ભક્તો માટે ખૂલ્યુ ભારતનું સૌથી ભવ્ય મંદિર, તે મંદિર જે હિન્દુ ધર્મના અઢાર પુરાણો માંથી એક સ્કંધ પુરાણમાં જોવા મળે છે

Image Source

વર્ષ 2014માં આંધ્ર પ્રદેશ તેલંગણા અલગ થયા બાદ અહીં એક ભવ્ય મંદિર ની ઉણપ હતી, જેમ આંધ્રપ્રદેશમાં તિરુપતિ બાલાજીનું મંદિર છે તેવી જ રીતે એક મંદિર માટે તેલંગાણા સરકારે પૌરાણિક મહત્વને નજરમાં રાખતાં યાદદ્રી લક્ષ્મી-નરસિંહ મંદિર બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી. અને 2016માં આ યોજનાને મંજૂરી મળી હતી ભગવાન વિષ્ણુએ નરસિંહ અવતાર ને સમર્પિત આ મંદિર ની ચર્ચા હિન્દુ ધર્મના અઢાર પુરાણો માંથી એક સ્કંધ પુરાણમાં જોવા મળે છે, અને તેની વિશાળતા તથા સમૃદ્ધિ નો અંદાજો એ વાતથી લગાવી શકાય છે કે હજારો વર્ષ જૂના મંદિર પહેલા ન એકરમાં હતું અને હવે તેને 1900 એકરની ભૂમિ ઉપર ભવ્ય રૂપ આપવામાં આવ્યું છે.

હૈદરાબાદ થી લગભગ 60 કિલોમીટરની દૂર આવેલ આ મંદિર ભારતના દરેક મંદિરની ભવ્યતાને ચેલેન્જ કરતું જોવા મળે છે. તેની માટે આર્કિટેક્ચર એ લગભગ પંદરસો નકશા અને અલગ અલગ યોજનાઓ પર કામ કર્યું છે આ મંદિરમાં 39 કિલો સોનું અને લગભગ 1753 ટન ચાંદી નો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેની યોજના ઉપર હજુ પણ કામ ચાલી રહ્યું છે પરંતુ અત્યારે ભક્તો માટે આ ભવ્ય મંદિર 28 માર્ચ 2022 થી ખુલી ગયું છે. લગભગ 1200 કરોડના ખર્ચા થી બનેલ આ મંદિરનું તેલંગાણાના મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવે સોમવારે ઉદઘાટન કર્યું. હવે આ મંદિર ભક્તો માટે ખૂલી ગયું છે. જો હૈદરાબાદ જવાનો તમે પ્લાન કરી રહ્યા છો તો આ મંદિરના દર્શન જરૂરથી કરજો.

Image Source

મંદિરનું નિર્માણ

અયોધ્યામાં બની રહેલા ભારતના ઐતિહાસિક રામમંદિરનો અનુમાનિત ખર્ચ લગભગ 1100 કરોડ બતાવવામાં આવ્યો છે, ત્યાં જ યદદ્રી મંદિરપ્રોજેક્ટ ઉપર તેલંગાણા સરકાર 1200 કરોડ રૂપિયા ખર્ચ કરી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે અત્યાર સુધી લગભગ 1000 કરોડ રૂપિયા ખર્ચ પણ થઈ ગયા છે બ્લેક ગ્રેનાઈટ સ્ટોન થી બનનારા આ મંદિર છેલ્લા સો વર્ષમાં દુનિયાનું સૌથી મોટું મંદિર છે, તેનું નિર્માણ સંપૂર્ણ રીતે શાસ્ત્રો અનુસાર કરવામાં આવ્યું છે અને ખૂબ જ મજબૂતીથી આ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે તથા જણાવવામાં આવે છે કે લગભગ 1000 વર્ષ સુધી તેને કંઈ જ થશે નહીં અને તેની સુંદરતા એવી છે કે જૂના મહેલો ને પણ તે પાછળ મૂકી દે આ મંદિરની પરિકલ્પના હૈદરાબાદના પ્રસિદ્ધ આર્કિટેક આનંદ સાંઈએ કરી છે.

