રસોડામાં જે મસાલાને વર્ષોથી વાપરીએ છીએ એ જ છે વજન ઉતારવા માટેની જોરદાર ઔષધી

રસોડામાં વપરાતા મસાલાને માત્ર વાનગીની શોભા કે સ્વાદને બહેતર બનાવવા માટે જ વાપરવામાં આવે એવું નથી! રસોડામાં વાપરવામાં આવતા મસાલા સ્વાદની લહેજત તો વધારે જ છે પણ સાથે સાથે તે વજન ઉતારવા માટે પણ મદદ કરે છે. શું તમે જાણો છો એવા ક્યાં મસાલા છે જેનો ઉપયોગ શરીરની ચરબી ઉતારવા માટે પણ કરી શકાય છે. તો ચાલો માહિતીની સફર કરીએ :

મસાલાની શરીરને શું ફાયદો થાય છે?

અસલમાં મસાલામાં એકસાથે ઘણા તત્વો મૌજુદ હોય છે, જે બધા સાથે મળીને હંમેશા શરીરને અને સ્વાસ્થ્યને સાચવવા માટે મદદ કરે છે. મસાલામાં કેલરી, શુગર, સોડીયમ વગેરેની માત્ર વધાર્યા વિના વાનગીને સ્વાદિષ્ટ બનાવવાનો ગુણધર્મ હોય છે. આ કારણે જ સ્વાસ્થ્યને ફાયદો થઇ શકે છે.

એવા ક્યાં મસાલા છે જે વજન ઉતારવા માટે બહુ જ અસરકારક છે?

Image by Steve Buissinne from Pixabay

હળદર :

હળદર પાઉડરને સામાન્ય રીતે બધા જ ઘરમાં વાપરવામાં આવે છે, તો હળદરને મસાલાની અંદર ‘રાજા’ પણ કહી શકાય. હળદર વગર દાળ-શાક કે અન્ય વાનગીમાં સ્વાદ અને રંગ આવી શકતો નથી. હળદર મેટાબોલિઝમને ઝડપી બનાવે છે. સાથે હળદરમાં એક થી વિશેષ ગુણ છે જે સ્વાસ્થ્યને સારું રાખવામાં મદદ કરે છે. વજન ઉતારવા માટે પણ હળદરનો ઉપયોગી હોય છે.

જીરું :

જીરું સ્વાદમાં સહેજ તીખાશવાળું હોય છે. અમુક લોકો જીરાનું સેવન મુખવાસની રીતે પણ કરતા હોય છે. બેશક! જીરું એટલે રસોડામાં વપરાતી વજન ઉતારવા માટેની દવા પણ કહી શકાય. ચરબીને ઓગળવા માટે વાનગીમાં કે બહારથી મુખવાસની જેમ અનુકુળ માત્રામાં જીરાનું સેવન કરી શકાય છે.

Image by congerdesign from Pixabay

આદુ:

આદુથી મોટાભાગે બધા લોકો પરિચિત હોય છે. ચા થી લઈને મોંઘીદાટ વાનગીઓ સુધી આદુ વાપરવામાં આવે છે. અને આદુની સુગંધ પણ બંધનાકની સમસ્યામાંથી છુટકારો આપે છે. જી હા બિલકુલ, આદુ પણ એવી ચીજ છે જેને રસોડામાં વાપરવામાં આવે છે અને એ પણ ચરબીને ઘટાડવા માટે મદદરૂપ થાય છે.

કાળા મરી:

ઘર-ઘરમાં વપરાતા તેજાનાના લીસ્ટમાં કાળા મરીનું નામ સામેલ છે. કાળા મરીને પેટના દર્દોના નિવારણમાં પણ વાપરવામાં આવે છે. એ સાથે જલ્દીથી વજન ઉતારવા માટે પણ કાળા મરીને ઉપયોગમાં લઇ શકાય છે. લીંબુ સરબતમાં કાળા મરીની ભૂક્કી ઉમેરીને કાળા મરીનું સેવન કરી શકાય છે.

આપણે બજારમાં મળતા ઔષધો અને બજારની અન્ય દવાઓનો ઉપયોગ વજન ઉતારવા માટે કરતા હોઈએ છીએ. પણ બહુ ઓછા લોકો જાણે છે રસોડામાં વપરાતા આ મસાલાઓ સ્વાસ્થ્ય માટે અતિ ગુણકારી છે સાથે ચરબીને બર્ન કરવામાં મદદ કરે છે.

આપ હળદર, જીરું, આદુ અને તીખાના વિવિધ રીતે ઉપયોગ કરી શકો છો. એ બધી રીતે વજન ઉતારવા માટેની બેસ્ટ રીતે છે. કારણ કે આ મસાલાઓમાં એવા ગુણધર્મો રહેલા છે જે કોઇપણ શરીરની ચરબીને જલ્દીથી ઓગળવા માટે કાફી છે. તો આજે અને અત્યારે જ આપણે અનુકુળ હોય એ રીતે અહીં જણાવેલા મસાલાનો ઉપયોગ કરવાનું શરૂ કરી દો.

આવી જ અન્ય રસપ્રદ માહિતી દરરોજ જાણવા માટે ગુજરાતી લોકોનું પ્રખ્યાત પેજ ‘ફક્ત ગુજરાતી’ સાથે જોડાયેલા રહો. અમે અહીં અવનવી માહિતીનો ખજાનો લાવતા રહીશું અને આપ સુધી પહોંચાડતા રહીશું. આભાર…

ખાસ નોંધ : ઉપરોક્ત માહિતી અમે ઇન્ટરનેટ ઉપર થી એકત્રિત કરેલ છે અને  અમારો મુખ્ય ઉદ્દેશ લોકો સુધી સારી માહિતી પોહચાડવાનો છે. અમે આનું  સમર્થન  નથી કરતાં તો આપ સૌવને ખાસ  વિનંતી છે કે ઉપરોક્ત આપેલ દરેક નુશ્ખા આપ પોતાની જવાબદારી ઉપર કરશો અને જો આપ ને કોઈ પ્રકારનો પ્રોબ્લેમ હોય તો આપના ડોક્ટર ની સલાહ આવશ્યક છે.

#Author : Ravi Gohel

Leave a Comment