જ્યાં સુધી એન્ટી એંજિંગ નો સવાલ છે, તો હંમેશા ગરદન પર ખૂબ જ સરળતાથી ઉંમર શોધી શકાય છે. ખરેખર, એવું બને છે કે આપણે ચહેરાની કાળજી તો રાખીએ છીએ, પરંતુ આપણે બાકી બાબતોનું ધ્યાન આપતા નથી. ચહેરાની સામે ગરદન હંમેશા જૂની દેખાય છે અને જે લોકોની ગરદનમાં પહેલાથી જ કરચલીઓ હોય છે, તેઓને તો આ તેનાથી પણ મોટી સમસ્યા લાગે છે. ગરદનમા કરચલી અને ડબલ ચિન ઘણીવાર તમારો આત્મવિશ્વાસ પણ ખરાબ કરે છે.
પરંતુ ગરદનની કરચલીઓ આપણે કેવી રીતે ઓછી કરી શકીએ તે જાણવા માટે ઘણી સારવારો લોકો કરે છે, પરંતુ તબીબી અને ત્વચારોગ સંબંધી સારવારની સાથે સાથે કેટલીક સ્કિન કેર હેક્સ અને રૂટિન પણ ખૂબ ફાયદાકારક સાબિત થઈ શકે છે.
સૌંદર્યલક્ષી ચિકિત્સક, ત્વચારોગ વિજ્ઞાની ડૉ. સરુ સિંઘે તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ગળાના એન્ટી એન્જિગ માટે સ્કિન કેર ટીપ શેર કરી છે. આ ઉપરાંત અમે તમને ગરદનની કરચલીઓ ઓછી કરવા અને લબડતી ત્વચાને ટાઈટ કરવા માટે કેટલીક ટિપ્સ વિશે જણાવીશું.
ગરદનની એન્ટી એંજીંગ માટે ત્વચારોગ વિજ્ઞાનની ટીપ્સ
સૌથી પહેલા તો વાત કરીએ કે ગરદનની કરચલીઓ ઓછી કરવા માટે ડૉક્ટર સરુ સિંહ કેવા પ્રકારની ટિપ બતાવી રહ્યા છે.
આજકાલ રેટિનોલનો ઉપયોગ ઘણો વધી ગયો છે. ઘણા ત્વચારોગ વિજ્ઞાનીઓ માને છે કે રેટિનોલ વધુ અસરકારક છે અને તેને એન્ટિ-એજિંગ તરીકે એક યોગ્ય ઘટક ગણવામાં આવે છે.
ગરદનની કરચલીઓ ઓછી કરવા અને લબડતી ત્વચાને ટાઈટ કરવા માટે ગરદનની મસાજ એ ખૂબ જ સારી રીત છે. આ માટે રેટિનોલનો સહારો લો.
શું કરવું
વટાણાના દાણા ના કદનું તમારી મનપસંદ રેટિનોલ ક્રીમનો જથ્થો લો. તે કોઈપણ ક્રીમ હોય શકે જે તમારી ત્વચાને અનુકૂળ હોઈ શકે છે.
તેનાથી ગરદનને માલિશ કરવાની છે અને તેને ઉપરની દિશામાં કરવાની હોય છે. એટલે કે નીચેથી ઉપર સુધી મસાજ કરવાની હોય છે.
તમારે ધ્યાન રાખવું પડશે કે તમે ગરદનની નીચે છાતીની ત્વચાને પણ તેનાથી કવર કરી લો. મસાજ તમારી ગરદનની ત્વચાને મોઇશ્ચરાઇઝ કરશે અને કરચલીઓ ઓછી કરશે.
આ દરરોજ બે વાર કરો.સવારે બહાર જતા પહેલા અને રાત્રે સુતા પહેલા.
ધ્યાનમાં રાખો કે સવારે તમારે આ મસાજ પછી સનસ્ક્રીનનો ઉપયોગ ચોક્કસ કરવો. જો તમે સનસ્ક્રીનનો ઉપયોગ નહી કરો તો સૂર્યની અસર ત્વચાને ઢીલી અને વૃદ્ધ બનાવશે.
ગરદનની કરચલીઓ ઘટાડવાના અન્ય ઉપાયો
જો તમને ગરદનની કરચલીઓના કારણે બહુ તકલીફ પડી રહી છે તો રેટિનોલ ઉપરાંત તમે તમારા સ્કિન કેર રૂટીનમાં આ વસ્તુઓ પણ સામેલ કરી શકો છો-
1.ઓલિવ ઓઈલથી મસાજ કરો. તે એક એન્ટીઑકિસડન્ટ હોય છે જે તમારી ત્વચાને વધુ સારી રીતે મોઇશ્ચરાઇઝ કરશે.
2.ઈંડાના સફેદ ભાગ સાથે એક નાની ચમચી બદામનું તેલ મિક્સ કરો અને તેને ત્યાં સુધી હલાવો જ્યાં સુધી તેનો રંગ એકસરખો ન થાય. ગરદન પર તેનો ઉપયોગ કરો જેથી ત્વચાને કડક કરી શકે.સુકાઈ જાય પછી તેને ધોઈ લો.
3.શુષ્ક ત્વચાની સમસ્યાથી પરેશાન લોકો પોતાની ત્વચા પર મધથી માલિશ પણ કરી શકે છે. આ ફાઈન લાઈન્સ ઘટાડવામાં મદદરૂપ સાબિત થશે. તમે મધને થોડું પાતળું કરી લો જેથી તે તમારી ત્વચા પર ચીકાશ ઉત્પન્ન ન કરે.
4.મેથીના દાણાના પાણીને પણ ત્વચા પર લગાવી શકાય છે જે ડિટોક્સ માટે ખૂબ જ સારું છે.
તમે ભલે કોઈપણ ટ્રિકનો ઉપયોગ કરી રહ્યા હોય, પહેલા પેચ ટેસ્ટ કરો. વાસ્તવમાં, જેમ દરેક સ્થિતિ માટે કોઈ એક જ દવા ન હોઈ શકે, તેવી જ રીતે સૌંદર્યના નુસખા પણ દરેક માટે એક સરખા ન હોઈ શકે. તમારી ત્વચા પર ઘણા નુસખા નુકસાન પણ પહોંચાડી શકે છે અને તેથી પહેલા પેચ ટેસ્ટ ચોક્કસ કરો.
જો તમને આ વાર્તા સારી લાગી હોય તો ચોક્કસ શેર કરજો. બીજી વાર્તાઓ વાંચવા માટે જોડાયેલા રહો ફક્ત ગુજરાતી સાથે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team