ઉનાળાની ઋતુ શરૂ થતા અને બાળકોની એક્જામ પૂરી થાય એ પછી ભારતમાં રજાઓ શરૂ થાય છે.ઉનાળા ના વેકેશન નો સમય પરિવાર અને બાળકો સાથે રજાઓ એન્જોય કરવા નો એક આદર્શ સમય છે. ગ્રીષ્મ કાલીન અવકાશ એક એવો સમય છે કે જ્યારે મોટાભાગના ભારતીયો તેમના પરિવાર સાથે ભારતના જુદા જુદા સ્થળોએ ફરવા જાય છે અને થોડા સમય માંટે તેમના વ્યસ્ત જીવન ભૂલીને આનંદ માણવાનું પસંદ કરે છે.
જો તમે પણ આ વર્ષે તમારા પરિવાર સાથે ક્યાંક રજાઓ એન્જોય કરવા જવા માંગતા હોવ અને કોઈ સારી જગ્યા માંટે વિચારી રહ્યા છો, તો પછી આજ ના આ લેખમાં અમે તમને ભારતના 10 સૌથી પ્રખ્યાત સ્થળો વિશે જણાવીશું. જે તમારા વેકેશન માટે એક દમ પર્ફેક્ટ રહેશે.
મનાલી એક એવી સુંદર જગ્યા જ્યાં તમે તમારા પરિવાર સાથે રજાઓ એન્જોય કરી શકો છો
ભારતના લોકો પરિવાર સાથે રજા માણવા માટે મનાલી જઈ શકે છે જે સૌથી સુંદર સ્થાન છે. અહીં તમને ઘણા હિલ સ્ટેશન જોવા મળશે જ્યાં તમે ગરમી માં પણ બરફનો આનંદ માણી શકો અને તમે તમારા પરિવાર સાથે એક સ્નોમેન બનાવીને એન્જોય કરી શકો છો. અહીં તમે ઘણા બરફથી ઢંકાયેલ પહાડો અને હિલ્સ જોઈ શકો છો. મનાલી એ પરિવાર સાથે એન્જોય કરવાની સાથે પ્રકૃતિને માણવાની એક સુંદર જગ્યા છે.
જો તમે ઉનાળાની ઋતુમાં બરફ જોવા માંગતા હો, તો મનાલી એક શ્રેષ્ઠ જગ્યા છે. જે તમે હિમાચલના રોહતાંગમાં જોવા મળશે. આ રજાની ઋતુઓ મનાલીમાં એડવેન્ચર સ્પોર્ટ્સ નો પણ આનંદ લઈ શકો છો. રોહતાંગ માં આઇસ સ્કીઇંગ થઈ શકે છે અને કુલ્લુ ઘાટી ની સુંદરતાનો આનંદ માણી શકાય છે.
ઋષિકેશ – રજાઓ માં પરિવાર સાથે ફરવા માટેનું સારું સ્થાન
ઋષિકેશ એક સરસ જગ્યા છે.જેને દેશની યોગ રાજધાની તરીકે પણ ઓળખવામાં આવે છે. ઋષિકેશ પવિત્ર શહેર આ સમય માં પુખ્ત વયના લોકો અને બાળકોને એડવેન્ચર માંટે પણ છૂટ આપે છે. તમે અહીં પરિવાર સાથે બંજી જમ્પિંગની મજા લઇ શકો છો અને અહીં રાફ્ટિંગ પણ કરી શકો છો સાથે જ સ્પા અને યોગ શિબિરનો અનુભવ પણ કરી શકો છો. ઋષિકેશ, દિલ્હીથી માત્ર 230 કિલોમીટર દૂર છે. વિકેન્ડ માંટે તે એક ઉત્તમ જગ્યા છે.
