લીંબુ તો બધાએ જોયું હશે અને તેની કિંમત વિશે પણ અંદાજો હશે. પણ એક જગ્યા એવી છે જ્યાં લીંબુની કિંમત ૨૭૦૦૦ રૂપિયા છે. જી હા, એક લીંબુની કિંમત પુરા ૨૭૦૦૦ રૂપિયા. આ માહિતી પર વિશ્વાસ ન આવે એવી તો સચ્ચાઈ જાણવા માટે આ લેખને વાંચી લો. એટલે ખબર પડી જશે કે શા માટે એક લીંબુની કિંમત ૨૭૦૦૦?
લીંબુ તો બધાએ જોયું હશે અને તેની કિંમત વિશે પણ અંદાજો હશે. પણ એક જગ્યા એવી છે જ્યાં લીંબુની કિંમત ૨૭૦૦૦ રૂપિયા છે. જી હા, એક લીંબુની કિંમત પુરા ૨૭૦૦૦ રૂપિયા. આ માહિતી પર વિશ્વાસ ન આવે એવી તો સચ્ચાઈ જાણવા માટે આ લેખને વાંચી લો. એટલે ખબર પડી જશે કે શા માટે એક લીંબુની કિંમત ૨૭૦૦૦?
ચાલો, આજના લેખમાં ‘લીંબુ’ જેવી જ રસપ્રદ માહિતી જાણીએ. આ લેખને અંત સુધી વાંચી તમે જ જાણી લો એવું તો શું ખાસ છે કે, એક લીંબુ માટે હજારો રૂપિયા ચુકવવા તૈયાર થાય છે?
લીંબુ શરીર માટે ફાયદાકારક છે. એમાં પણ ઉનાળાની સીઝનમાં લીંબુ અતિગુણકારી ગણાય છે. લીંબુનો રસ શરીર માટે ઉતમ ગણાય છે. એ સિવાય લીંબુ ધાર્મિક ક્ષેત્રમાં પણ ઉપયોગી છે. ખાસ કરીને દક્ષિણ ભારતમાં ધાર્મિક રીતે લીંબુનો ખાસ ઉપયોગ કરવામાં આવે છે.
ભારતના તમિલનાડુમાં એક મંદિર આવેલું છે. અહીં મંદિરમાં ભગવાનને લીંબુ ચઢાવવામાં આવે છે. આ ભગવાનના ચરણમાં ઘરેલું લીંબુ ભક્તો આસ્થાના કારણે ખરીદે છે અને એ માટે આ લીંબુ માટે તે ૨૭૦૦૦ રૂપિયા પણ ચૂકવે છે.
તમિલનાડુના આ મંદિરમાં ૧૧ દિવસ સુધી વિશેષ પૂજા કરવામાં આવે છે. એ સમયમાં લીબું પણ પ્રસાદ તરીકે ચડાવવામાં આવે છે અને પૂજા સમાપ્ત થાય છે ત્યારે ભગવાનને જે લીબું સમર્પિત કરવામાં આવ્યું હોય તેની નીલામી થાય છે.
આ ઉત્સવમાં એક નહીં પણ ૯ લીંબુનો ભોગ ધરવામાં આવે છે. આ વખતના ઉત્સવની વાત કરીએ તો મંદિરની સંસ્થાને લીંબુની નીલામી કરી હતી ત્યારે ૬૮૦૦૦ રૂપિયા પ્રાપ્ત થયા હતા.
એમાં એક પૈસાદાર દંપતીએ લીંબુને ૨૭૦૦૦ રૂપિયામાં ખરીદ્યા. મંદિરમાં વર્ષોથી આ પરંપરાને અનુસરવામાં આવે છે. જયારે પણ તમિલનાડુના આ મંદિરમાં મહાપ્રસાદનો ભોગ ધરવામાં આવે છે, ત્યારે ભગવાનને ચડાવેલા લીબું હજારો રૂપિયામાં વહેંચાય છે.
છે ને પણ…એક લીંબુનો હજારો રૂપિયાનો ભાવ. આમ અતો લોકોને એવું થાય કે લીંબુનો ભાવ શું હોય!! પણ આ ભગવાનના ચરણોમાં લીંબુ ઘરવામાં આવે પછી તેનો ભાવ હજારો રૂપિયા થઇ જાય છે એટલે જે લોકો ભગવાનમાં આસ્થા રાખે છે તેની કિંમત હજારો રૂપિયા થઇ જાય છે.
એ સાથે નવીનતમ ધાર્મિક માહિતી “ફક્ત ગુજરાતી”ના ફેસબુક પેજ માધ્યમ થાકી જાણવા મળશે તો આ પેજ સાથે જોડાયેલા રહેજો.
Author : Ravi Gohel