દેશમાં થશે પહેલો આત્મ-વિવાહ, જેમાં યુવતી પોતાની સાથે જ લગ્ન કરશે, બનાવશે પોતાને જ જીવનસાથી, જાણો સમગ્ર હકીકત

Image Source

લગ્ન આમ તો બે આત્માઓનું મિલન કહેવામાં આવે છે. પરંતુ આ વાક્ય ત્યારે જ સાર્થક બને જ્યારે બે વ્યક્તિ એકબીજા સાથે લગ્ન કરતા હોય. પરંતુ કોઈ પણ એક વ્યક્તિ દ્વારા લગ્ન કરવામાં આવે અને તે પણ પોતાની જાત સાથે.! તમને સાંભળીને થોડી નવાઇ લાગશે પરંતુ તમે બિલકુલ સાચું સાંભળ્યું છે. આજે જ્યાં લગ્ન કરવા અને પોતાના જીવનસાથીને પસંદગીને લઈને કાનૂની રીતે લોકોને ઘણા બધા અધિકાર પ્રાપ્ત છે અને ભારતમાં લગ્ન કરવું તો વધુ આસાન થઈ ગયું છે.

આપણા દેશમાં ગે મેરેજ અને લેસ્બિયન કપલ પણ પોતાની પસંદગીથી લગ્ન કરી રહ્યા છે, અને જેમાં કોઈ જ મોટી વાત નથી. દરેક વ્યક્તિની પોતાની પસંદગી હોય છે અને તેમનો અંગત મામલો પણ હોય છે પરંતુ તેનાથી એક સ્તર વધુ અલગ ગુજરાતની આ છોકરીએ ન તો કોઈ છોકરા સાથે લગ્ન કર્યું કે ન તો કોઈ છોકરી સાથે પરંતુ પોતાની જાત સાથે જ લગ્ન કરવાનો નિર્ણય લીધો.

તમે બિલકુલ સાચું છે ગુજરાત માં રહેનાર 24 વર્ષની ક્ષમા બિંદુ પોતાને કેટલો પ્રેમ કરે છે કે તે હવે પોતાની જાત સાથે જ લગ્ન કરવા જઈ રહી છે. જબ વી મેટ પિક્ચરમાં કરીના કપૂર નો એક ડાયલોગ હતો અને તેને કહ્યું હતું કે હું પોતાની ફેવરિટ છું. કદાચ આ ડાયલોગ ને જ ક્ષમા બિંદુએ સિરિયસલી લઇ લીધો છે. અને તે પોતાની જાત સાથે જ લગ્ન કરવા જઈ રહી છે આ સાંભળીને તમને અટપટો જરૂર લાગશે પરંતુ આ વાત તદ્દન સાચી છે.

Image Source

દેશનો પહેલો આત્મ વિવાહ

ક્ષમા ગુજરાતના વડોદરામાં રહે છે. જે હવે ભારત નો પહેલો આત્મ વિવાહ કરવાની છે. તે પોતાના લગ્નમાં દુલ્હો પણ બનશે અને દુલ્હન પણ બનશે. અને દરેક રિવાજ પોતાની જાતે જ નિભાવશે તથા એકલા હનીમૂન પર પણ જશે. તે અમે નહીં અમે નથી જણાવી રહ્યા પરંતુ ક્ષમા જાતે જ એક ઇન્ટરવ્યૂમાં જણાવી રહી છે. અને તે દેશનો પહેલો આત્મ વિવાહ થવા જઈ રહ્યો છે. તેના વિશે ક્ષમા જણાવે છે કે તેમનું લગ્ન અમુક લોકો માટે ખૂબ જ મહત્વ હોઈ શકે છે. અને તેમને આગળ જણાવ્યું હતું કે આ મારો નિર્ણય છે અને હું ઈચ્છું છું કે મહિલાઓને વધુ મહત્વ આપવામાં આવે. અને તમને જણાવી દઈએ કે આ લગ્ન અને તેમના માતા-પિતાની મંજૂરી પણ મળી ગઈ છે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment