કોરોનાના દર્દીઓના સેમ્પલ લઇને વાંદરાએ કર્યું કંઈક આવું વધું જાણો

દેશભરમાં કોરોનાને લીધે લોકડાઉન ચાલી રહ્યું છે. કોરોનાને ફેલાવતો અટકાવવા લોકો ઘણી કાળજીઓ પણ રાખી રહ્યા છે. છતાં પણ કેસ વધતા જ જાય છે. આજે અમે તમને એક વાનરે કેટલી હદ પાર કરી તેના વિષે જણાવીશું, જેને આ કોરોનાના સમયમાં બધાને ભારે સંકટમાં મૂકી દીધા હતા. ઉત્તરપ્રદેશ એક તરફ કોરોના સામે લડવા માટે સ્વાસ્થ્ય વ્યવસ્થામાં સુધારો કરી રહ્યું છે. તો બીજી તરફ સ્વાસ્થ્ય કર્મીઓને અલગ જ પડકારનો સામનો કરવો પડી રહ્યો છે. મેરઠમાં વાનરોએ મેડિકલ કોલેજને પરેશાન કરી મુકી છે.

image source

મેડિકલ કોલેજમાં વાનર સતત દર્દી, ડોક્ટર અને પેરા મેડિકલ સ્ટાફને પરેશાન કરે છે. તાજેતરમાં થયું એમ કે મેડિકલ કોલેજમાં વાનરે એક લેબ ટેક્નીશિયન પાસેથી કોરોનાના સેમ્પલ છીનવી લીધા અને આ ઘટનાનો વીડિયો વાયરલ થઈ ગયો. ભારે મુશ્કેલી બાદ પણ વાનર હાથ ન લાગ્યો. આખરે દર્દીના ફરીથી બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા હતા.

image source

આ ઘટના બે દિવસ પહેલાની છે. આ ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં વાનર પેડ પર બેઠા છે અને સેમ્પલ કલેક્શન કિટ ચાવી રહ્યા છે. ત્યારે આ અંગે ડૉ. ધીરજ બાલિયાનનું કહેવું છે કે લેબ ટેક્નીશિયને તેમને આ માહિતી આપી હતી. વાનર સ્વાસ્થ્ય કર્મીઓ પાસેથી સેમ્પલ છીનવી લઇ ગયા હતા. તેમણે કિટ ફાડીને સેમ્પલ નષ્ટ કરી દીધા હતા. બાદમાં ફરી વખત દર્દીઓના સેમ્પલ લેવામાં આવ્યા.

વધુમાં તેમણે જણાવ્યું કે, વાનર ઝાડ પર ચડી ગયા હતા. તે સેમ્પલના સંપર્કમાં કોઈ વ્યક્તિ નથી આવ્યું. પરંતુ લોકોમાં ચર્ચા છે કે કંઇક વાનર તો સંક્રમિત નહીં થઇ જાયને. આના પર હજુ સુધી કોઈ શોધ નથી થઇ, એટલા માટે હજુ કંઇ કહી ના શકાય.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો… 🙂 આભાર 🙂

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Shivani & FaktGujarati Team

Leave a Comment