એક રાજા તેના પુત્રને ખુબ જ પ્રેમ કરતો હતો અને આ રાજાએ તેના પુત્રને દરેક સુવિધાઓ આપી રાખી હતી. રાજા ક્યારેય પણ તેને કોઈ વસ્તુની ના પડતા નહિ. તેની સેવા માટે ૧૦ નોકર રાખ્યા હતા. પરંતુ આટલી બધી સુવિધાઓ મળતા છતાં પણ રાજકુમાર ખુશ રહી ના શકતો. રાજકુમારના ખુશ ના હોવાને લીધે રાજા પણ ખુશ રહી ના શકતા અને તેના વિશે જ વિચારતા કે આખરે હું એવું તો શું કરું કે રાજકુમાર ખુશ રેહવા લાગે.
એક દિવસ રાજાના મંત્રીએ તેને જણાવ્યું કે મહારાજ તમે ગૌતમ બુદ્ધ પાસે જઈ તેને તમારી બધી પરેશાનીઓ જણાવો. તેની પાસે આ વાતનો હલ જરૂર હશે. તેના મંત્રીની વાત સાંભળી રાજા તુરંત ગૌતમ બુદ્ધ પાસે ચાલ્યા ગયા. આશ્રમમાં પ્રવેશ કરતા જ રાજાએ જોયું કે આશ્રમના દરેક ભિક્ષુ ઘણા જ ખુશ હતા અને દરેક પોતાના કામ ખુશી ખુશીથી કરતા હતા.
થોડા સમય પછી રાજા ગૌતમ બુદ્ધને મળે છે અને કહે છે મેં મારા દીકરાને બધી જ સુવિધાઓ આપી છે અને દરેક સમયે નોકરો તેની સેવામાં હાજીર રહે છે પરંતુ તો પણ મારો દીકરો ખુશ નથી રહી શકતો. તમારા આશ્રમમાં રહેતા દરેક ભિક્ષુઓ પાસે કઈ પણ નથી તો પણ આ બધા આટલા ખુશ કેમ છે અને તેના કર્યો મઝાથી કરી રહ્યા છે, આવું કેમ ભલા ?
ભગવાન ગૌતમ બુદ્ધે રાજાના આ સવાલનો જવાબ આપતા કહ્યું કે જે લોકોના જીવનમાં સુવિધાઓ હોઈ છે તે લોકો આ સુવિધાઓ ને ખોવાની બીકથી હમેશા પરેશાન રહે છે એટલા માટે તે ખુશ નથી રહી શકતા. ત્યાં જ, જે લોકો ખુશીઓ સાથે સુવિધાઓનો ત્યાગ કરી દે એ લોકો સદાય ખુશ રહે છે. આ આશ્રમ માં રહેલા દરેક ભિક્ષુએ તેની સુવિધાઓ નો ત્યાગ કરેલો છે માટે તે ખુશ છે કેમકે તેને કઈ પણ વસ્તુ ખોવાની બીક નથી.
ત્યાં જ તમારો રાજકુમાર જે દરેક સુવિધાઓથી ઘેરાયેલો છે જેથી તેના મનમાં સદાય એ વાતનો ડર અને ચિંતા રહે છે કે તેના જીવનમાં આ સુવિધાઓ કોઈ છીનવી ના જાય. જેના લીધે તે દુઃખી રહે છે. જે દિવસે રાજકુમાર તેને મળેલી બધી સુવીધા ઓ નો ત્યાગ સાચા મનથી કરશે ત્યારે તેના જીવનમાંથી ડર અને ચિંતા દુર થઈ જશે અને તે આ ભિક્ષુની રીતે સદાય ખુશ રહેશે.
ગૌતમ બુદ્ધની આ વાત સાંભળી રાજાને સમજમાં આવી ગયું કે તેના દ્વારા રાજકુમારને આપવામાં આવેલી આટલી સુવિધાઓને કારણે રાજકુમાર દુઃખી રહે છે એટલા માટે રાજકુમારને જેટલી ઓછી સુવિધાઓ આપવામાં આવશે એટલો જ તે વધુ ખુશ રહી શકશે.
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : Shivani & FaktGujarati Team