આપણો દેશ લૉકડાઉન અને કોરોના મહામારીને કારણે સંકટના સમયમાંથી પસાર થઈ રહ્યો છે ત્યારે આની અસર મંદિરો પર પણ જોવા મળી છે. તિરૂપતિ બાલાજી મંદિર દેશમાં સૌથી ધનાઢ્ય મંદિરમાનું એક માનવામાં આવે છે. શ્રદ્ધાળુઓ માટે મંદિરના કપાટ બંધ થઇ જતાં દાન પણ બંધ થઇ ગયું છે એવામાં દેશના સૌથી ધનાઢ્ય મંદિરે સંપત્તિઓની હરાજી કરવાનો નિર્ણય કર્યો છે.
હરાજી કરવાનો નિર્યણ
કોરોના વાયરસના કારણે દેશભરમાં ખૂબ માઠી અસર પડી રહી છે ત્યારે દેશનું સૌથી ધનાઢ્ય મંદિર પણ તેનાથી બાકાત નથી. એવામાં સંકટની પરિસ્થિતિમાં મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તોએ દાનમાં આપેલ 23 સંપત્તિઓની હરાજી કરવાનો નિર્ણય કર્યો છે. આ બધી જ સંપત્તિઓ તમિલનાડુમાં છે. તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ બોર્ડ દ્વારા આ સંપત્તિઓની હરાજીઓ માટે બે સમિતિનું ગઠન કર્યું છે. આ સંપત્તિઓ તમિલનાડુના વિવિધ જિલ્લાઓમાં ફેલાયેલી છે જેમાં ખેતીલાયક જમીનથી મકાનો પણ સામેલ છે.
આ મંદિરમાં 125 કરોડ રૂપિયાની જરૂર
આ સંપત્તિઓની હરાજીની કિંમત દોઢ કરોડ રૂપિયા રાખવામાં આવી છે. નોંધનીય છે કે મંદિરમાં નિયમિત ખર્ચ, સુરક્ષા અને કર્મચારીઓના વેતન માટે આશરે 125 કરોડ રૂપિયાની જરૂર પડે છે. પરંતુ લોકડાઉનનાં કારણે મંદિરના કપાટ શ્રદ્ધાળુઓ માટે બંધ થઇ જતા આશરે 400 કરોડની આવકનું નુકસાન થયું છે. આ મંદિરની આવકનો મુખ્ય સ્ત્રોત ભક્તોનું દાન જ છે.
મંદિર એફડી અને સોનાનો ઉપયોગ નહીં કરે
જોકે બાદમાં મંદિરના ટ્રસ્ટના ચેરમેન રેડ્ડીએ કહ્યું કે મે મહિના સુધી વેતનને લઈને કોઈ જ તકલીફ થઇ ન હતી અને જૂન મહિના સુધી લોકડાઉન લંબાય તો અમે તેની વ્યવસ્થા પણ કરી લઈશું. તેમણે એમ પણ કહ્યું કે આ નિર્ણય પાછલા બોર્ડ દ્વારા જ લેવામાં આવ્યો હતો જેને વર્તમાન બોર્ડ દ્વારા ફેબ્રુઆરી મહિનામાં તેને મંજુરી આપવામાં આવી અને હાલમાં જ પ્રકાશમાં આવી છે. મંદિર પાસે અબજોનું સોનું અને ફિક્સ્ડ ડીપોઝીટ છે પરંતુ ટ્રસ્ટનું માનવું છે કે તેનાં સાથે ભક્તોની આસ્થા જોડાયેલ હોવાથી તેને અમે હાથ પણ ન લગાવી શકીએ. મંદિર પાસે લગભગ 14000 હજાર કરોડની તો એફડી જ છે. ઉલ્લેખનીય છે કે, 20 માર્ચથી તિરુપતિ મંદિર બંધ છે.
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો… 🙂 આભાર 🙂
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : Shivani & FaktGujarati Team