આપણે બધા સમયની સાથે ચાલવા માટે આધુનિક વસ્તુઓને આપણાથી દૂર કરી દઈએ છીએ. પરંતુ આપણા જૂના જમાનાના સમયની એવી પણ કેટલીક વસ્તુઓ હતી જે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક હતી. ઉદાહરણ તરીકે જૂના સમયમાં મોટાભાગના ઘરોમાં તાંબાના જ વાસણોમાં પાણી ભરી પીતા હતા. એ ઉપરાંત લોકો તાંબાના જ વાસણમાં જમતા પણ હતા. પરંતુ આજે રસોડાની સુંદરતમાં વધારો કરવા માટે તાંબાના વાસણોની જગ્યાએ સ્ટીલના વાસણો આવી ગયા છે. તાંબાના વાસણમાં પાણી પીવાથી તેમજ ખાવાથી શરીરને શું શું ફાયદા થઇ શકે તે વિશે વાત કરીએ.
વજન ઘટાડવા માટે
તાંબામાં એવાં તત્ત્વ મળી આવે છે જે મેટાબોલિઝમને વધારવાની સાથેસાથે પાચનક્રિયા પણ મજબૂત બનાવે છે. તેનાથી ફેટ જલદીથી અને આસાનીથી બર્ન થઇ જાય છે. ફેટ બર્ન થાય એટલે વજન પણ આપોઆપ ઘટવા લાગે છે. આમ વજન ઘટાડવામાં પણ તાંબુ મદદરૂપ થાય છે.
તાંબુ કઈ રીતે ફાયદાકારક છે?
તાંબાને નેચરલ એન્ટિ ઓક્સિડેન્ટ માનવામાં આવે છે. તેની અંદર સ્ટેરેલાઇઝિંગના ગુણ સમાયેલા હોય છે, જે બેક્ટેરિયાને પાણી અને ખોરાકથી દૂર રાખે છે. આયુર્વેદ પ્રમાણે તાંબુ શરીરના ત્રણ દોષ વાત, પિત્ત અને કફને પણ શરીરથી દૂર રાખે છે તેમજ તે બોડી ડીટોક્સનું પણ કામ કરી જાણે છે.
યાદશક્તિ વધારવા
નાનાં બાળકોને પણ તાંબાના વાસણમાં પાણી પિવડાવવું જોઇએ, કારણ કે તેનાથી યાદશક્તિ મજબૂત બને છે. મગજ શાર્પ બને છે. નાનાં બાળકો અને વૃદ્ધો માટે આ ઇલાજ જરૂરી છે.
શરીરના દુખાવાથી રાહત
તાંબુ પાણી સાથે મળીને રાસાયણિક પ્રક્રિયા કરે છે. જેનાથી પાણીની અંદર એન્ટિ બેક્ટેરિયલ અને એન્ટિ ઇન્ફ્લેમેટરી ગુણ પેદા થાય છે. તેનાથી શરીરના દુખાવાની તકલીફ દૂર થાય છે.
ગર્ભાવસ્થામાં ફાયદાકારક
તાંબાના વાસણમાં પાણી પીવું ગર્ભવતી મહિલાઓ માટે ફાયદાકારક છે. તે લાલ રક્તકોષિકાઓનું નિર્માણ કરે છે. આ ગર્ભમાં ઉછરી રહેલા બાળક માટે જરૂરી છે. ગર્ભવતી મહિલાના શરીરમાં લોહી અને રક્તકોષિકાઓ વધે તે તેના માટે જરૂરી છે.
કેન્સરથી બચાવે
શોધ અનુસાર તાંબુ કેન્સરની શરૂઆતને રોકવામાં મદદરૂપ થાય છે, કેમ કે તેમાં કેન્સરવિરોધી તત્ત્વો ઉપલબ્ધ હોય છે. તે શરીરને ડીટોક્સ કરવાનું કામ પણ કરે છે, જેથી શરીરનો કચરો બહાર નીકળી જવાથી કેન્સરનું જોખમ પણ ઘટી જતું હોય છે.
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો… 🙂 આભાર 🙂
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : Shivani & FaktGujarati Team