણય કર્યો, જેના કારણે તેઓની મુલાકાત વર્ષ માં ૧૨ વખત જ થતી હતી.
કોસ્મોપોલીટન ઇન્ડિયા ને આપેલા એક ઇન્ટરવ્યુમાં રાધિકાએ જણાવ્યું હતું કે, હું અને મારો પતિ બેનેડિક્ટ દર મહિને એક બીજા ને મળવાનો પ્રયત્ન કરીએ છીએ. કાં તો તે ભારત આવે છે કા હું તેના માટે લંડન જાઉં છું.જોકે, અમારા બંનેને મળવા માટે સમય કાઢવો ખુબ જ મુશ્કેલ છે, પરંતુ એક સાચા સંબંધ ને જાળવવા માટે આ બધી વસ્તુઓ પણ ખૂબ મહત્વપૂર્ણ છે. અમે દર મહિને કેટલાક દિવસો માટે એક સાથે રહેવાનો પ્રયત્ન કરીએ છીએ,તેના માટે અમે ક્યારેક ક્યારેક બીજી યોજનાઓને પણ રદ કરી દઈએ છીએ. ઘણીવાર એવું પણ થયું છે કે અમારા વ્યસ્ત ટાઈમ ટેબલ ને લીધે અમે મહિના -દોઢ મહિના સુધી મળી નથી શકતા પરંતુ, અમે તેને ક્યારેય પણ એનાથી વધારે આગળ વધવા દેતા નથી.
કેમ રહે છે સંબંધો તૂટવાનો ભય:
આ વાતને નામંજૂર કરી શકાય છે કે દરેક સંબંધોમાં ઉતાર ચઢાવ નો તબક્કો આવે છે, જે વસ્તુઓને અલગ અલગ કરવામાં પણ ઘણી હદ સુધી જવાબદાર હોય છે. આવું જ કંઈક લોંગ ડિસ્ટન્સ રિલાસંશિપ વાળા યુગલો સાથે પણ થાય છે જે ઘણીવાર એક સંબંધમાં રહ્યા પછી પણ એકલતાનો શિકાર બની જાય છે.
જોકે, વધારે પડતું અંતર પર ક્યારેક ક્યારેક સંબંધોમાં મધુરતા લાવે છે, પરંતુ લોંગ ડિસ્ટન્સ રિલાસંશિપ વાળા યુગલો એકબીજાનો હાથ પકડવો, એક જ ટેબલ પર સાથે ભોજન કરવું, આંખોમાં આંખો નાંખીને વાતો કરવી જેવી વસ્તુઓની ઉણપનો અનુભવ કરે છે, જેના લીધે જ્યારે તેઓને કોઈ બીજાનો સાથ મળે છે તો તેઓ જલ્દી તે લોકો તરફ આકર્ષિત થઇ જાય છે. જ્યારે નીક જોનસ સાથેની પહેલી મુલાકાત પછી ખરાબ રીતે પ્રિયંકા ચોપડા ગુસ્સે થઈ ગઈ હતી, ત્યારે તેનું કારણ એ કે ઘણીવાર વાત બગડે છે.
શીખવાની જરૂર છે:
એક લોંગ ડિસ્ટન્સ રિલાસંશિપના સંબંધથી તમારે બંને એ શીખવાની જરૂર છે. આવા સમય ને તમે બંને એકબીજા માટે તમારા પ્રેમની પરીક્ષા રૂપે જુઓ. એ વિચારવાને બદલે કે લોંગ ડિસ્ટન્સ રિલાસંશિપના સબંધ તમને બંનેને જુદા કરી રહ્યું છે. રાધિકા આપ્ટે અને બેનેડિક્ટ ટેલર ના સંબંધની સૌથી સારી વાત એ છે કે તે બંને લાખ વ્યસ્ત હોવા છતાં પણ એકબીજા માટે સમય કાઢી લે છે. જેના લીધે પણ તેઓને ક્યારેય આ વાતનો અનુભવ નથી થતો કે તેઓ એક લોંગ ડિસ્ટન્સ રિલાસંશિપ વાળા સંબંધનું અનુસરણ કરી રહ્યા છે.
જીવનસાથી પ્રત્યે વફાદાર:
લોંગ ડિસ્ટન્સ રિલાસંશિપ વાળા સંબંધોમાં રહેનારા યુગલો દરેક ક્ષણે પોતાના જીવનસાથી સાથે છેતરપિંડીથી ડરતા હોય છે. જોકે, તમે શરૂઆતથી જ તમારા સંબંધમાં નિખાલસતા અને ઇમાનદારી રાખો તો આવા સંબંધોને મિસાલ બનવામાં વાર નથી લાગતી. રાધિકાએ જ્યારે બેનેડિક્ટ ટેલર સાથે ગુપ્ત લગ્ન કર્યા તો ઘણા લોકો નું કહેવું હતું કે સમયની સાથે તેઓ નો સબંધ નબળો થઇ જશે. જોકે, બંનેના સાથે સ્પોર્ટ કરેલા ફોટાઓ તેમના ખુશહાલ લગ્ન વિશે બધું જ જાહેર કરવા માટે પૂરતું છે. જ્યારે પોતાના લગ્નની તારીખ ભૂલી ગયા હતા અજય દેવગન, આ વાતને લઈને ન જાણે કેટલાય યુગલોમાં લડાઈ થાય છે.
સમજદાર બનો:
એક લોંગ ડિસ્ટન્સ રિલાસંશિપ વાળા સંબંધને સંભાળવા માટે તમારે બંનેએ જ સમજદાર બનવું પડશે. તમારે બંનેએ સમજવું પડશે કે તમારા બંનેનું જીવન એકબીજાથી એકદમ અલગ છે. તમે બંને લોકોને મળશો અને નવા મિત્રો પણ બનાવશો, જેમાં શંકા અને ઈર્ષા જેવી જગ્યાઓ નું હોવું એ તમારા સંબંધને ખરાબ કરી શકે છે.
આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : FaktGujarati Team