દર વર્ષે કાર્તિક માસમાં શુક્લ પક્ષની નામની તિથિને આમલા નવમી પણ કહેવામાં આવે છે. આ પર્વ પ્રકૃતિના પ્રતિ આભાર માનવા માટે છે.એવું કહેવામાં આવે છે કે આ દિવસે આમળાના ઝાડ નીચે બેસવાથી અને ભોજન કરવાથી બીમારીઓનો નાશ થાય છે. તથા મહિલાઓ પરિવારના સ્વાસ્થ્ય અને સલામતી માટે અને પૂજા કરે છે. રાજસ્થાનના ભરતપુર જિલ્લાના એક એવા કિસ્સા ની કહાની જણાવવા જઈ રહ્યા છીએ જેમને આમળાના બાગને વિકસિત કરીને ખુબ જ વાહ વાહી ભેગી કરી છે.
ગરીબીમાંથી ઉગારવા માટે ખેતીની સાથે સાથે કરતા હતા માલસામાનની હેરફેર
ભરતપુર જિલ્લાના કુમ્હેર તહસીલ ના એક ગામમાં પેંઘોર નગલા સુમન. આ ગામમાં આજે લગભગ લોકોની પાસે કામ જ કામ છે. દરેક ઘરના લોકો કોઈને કોઈ રોજગાર અને ધંધા સાથે જોડાયેલા છે તેમાંથી જ એક કિસાન છે અમરસિંહ તે કોઈ 1996-97 ની વાત હશે જ્યારે ગરીબીથી ઝઝૂમી રહેલા અમરસિંહ પોતાના અને પોતાના પરિવારનું પેટ ભરવા માટે ઘઉં અને સરસવની પારંપરિક ખેતી કરતા હતા. અને માલ સામાન ની અવરજવર કરવા માટે નાના વાહન પણ ચલાવતા હતા. તેનાથી તેમનું પેટ તો ભરાઈ જતું હતું પરંતુ બાળકોના ભણતર અને બીજા ખર્ચા માટે રૂપિયા રહેતા નહીં.
મહિલા દુકાનદાર પાસે સમોસા માંગ્યા આદત મુજબ જ્યારે પણ કંઈ પણ ખાય ત્યારે કાગળને જરૂર વાંચતા
આજ વિચારમાં ડૂબેલા અમરસિંહ એક દિવસ પોતાની ગાડી લઈને નીકળ્યા ત્યારે ઘણો બધો સમય વીતી ગયો હતો તેમને અચાનક જ ભૂખ લાગી અને તે કુમ્હેર બજારમાં એક દુકાન ઉપર બેઠા અને ત્યાં આવેલ દુકાનદાર થી સમોસા લીધા અને તેને ખાવા લાગ્યા.તેમની આદત મુજબ જ્યારે તે કંઈ પણ ખાતા ત્યારે તે કાગળને જરૂરથી વાંચતા હતા તેમાં ખાવા-પીવાની કોઈ વસ્તુ હોતી. તે દિવસે પણ જ્યારે તેમને સમોસા ખાધા ત્યારે તે કાગળને વાંચવા લાગ્યા તેમાં આમળા ના ફાયદા વિશે જણાવવામાં આવ્યું હતું. ત્યાંથી જ અમરસિંહના મનમાં આમળાની ખેતી કરવાનો વિચાર આવ્યો.
માં ડરી ગઈ હતી કે ખેતર ને ખરાબ ન કરશો, ઝગડા પણ થશે, પત્ની બોલી જે થશે એ જોઈ લઈશું
આમળાની ખેતી કરવાના વિચારને અમરસિંહ જ્યારે પોતાની મા અને પત્ની ને જણાવ્યું ત્યારે તેમની માતા ડરી ગઈ હતી, તેમણે કહ્યું હતું કે તે આ શું નવું કરવાનું વિચાર્યું છે. ક્યાંક આપણું ખેતર ખરાબ ન થઈ જાય અને આપણો જે થોડો ઘણો પાક છે તે પણ ખરાબ ન થઈ જાય તેની સાથે જ આ કારણે ગામમાં બીજા લોકો સાથે ઝઘડા પણ થઈ શકે છે. પરંતુ ખૂબ જ બનાવ્યા બાદ તે તૈયાર થઈ હતી ત્યાં જ પત્ની ઉર્મિલા એ કહ્યું કે તમે જો વિચાર્યું છે તો તમે આ જરૂર કરજો. જો જે પણ કંઈ થશે તે આપણે જોઈ લઈશું.
પત્ની ઉર્મિલા એ અમરસિંહે કહ્યું તમે આમળા ની ખેતી વિશે વિચાર્યું છે તો જરૂરથી તે કામ કરો આપણે બધા જ આ કામમાં મદદ કરીશું.