હિમાચલ પર્યટન – પરિવાર સાથે રજા પર જવાનું સ્થળ
હિમાચલ એ ભારતના પરિવાર સાથે રજાઓ માટેનું એક લોકપ્રિય સ્થાન છે, તે ભીડ ભાંડ વાળી જગ્યા થી દૂર આરામદાયક રજાઓ માટે પ્રખ્યાત છે, તેની સુંદર ઘાટી ને કારણે, તે પારિવારિક રજાઓ માટે આદર્શ સ્થળ છે. જો તમે સુંદર વાદીઓ, ટ્રેકિંગ, નદી ને કિનારે પિકનિક મનાવું અને નદીની કિનારે કેમ્પિંગ કરવા માંગતા હોવ તો આ જગ્યા પર જરૂર થી જવું.
ભારતમાં શ્રેષ્ઠ હોલીડે ડેસ્ટિનેશન રાજસ્થાન ટૂરિઝમ
ગરમી માં ફેમિલી સાથે વેકેશન માણવા માંટે ના લોકપ્રિય સ્થાનો માં રાજસ્થાનનું નામ જોઇને તમે ચોંકી ગયા હશો? કારણ કે ઉનાળા માં ત્યાં ગરમી વધુ હોય છે. પરંતુ રાજસ્થાનમાં સવાર અને સાંજનું વાતાવરણ સુખદ અને સુંદર હોય છે. મોટાભાગના દરિયાકાંઠાના અને અંતરિયાળ પ્રદેશોથી વિપરીત, રાજસ્થાનમાં ઉનાળો શુષ્ક અને ભેજવાળો નથી હોતો, જેના લીધે અહીં સવાર અને સાંજે ગરમી ઓછી પડે છે. જો તમે ઉનાળા માં પરિવાર સાથે રાજસ્થાન વેકેશન માણવા માંગતા હો, તો તમારે તમારા પ્રવાસનો સમય ટૂંકાવી દેવો.
રાજસ્થાનમાં સવાર ના સમયએ બર્ડ વોચીન્ગ અને ટ્રેકિંગ માં વિતાવો અને બપોર ના સમયે તમે હોટેલ ના એર કંડિશનર રૂમમાં પસાર કરી શકો છો. રાત્રે તમે ફરવા, શોપિંગ કરવા અને સાંસ્કૃતિક કાર્યક્રમોની સાથે સરોવરની બાજુમાં આઈસ્ક્રીમનો આનંદ માણી શકો છો. રાજસ્થાનમાં કેટલાક સ્થળો છે જેમ કે માઉન્ટ આબુ, ઉદયપુર અને જેસલમેર જ્યાં તમે ઉનાળા દરમિયાન મુલાકાત લઈ શકો છો.
કુટુંબ સાથે રજાઓ માણવા નું એક બીજું સ્થાન મેઘાલય
પરિવાર ની સાથે વેકેશન માણવા માંટે મેઘાલય સૌથી લોકપ્રિય સ્થળ છે. મેઘાલયમાં ચેરાપુંજી સૌથી ભેજવાળી અને વરસાદી સ્થળ છે. મેઘાલયની પ્રાકૃતિક સુંદરતા માણવા માંટે તમારે ઉત્તર પૂર્વ ભારતની મુલાકાત અવશ્ય લેવી. મેઘાલયમાં ચાના બગીચાથી શણગારેલી ટેકરીઓ, પ્રાકૃતિક સૌન્દર્ય, અહીં અને ત્યાં વહેતા જરના, શાંતિપૂર્ણ મઠો વગેરે તમે અહીં જોઈ શકો છો. મેઘાલયને પૃથ્વી પરના સૌથી ભવ્ય સ્થાનોમાંથી એક માનવામાં આવે છે. જ્યાં તમને આ બધું જોવા મળે છે. જો તમે પરિવાર સાથે રજા માણવા નું વિચારી રહ્યા છો, તો પછી તમારે મેઘાલય અવશ્ય જવું જોઈએ.
