દોસ્તો તમને જણાવી દઈએ કે તમારા જ રસોડામાં તમારું સ્વાસ્થ્ય સંબંધિત એક ઔષધ રહેલું છે જેને નિયમિત રીતે લેવાથી તમને કોઈ પણ રોગ પાસે પણ નહી આવે. આ ઉત્તમ ઔષધ નું નામ છે મેથી. જી હા, દોસ્તો મેથી એક એવું ઔષધ છે જેને લેવાથી સંધિવા, સ્નાયુઓનો દુખાવો, કળતર, કટિશૂળ અને પગની એડીના દુખાવા તથા વાયુથી થતી વિકૃતિઓ પર મેથીનો એકાદ ઘરગથ્થું પ્રયોગ સારો સાબિત થાય છે. આવી મેથીને મર્હિષ સુશ્રુતે પિત્ત અને વાયુના રોગોનો નાશ કરનાર બૃંહણ એટલે વજન વધારનાર, પૌષ્ટિક અને પ્રસૂતાનું ધાવણ વધારનાર કહી છે. પ્રસૂતિ પછી ઘણી સ્ત્રીઓને કટિશૂળની ઉત્પત્તિ થાય છે. એટલે જ આપણે ત્યાં પ્રસૂતિ પછી મેથીનું વસાણું આપવાનો રિવાજ-પરંપરા છે. આજે અમે તમને મેથીના અમુક ગુણો વિશે જણાવીશું. ચાલો જાણીએ…
મેથીના ગુણકર્મ –
મેથીના બીજ-દાણા વાયુનો નાશ કરનાર, સોજા ઉતારનાર, ગર્ભાશયનું સંકોચન કરાવનાર, શ્વેતપ્રદરનાશક અને વાયુનું અનલોમન કરાવનાર તથા કબજિયાત મટાડનારા છે. વાયુના રોગો, પિત્તના રોગો, અપચો, મોળ, ઊબકા, આફરો, ગેસ, ખાટા અને કડવા ઓડકાર, ઉદરશૂળ, પાતળા ઝાડા, જ્વર, ઊલટી, કબજિયાત, મસા, કૃમિ, વાતજન્ય હૃદયરોગ, કટિશૂળ, એડીનો દુખાવો વગેરેમાં હિતાવહ છે. મેથીને શુક્રાણુંનાશક કહેવાય છે. એટલે જેમને સીમેન રિપોર્ટમાં જંતુઓ વધારે પ્રમાણમાં મરી જતા હોય, તેમણે મેથીનો ઉપયોગ કરવો હિતાવહ નથી.
પિત્ત પ્રકૃતિવાળાને જો કબજિયાત રહેતી હોય, તેમણે પેટ સાફ લાવવા માટે મેથીની ભાજીનો ઉપયોગ કરવો. મેથીનું મુખ્ય કાર્યક્ષેત્ર પાચનતંત્ર અને ગૌણ કાર્યક્ષેત્ર રક્તાદિ ધાતુઓ અને વાત-નાડીઓ નર્વ છે. કાચી મેથીનું ચૂર્ણ આમાશય, લીવર, રક્તવહન તંત્ર અને નર્વસતંત્ર પર ઉત્તેજક અસર દર્શાવે છે. મેથીની ફાકીથી મોળ, ઊબકા, ઊલટી વગેરે બંધ થાય છે.
પાનીના દુખાવા પર –
આયુર્વેદના ‘વાતકંટક’ વ્યાધિને કેલ્કેનિયર સ્પર કે એસ્ટિયોફાઇડ કહેવાય છે. જેમાં પગની એડીનું હાડકું હૂકની જેમ વધે છે અને ચાલતી વખતે તેમાં અસહ્ય દુખાવો ઉત્પન્ન થાય છે. આધુનિક ચિકિત્સકો પાસે તેના બે જ ઉપચાર છે. ડીપ એક્સ-રે અથવા ઓપરેશન. આવા દર્દીઓને માટે એ ઉપચાર કરતાં મેથીનો ઉપચાર લાંબાગાળે અક્સિર પુરવાર થાય છે. જેમને આવી વિકૃતિ હોય તેમણે દુખાવા પર સવારે અને રાત્રે રેતીનો શેક કરવો અને દરરોજ અડધી ચમચી મેથીનું ચૂર્ણ સવારે અને રાત્રે લેવું. આ ઉપચાર ૩થી ૪ મહિના રોગ મટી જાય ત્યાં સુધી કરવો જોઈએ.
શ્વેતપ્રદર પર –
સ્ત્રીઓમાં આજકાલ શ્વેતપ્રદરને સામાન્ય ભાષામાં પાણી પડવું કે શરીર ધોવાવું તથા અંગ્રેજીમાં લ્યુકોરિયા કહેવામાં આવે છે. ગર્ભાશયની શિથિલતા, ગર્ભાશયનો ક્ષય, સોજો, ગર્ભાશયના મસા કે યોનિમાર્ગની વિકૃતિઓ વગેરે શ્વેત સ્રાવનો મૂળભૂત ગમે તે કારણો હોય, પરંતુ આ બધામાં મેથીના ચૂર્ણની પોટલીથી ઉત્તમ પરિણામ મળે છે. એક સ્વચ્છ જીણા કપડામાં એકથી દોઢ ચમચી જેટલી મેથીનું બારીક ચૂર્ણ કરી તેની લાંબી પોટલી બનાવી ગરમ પાણીમાં ડૂબાડી કાઢી લેવી. ઠંડી પડયા પછી એ પોટલી યોનિમાં સવારે અને રાત્રે ધારણ કરવામાં આવે તથા અડધી ચમચી જેટલું મેથીનું ચૂર્ણ અડધી ચમચી જેટલા ગોળ સાથે સવારે અને રાત્રે જો બેથી ત્રણ અઠવાડિયાં લેવામાં આવે તો શ્વેત-સ્રાવ અથવા લ્યુકોરિયાની તકલીફ મટે છે.
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : Shivani & FaktGujarati Team