મંદિરના રક્ષક હનુમાન

આ મંદિરના મુખ્ય દ્વાર ઉપર ભગવાન હનુમાનની ઉભી પ્રતિમા બનાવવામાં આવી છે આ કારણથી જ તેને મંદિરના મુખ્ય દેવતા માનવામાં આવે છે મંદિરની ભવ્યતા નો અંદાજો તમે અહીં સ્થાપિત પ્રતિમાથી જ લગાવી શકો છો.

Image Source

મંદિરની ભવ્યતા

12 ફૂટ ઊંચું અને 30 ફૂટ લાંબો ગુફામાં આવેલા મંદિર જમીનથી 510 ફૂટની ઊંચાઈ ઉપર યદાદ્રિગુટ્ટા પહાડ ઉપર આવેલ છે આ ગુફામાં જવાલા નરસિંહ, ગંધભીરંદા નરસિંહ અને યોગાનંદા નરસિંહ ની મૂર્તિ છે. વૈષ્ણવ પંથ ઉપર આધારિત આ મંદિરનું નિર્માણ પંચરથ શાસ્ત્રો અનુસાર કરવામાં આવ્યું છે. આ જૂના મંદિરમાં ગર્ભગૃહમાં કોઈ જ બદલાવ કરવામાં આવ્યો નથી અને બીજા ભાગને સંપૂર્ણ રીતે બદલી દેવામાં આવ્યું છે આ મંદિરનું પહેલું પિલર 2016માં ઊભું કરવામાં આવ્યું હતું. તમને જણાવી દઇએ કે આ મંદિરના નિર્માણમાં સિમેન્ટ નહીં પરંતુ ચૂનાનો ઉપયોગ કરવામાં આવ્યો છે બ્લેક ગ્રેનાઈટ પથ્થરના કારણે આ મંદિરમાં ગરમીમાં પણ ઠંડક અને ઠંડીમાં ગરમાવા નો અનુભવ થાય છે. આ મંદિરમાં છ દરવાજા બનાવવામાં આવ્યા છે અને દરેક દ્વાર ઉપર સોનાના કળશ ને સ્થાપિત કરવામાં આવ્યો છે.આ મંદિરની વાસ્તુકલા દ્રવિડ, પલ્લવ, ચોલ, ચાલુક્ય અને કાતકીય શૈલી ઉપર આધારિત છે.

વાળના દાન માટેની સુવિધા

આ મંદિરમાં તિરુપતિ બાલાજી ની જેમ જ વાળ દાન કરવાની સુવિધા છે, તેની માટેની એટલી મોટી જગ્યા છે કે 300 લોકો એકસાથે વાળ દાન કરી શકે છે. તેની સાથે જ સ્નાન કરવા માટે એક પુષ્કરણી નું નિર્માણ કરવામાં આવ્યું છે જ્યાં એક સાથે 300 લોકો સ્નાન કરી શકે છે.

Image Source

પર્યટકો માટે સુવિધાજનક

પર્યટકો માટે અલગ-અલગ પ્રકારના ગેસ્ટ હાઉસ અને વીવીઆઈપી લોકો માટે રેસિડેન્સીયલ વિલાનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે, તિરૂપતિ બાલાજી ના મંદિરની જેમ જ અહીં પણ પ્રસાદમાં લાડુ મળશે, જે મશીન દ્વારા તૈયાર કરવામાં આવશે તેની સાથે જ આ મંદિરમાં ગરીબો માટે મફત ભોજનની જગ્યા પણ આપવામાં આવશે.

21 માર્ચથી 28 સુધી પુરાણો અનુસાર ભવન કરાવ્યા બાદ 28 માર્ચે આ મંદિર ભક્તો માટે ખોલવામાં આવ્યું છે, તમારે પણ એક વખત આ મંદિરના દર્શન જરૂરથી કરવા જોઈએ.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment