કહેવાય છે ને કે ‘કચ્છ નહી દેખા તો કુછ નહી દેખા’. મિત્રો ગુજરાતના કચ્છમાં દર વર્ષે ભવ્ય રણ મહોત્સવ નું આયોજન થાય છે જ્યાં ગુજરાતની રંગબેરંગી સંસ્કૃતિનો નજરો જોવા મળે છે સાથે જ રણમાં ફેલાયેલા સુંદર સફેદ મીઠાનું આકર્ષણ પણ જોવા મળે છે.
કચ્છ જિલ્લો પશ્ચિમ ભારતમાં ગુજરાત રાજ્યનો એક જિલ્લો છે. 45,674 કિ.મી. ના વિસ્તારમાં ફેલાયેલો તે ભારતનો સૌથી મોટો જિલ્લો છે. કચ્છનો શાબ્દિક અર્થ- સમયાંતરે ભીના અને સુકા થાય છે. આ જિલ્લાનો મોટો ભાગ કચ્છના રણ તરીકે ઓળખાય છે. આ ભાગ વરસાદની મોસમમાં પાણીમાં ડૂબી જાય છે અને અન્ય ઋતુઓમાં સુકાઈ જાય છે. અને ત્યારબાદ અહી સફેદ મીઠાની ચાદર ફેલાય જાય છે. એક વિશાળ સફેદ રેગિસ્તાન જેના પર ચાંદની દુધિયા રોશની પડે તો હજારો લોકો તેને જોવા માટે ઉમટી પડે છે. આ નજારો જોવા માટે, દર વર્ષે રણ ઉત્સવનું આયોજન કરવામાં આવે છે. આ વખતે તે 28 ઓકટોબર 2019 થી શરૂ થઈ હતી અને 12 માર્ચ 2020 સુધી ઉજવાશે.
રણનું આકર્ષણ અને નમક ની ખેતી –
કાચબાના આકારમાં ફેલાયેલો આ વિસ્તાર બે ભાગમાં વહેંચાયેલો છે. ગ્રેટ રણ ૧૮,૦૦૦ વર્ગ કિમી માં ફેલાયેલો છે. તો બીજા ભાગને લિટલ રણ કહેવામાં આવે છે જે ૫,૦૦૦ વર્ગ કિમી માં ફેલાયેલો છે. આ બંનેને જોડી દઈએ તો, નમક અને ઘાસનું વિશાળ મેદાન બને છે, જે વિશ્વના સૌથી મોટા મીઠાના રણમાંથી એક છે. અહીંયા ભારતને 75 ટકા મીઠું મળે છે. આ સફેદ રણ એટલું સપાટ છે કે તમે ક્ષિતિજ પણ જોઈ શકો છો, જેમ કે સમુદ્રમાં દેખાય છે.
દરેક ક્ષણે બદલે છે નજરો –
રણની ખાસિયત એ છે કે તે પૂરો દિવસ તેનું રૂપ બદલે છે. સૂર્યોદય ના સમયે તેનું રૂપ કઈક અલગ જ હોઈ છે અને સુર્યાસ્ત પર પણ કઈ અલગ જ. ચાંદની રાતમાં તે કોઈ વહેતા સમુદ્ર જેવું જ લાગે છે. રણમાં બનેલા વોચ ટાવરથી આ બધા સ્વરૂપો સારી રીતે જોઈ શકાય છે. જ્યાં સારી એવી ભીડ લાગેલી હોઈ છે. રણ ઉત્સવની ઉજવણી કરવા માટે, આખું ટેન્ટ સિટી ગોઠવવામાં આવ્યું છે. શુદ્ધ ગુજરાતી ભોજનનો સ્વાદ અહીં રહેવા માટે લઈ શકાય છે.
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : Shivani & FaktGujarati Team