હાર્ટીકલ્ચર ડિપાર્ટમેન્ટમાં પૂછ્યું તો તેમને જણાવ્યું કે બકરી અથવા માછલી તમે પાળો પરંતુ આ કામ ન કરશો.
અમરસિંહ જણાવે છે કે જ્યારે મે આમળાના છોડ લગાવવાના વિશે વિચાર્યું ત્યારે સૌથી પહેલા સમસ્યા એ આવી છે તે છોડની વ્યવસ્થા કેવી રીતે કરવી. ત્યારબાદ તેમને એ જ સમયે હાર્ટીક્લચર ડિપાર્ટમેન્ટના લોકો સાથે વાત કરી તેમને જણાવ્યું કે બકરીનું પાલન કરો માછલી નું પાલન કરો. પરંતુ આ કામ ન કરશો કારણ કે રાજસ્થાનમાં આમળા કોણ ઉગાડી રહ્યું છે પરંતુ જ્યારે તેમને ભાર આપીને કહ્યું તેઓ ડિપાર્ટમેન્ટે તાત્કાલિક સુપરવાઇઝર સુબરણસિંહે તેમની મદદ કરી અને 19 રૂપિયાના પ્રતિ કિલોના છોડના હિસાબથી આમળાના છોડની વ્યવસ્થા કરી. તે જણાવે છે કે આ છોડની સાથે ખાસિયત એ પણ છે કે તેમાં જલ્દી કીડા પડતા નથી અને તે જાનવરોની પહોંચ થી પણ દૂર રહે છે.
બાળકોની જેમ જવાન થઈ ગયા છે આમળા ના ઝાડ હવે આપે છે ઘણા બધા ફળ અને થાય છે દરેક જગ્યાએ ચર્ચા
આમળાના છોડ ઘરમાં તો આવ્યા પરંતુ માતા અને પત્ની ખૂબ જ ખૂબ જ મહેનત અને ઉત્સાહથી તેને ખેતરમાં લગાવવાનું કામ શરૂ કરી દીધું. અમે બધાએ દિવસ-રાત તેમાં મહેનત કરી અને લગભગ છ વીઘા જમીન માં અમે આ છોડ લગાવ્યા.આજે અમારા આમળાના બાગ જવાન થઇ ગયા છે અને આ વાત તહસીલ હોર્ટીક્લચર ડિપાર્ટમેન્ટને જાણ થઈ ત્યારે તે લોકો ઘર સુધી જોવા માટે આવ્યા કે ભરતપુરમાં કોણ આમળા ઉગાવી રહ્યું છે. ત્યારબાદ તો દરેક વ્યક્તિ જોવા આવવા લાગ્યા. સૌ પ્રથમ તેઓ આમળાને કાચા જ વેચતા હતા ત્યારે તેમને ચાર લાખ રૂપિયાની કમાણી થતી હતી. જ્યારે આમળાની ખેતી ન હતી ત્યારે અમરસિંહ આ ખેતરમાં શાકભાજીની ખેતી કરતા હતા જેનાથી તેમને થોડી ઘણી કમાણી થઇ જતી હતી.
શરૂઆતમાં આમળાને સીધા જ બજાર પહોંચાડ્યા
મુરબ્બા બનાવવાનું કામ શરૂ કરતા જ વધી ડિમાન્ડ હવે 10 લાખ રૂપિયાની કમાણી કરે છે.
જ્યારે લોકો અમરસિંહના આમળા ના બાગ જોવા આવતા હતા ત્યારે તેમને મુરબ્બો અને અથાણું ખરીદવાની ડિમાન્ડ કરતાં હતા. ત્યારબાદ તેમને તેને બનાવવાનું કામ શરૂ કર્યું અને આ કામમાં તેમને પહેલાં તો ગામની લગભગ ૨૫ મહિલાઓને જોડી.જે દેશી રીતે કોઈપણ કેમિકલનો ઉપયોગ કર્યા વગર આમળાને ઉકાળવાથી લઈને ચાસણીમાં ડૂબાડવા સુધીનું કામ કરતા હતા.
અમરસિંહના ઘર ઉપર ગામની દસથી બાર મહિલાઓ મુરબ્બો તૈયાર કરીને કમાણી કરી રહી છે
આ પ્રકારના બહેતરીન મુરબ્બાની આસપાસના એરિયામાં ડિમાન્ડ ખૂબ જ વધી છે. પરંતુ લોકડાઉનમાં તકલીફ આવી ત્યારે તેમને લગભગ કામ મશીન દ્વારા શરૂ કર્યું હતું. અત્યારે પણ અહીં દસથી બાર મહિલા રોજગાર મેળવી રહી છે જે પોતાના ઘરનું કામકાજ પૂરું કરીને અહીં મુરબ્બો બનાવવામાં લાગી જાય છે. આમળાના પ્રોસેસિંગ કર્યા બાદ વર્ષના લગભગ 10 લાખ રૂપિયા સુધીની કમાણી થઈ જાય છે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team