હોલીવૂડના આ ફિલ્મમાં પાણીની જેમ રૂપિયા વાપરવામાં આવ્યા હતા – આ ફિલ્મનું નામ કદાચ તમને ખબર જ હશે..

ટાઈટેનિક ફિલ્મ એક સત્યઘટના પર આધારિત છે, જેમાં એક જહાજ વિશેની ઘટનાને વર્ણવામાં આવી છે. આજથી એક સદી પહેલા ૧૫ એપ્રિલ, ૧૯૧૨માં ભવ્ય એવું જહાજ મહાસાગરમાં ડૂબી ગયું હતું. આ દુર્ઘટનામાં ઘણા રૂપિયાનું નુકસાન થયું હતું. સાથે આ જહાજની કહાની એટલી પ્રચલિત થઇ કે, તેના પર ફિલ્મ પણ બનાવવામાં આવ્યું હતું. ૧૫૦૦થી વધુ લોકો જહાજ ડૂબ્યું તેમાં મૃત્યુ પામ્યા હતા. એ ઓરીજીનલ ઘટનામાંથી આ ફિલ્મ બનાવવામાં આવી હતી. પછી એ ફિલ્મ “ટાઈટેનિક” નામથી રીલીઝ કરવામાં આવી હતી. એ સમયમાં લોકોએ આ ફિલ્મને ખુબ પસંદ કરી હતી.

૧૯૯૭માં હોલીવૂડની ફિલ્મ ટાઈટેનિક નામથી રીલીઝ થઇ હતી. જેમાં જહાજ વિશેની તમામ ઘટના દર્શાવવામાં આવી હતી. ઓરીજીનલ ઘટના પર આધારિત આ ફિલ્મ તે સમયમાં ૧૨૫૦ કરોડથી વધુ રૂપિયાના બજેટમાં બની હતી. આ ફિલ્મમાંથી ૧૪ હજાર કરોડ રૂપિયાની કમાણી થઇ હતી. એટલે કે, આ ફિલ્મે તેના બજેટ કરતા ૧૧ ગણો વધુ નફો કર્યો હતો. એથી વિશેષ ઘણા બધા એવોર્ડના રેકોર્ડ પણ બનાવ્યા હતા. તો ચાલો એ જ ફિલ્મ ટાઈટેનિકના અમુક તથ્યો જાણીએ આજના આર્ટીકલમાં.

  • ટાઈટેનિક એવી ફિલ્મ હતી, જેના કિરદાર માટે બે વ્યક્તિઓને એવોર્ડ આપવામાં આવ્યા હતા. જેમાં કેટ વિન્સલેટ અને ગ્લોરિયા સ્ટુઅર્ટનું નામ હતું.
  • કેપ્ટન એડવર્ડ સ્મિથનો રોલ પહેલા “રોબર્ટ ડી નીરો”ને આપવામાં આવ્યો હતો. પણ તેની તબિયત ખરાબ હોવાના કારણે તેને આ ઓફરને જવા દીધી હતી.
  • ફિલ્મમાં જૈક ડોસનનો રોલ લખ્યા પછી ડાયરેક્ટર જેમ્સ કેમરૂનને ખબર પડી કે જહાજમાં વાસ્તવમાં એક જે. ડોસન નામનો વ્યક્તિ હતો.
  • જૈકની સ્કેચબૂકની બધી ડ્રોઈંગ જેમ્સ કેમરૂને બનાવી હતી. વિશેષમાં ફિલ્મમાં રોઝનું સ્કેચ દેખાડવામાં આવ્યું હતું એ પણ તેને જ બનાવ્યું હતું. ઉપરાંત એ સીન વખતે તેના જ હાથ દેખાડવામાં આવે છે.
  • અસલી ટાઈટેનિક ડૂબ્યું ત્યારે ગ્લોરિયાની ઉંમર માત્ર ૨ વર્ષની હતી. પછી તો તેને આ ફિલ્મમાં રોલ પણ કર્યો હતો.
  • ફિલ્મમાં એકસાથે મારવાવાળા કપલ્સ રીયલ લાઈફમાં “ઇસીડાર અને ઈડા સ્ટ્રોસ”થી ઇન્સ્પાયર્ડ હતા. ઈડાને તેની જિંદગી બચાવવા માટેનો મોકો મળ્યો હતો પણ તેને ઇસીડારને છોડવી ન હતી તેથી મારવાનું પસંદ કર્યું હતું.

હજુ આવા તો ઘણા ટાઈટેનિક વિશેના ફેક્ટ છે, જે ફિલ્મમાં પણ બતાવવામાં આવ્યા છે. એ સમયમાં હોલીવૂડની આ ફિલ્મ ભારતમાં પણ સારી એવી ચાલી હતી. આ ફિલ્મ રીલીઝ થઇ કે તરત જ સુપર-ડુપર રહી હતી અને બોક્સઓફીસ પર સારી માર્કેટ બનાવી હતી. હજુ પણ તમે આ ફિલ્મને ન જોય હોય તો ઈન્ટરનેટમાં સર્ચ કરીને આ ફિલ્મને નિહાળી શકો છો.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Ravi Gohel

Leave a Comment