પ્રેગનેન્સીના શરૂઆતી દિવસોમાં સ્ત્રીને બહુ તકલીફ પડતી નથી પરંતુ જેમ જેમ દિવસો જતા જાય છે અને ગર્ભનો વિકાસ થતો જાય છે એમ સ્ત્રીને ચાલવામાં અને બેસવામાં પણ તકલીફ પડતી હોય છે. ખુદના રોજીંદા કામ કરવામાં પણ વધુ સમય લાગી જતો હોય છે. પ્રેગનેન્સીના નવ મહિનામાંથી છ મહિના પછી સ્ત્રીને શારીરિક રીતે વધુ મજબૂત રહેવું પડે છે કારણ કે બાળકનો સંપર્ક સીધો માતા સાથે હોય છે.
આજના લેખમાં એક અગત્યના પ્રશ્નનો જવાબ જણાવવામાં આવ્યો છે. પ્રેગનેન્સી વખતે સીડી ચડવી જોઈએ કે નહીં? આ પ્રશ્ન દરેક સ્ત્રીને મૂંઝવતો રહે છે. આ પ્રશ્નના જવાબ માટે આ લેખને છેલ્લે સુધી વાંચી લો.
આમ તો સીડી ચડવી એ એક પ્રકારની કસરત જ ગણવામાં આવે છે. શરીરને એક્ટીવ રાખવા માટેની ‘બેસ્ટ કી’ પણ કહી શકાય. પણ આ જ ફીઝીકલ એક્ટીવીટી પ્રેગનેન્સી દરમિયાન ધ્યાન રાખીને અપનાવવી પડે છે. એવામાં અમુક ઘરમાં વડીલો પ્રેગનેન્ટ સ્ત્રીને સીડી ચડવાની મનાઈ જ કરી દે છે… પણ સવાલ એ છે કે ખરેખર પ્રેગનેન્સી વખતે સીડી ચડવી જોઈએ કે નહીં?
આ માહિતીને અમે સરળ શબ્દોમાં લખી છે – ગર્ભાવસ્થાના શરૂઆતી દિવસોમાં બોડી બેલેન્સ કરવામાં ઓછી તકલીફ પડે છે અને આ સમયમાં સીડી ચડવી સુરક્ષિત માનવામાં આવે છે. પણ ગર્ભના વિકાસ બાદ સ્ત્રીનું શરીર વજનદાર બની જતું હોય છે જેથી બોડીને બેલેન્સ કરવું અઘરૂ બનતું હોય છે. આ સમયે સીડી ચડવી જોખમી ગણાય છે. ગર્ભના વિકાસ બાદ રેલીંગની મદદથી જ સીડી ચડવી જોઈએ.
રીસર્ચમાં જાણવા મળ્યું છે કે, પ્રેગનેન્સી વખતે સીડી ચડવાથી બ્લડપ્રેશરના નિયંત્રણમાં ફાયદો થાય છે, પણ એ સાથે સાવધાની તો ખરી જ!! સાવધાનીથી સીધી ચડવી-ઉતરવી જોઈએ. પગથીયા પરથી ઉતરતી વખતે ખાસ ધ્યાન રાખવું જોઈએ. અંતે સવાલ ગર્ભમાં રહેલા ખુદના બાળકનો હોય છે….
આ લેખની માહિતી બહુ નાની છે પણ યાદ રાખીને સમજવા જેવી છે. આપણા આસપાસનું જ્ઞાન આપણને કામ આવવું જોઈએ, એ જ અમારો આજનો પ્રયાસ હતો. આશા છે કે આ માહિતી આપને ખુબ પસંદ આવી હશે.
અન્ય રસપ્રદ માહિતી વાંચવા માટે ફેસબુક પેજ ફક્ત ગુજરાતીને લાઈક કરવાનું ભૂલશો નહીં. અહીં તમને અવનવી માહિતીનો ખજાનો મળતો રહેશે.
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : Ravi Gohel