કોરોના વાયરસના પ્રકોપના કારણે થયેલા લોકડાઉનથી લોકોની જિંદગી જાણે થંભી ગઇ છે. કોરોના વાયરસને લઈ આખી દુનિયા સહિત બોલિવૂડને પણ મોટું નુકસાન થયું છે. રોજ થતું શૂટિંગ બંધ છે અને કેટલીય ફિલ્મોની રીલિઝ તારીખ પણ ટાળી દેવામાં આવી છે. પરંતુ એ વચ્ચે અક્ષય કુમારને સૌથી મોટું નુકસાન ભોગવવું પડશે. તેની એકસાથે સાત ફિલ્મો ફસાઈ ગઈ છે એવું કહેવામાં આવી રહ્યું છે.
ઘણા નિર્માતા, દિગ્દર્શક, એક્ટર અને એક્ટ્રેસ ઉપરાંત ફિલ્મ ઉદ્યોગ સાથે સંકળાયેલા તમામ હાલમાં ઘરે બેઠા છે અને તેમનું નુકસાન કરોડોમાં પહોંચી ગયું છે. આ તમામમાં સૌથી વધુ વ્યસ્ત રહેતો કલાકાર છે અક્ષય કુમાર. ઘણી ફિલ્મોના શૂટિંગ અટકી પડ્યા છે તો કેટલીક ફિલ્મો તૈયાર પડી છે પણ તે રિલીઝ થઈ શકી નથી.
એક સાથે સંખ્યાબંધ ફિલ્મો કરે છે અક્ષય
અક્ષય કુમાર એવો સ્ટાર છે જે આખું વર્ષ મહેનત કરે છે અને એક સાથે સંખ્યાબંધ ફિલ્મોમાં કામ કરતો હોય છે. આમ અન્ય તમામ કરતાં તેને સૌથી વધુ નુકસાન થયું છે. તેની સાત ફિલ્મો ફસાઈ ગઈ છે જેમાં રોહિત શેટ્ટીની સૂર્યવંશી પણ સામેલ છે. માર્ચ મહિનામાં સૂર્યવંશી રિલિઝ થનારી હતી પરંતુ લોકડાઉન આવી જતાં તે અટકી ગઈ. આ ઉપરાંત લક્ષ્મી બોંબ ફિલ્મ પણ અટકી છે જેમાં અક્ષય કુમાર સાડી અને બંગડી પહેરીને રોલ કરી રહ્યો છે.
image source
અક્ષય પહેલી વાર આ પ્રકારના લૂકમાં દેખાવાનો હતો પરંતુ હવે તે કયારે રિલીઝ થશે તેનું નક્કી નથી. તેની બેલ બોટમ 2020ના અંતમાં રિલીઝ થનારી હતી તે અંગે પણ હવે અનિશ્ચિતતા પ્રવર્તી રહી છે. અક્ષયની એક મોટી ફિલ્મ અતરંગી રે પણ આવનારી હતી. જેમાં તેની સાથે સારા અલી ખાન અને ધનુષ કામ કરી રહ્યા છે.
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : Shivani & FaktGujarati Team