ભારતને તેમની જુદી જુદી બોલી, જાતિ, સંસ્કૃતિ અને સ્વાદ માટે જાણીતું છે. ખોરાક વિશે વાત કરતા, દરેક શહેરની પોતાની વિશિષ્ટ સુવિધા છે અને તે વાનગીઓથી પણ પ્રખ્યાત છે. આવી સ્થિતિમાં, કોઈપણ વાનગી ખાધા પછી તેના શહેરનું નામ આપોઆપ મોઢામાં આવે છે. તો ચાલો તમને જણાવીએ ભારતની કેટલીક ખાસ અને પ્રખ્યાત વાનગીઓ વિશે, જે આપણા શહેરની ઓળખ બની ગઈ છે.
ઇન્દોરી પૌવા :
પૌવા તો આજે ભારતની શ્રેષ્ઠ વાનગીઓ માંથી એક માનવામાં આવે છે. ખાવામાં સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોવાથી લોકો તેને ખાસકરીને નાસ્તામાં ખાવાનુ પસંદ કરે છે. તેને બનાવવા માટે જુદી જુદી શાકભાજીઓ, મગફળી અને લીંબુના રસનો ઉપયોગ કરવામાં આવે છે.
હૈદરાબાદી બિરયાની :
બિરયાનીને લોકો જુદી જુદી રીતે બનાવવાનું પસંદ કરે છે. પરંતુ હૈદરાબાદની બિરયાની તો દુનિયાભરમાં પ્રખ્યાત છે. ચિકન અને ઘણા બધા મસાલાથી તૈયાર આ બિરયાની નોન વેજીટેરિયન લોકોને ખુબજ પસંદ આવે છે. તેવામાં જો તમે પણ નોન વેજના શોખીન છો તો ક્યારેક હૈદરાબાદ જાઓ તો ત્યાંની બિરયાની ખાવાની ન ભૂલશો.
મુરાદાબાદી દાળ :
આ દાળને ખાસકરીને લગ્ન અથવા કોઈ ખાસ પ્રસંગ પર બનાવવામાં આવે છે. માનવામાં આવે છે કે આ દાળને સૌથી પહેલા શાહજહાંના ત્રીજા છોકરા મુરાદ બક્ષના રસોડામાં બનાવવામાં આવી હતી. કેહવાય છે કે તે તેમની રોજની દાળ ખાઈને થાકી ગયા હતા. તેવામાં પછી તેના સ્વાદમાં ફેરફાર લાવવા માટે કેટલાક પ્રયોગ કરવામાં આવ્યા હતા. ધુલી મગ દાળમાં જુદા જુદા પ્રકારના વઘાર કરીને ખાવામાં આવે છે. આવી સ્થિતિમાં તે તેમના ઉત્તમ સ્વાદ માટે ઘણી પ્રખ્યાત છે.
લખનવી તુંડે કબાબ:
માનવામાં આવે છે કે એક દિવ્યાંગે કબાબ બનાવ્યું હતું. તે ખાવામાં ખુબ સ્વાદિષ્ટ હોવાને કારણે તે લખનવી તુંડે કબાબના નામથી પ્રખ્યાત થઈ ગયુ. આ એક નોન વેજ વાનગી છે, જે મટન અને ઘણા બધા મસાલા ઉમેરીને બનાવવામાં આવે છે. તેને ખાસકરીને રૂમાલી રોટલી સાથે ખાવામાં આવે છે.
બનારસી લોંગલતા :
બનારસી લોંગલતાને લોકો સમોસાની સાથે ખાવાનુ પસંદ કરે છે. તેને બનાવવા માટે મેંદાનો લોટ બાંધી તેમાં ખોયા, એલચી પાવડર, નારિયેળ , સુકામેવા અને ખસખસનું મિશ્રણ ભરવામાં આવે છે. પછી તેને તેલમાં તળીને ચાસણીમાં ડુબાડીને ખાવામાં આવે છે. આમતો તે બનારસની મીઠાઈ છે. પરંતુ બંગાળના લોકો તેને કોલકતાની પ્રખ્યાત મીઠી વાનગી માને છે.
મુંબઈના સ્પેશિયલ વડાપાઉં :
મુંબઈના વડાપાઉં દુનિયાભરમાં પ્રખ્યાત છે. તેને ભારતીય બર્ગર પણ કહી શકાય છે. વડાપાઉં બનાવવા માટે પાવ ને વચ્ચે થી કાપી તેની અંદર લીલી મરચી અને લાલ ચટણી લગાવવામાં આવે છે. પછી તેમાં બટાકાનું વડુ રાખીને પીરસવામાં આવે છે.
આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : FaktGujarati Team