પરિવાર સાથે વેકેશન પર જવા માટે નું એક બેસ્ટ સ્થાન છે ઉટી
ઉનાળાના વેકેશનમાં ઉટી એ ભારતના પરિવાર માંટે સૌથી લોકપ્રિય અને મુલાકાત લેવાયેલા હિલ સ્ટેશનમાંથી એક છે, ઉટી એ એક પર્યટક સ્થળ છે જે તેના કુદરતી સૌંદર્યથી ભરેલું છે. અહીં બોટનિકલ ગાર્ડન છે, જે શહેરના મધ્યમાં સ્થિત છે. આ બગીચામાં એક એકર જમીનમાં વિવિધ જાતિના છોડ અને ફૂલો છે, જે અહીંનું સૌથી આકર્ષક જોવાલાયક સ્થળ છે. ઉટીમાં, તમે નીલગિરી પર્વત, રોઝ ગાર્ડ, થ્રેડ ગાર્ડન, એમરાલ્ડ તળાવ, વગેરે જગ્યા પર ફરવા જઈ શકો છો. અહીંયા ની લીલોતરી, ઠંડુ વાતાવરણ, તરતા તળાવો એક અલગ સુખદ અનુભવ આપે છે, તેથી જો તમે તમારા પરિવાર સાથે વેકેશન માણવા નું વિચારી રહ્યાં છો તો તમે ઉટી જઈ શકો છો.
મધ્યપ્રદેશના બાંધવગઢ નેશનલ પાર્ક ખૂબ પ્રખ્યાત અને જોવાલાયક સ્થળ છે
પરિવાર અને બાળકો સાથે રજા માણવા માંટે તમે મધ્યપ્રદેશના બાંધવગઢ રાષ્ટ્રીય ઉદ્યાન એ એક સૌથી યોગ્ય સ્થાન છે. મે-જૂન અહીં આવવાનો સૌથી યોગ્ય સમય માનવામાં આવે છે કારણ કે આ સમયે ચોમાસાની શરૂઆત થાય છે, તેથી તમને દરેક જગ્યાએ લીલોતરી જોવા મળે છે, ઘણાં બધા પ્રકારનાં ખીલેલા ફૂલો જોવા મળે છે, જે તમને વધારે આકર્ષિત કરશે. બાંધવગઢ રાષ્ટ્રીય ઉદ્યાનમાં તમને ભારતની પ્રાણીસૃષ્ટિની વિવિધ પ્રજાતિઓ જોવા મળશે. અહીં તમે તમારા બાળકોને મોગલીનું ઘર પણ બતાવી શકો છો, તળાવો, પર્વતોની સાથે સાથે અહીં જીવોને મનોરંજન કરતાં જોઈને તમારા બાળકો ને પણ ઘણો આનંદ થશે. તેથી જો તમે તમારા દૈનિક જીવનને થોડા સમય માંટે છોડી ને તમારા પરિવાર અને બાળકો સાથે થોડા દિવસો માટે બાંધવગઢ રાષ્ટ્રીય ઉદ્યાનની મુલાકાત જરૂર થી લો.
મહાબળેશ્વર, ભારત માં પરિવાર સાથે રજા માણવા નું એક ઉત્તમ સ્થળ
પરિવાર સાથે ઉનાળાના વેકેશનમાં મહાબળેશ્વર મહારાષ્ટ્રનું સૌથી યોગ્ય અને લોકપ્રિય સ્થાન છે. ઉનાળામાં, ભારત માં વિવિધ ફળો જેવા કે કેરી, ચીકુ, તડબૂચ જોવા મળે છે. મહાબળેશ્વરને પ્રાકૃતિક સુંદર શહેર ની સાથે સાથે સુગંધિત આલ્ફન્સ, સ્ટ્રોબેરી અને અન્ય ફળોનું ઘર પણ કહેવામાં આવે છે જ્યાં તમને ફળોના બગીચા પણ જોવા મળી શકશે. અહીં તમે તમારા પરિવાર સાથે દૈનિક મુશ્કેલીઓથી થોડા દૂર આરામદાયક હોટલમાં મહાબળેશ્વરના રસદાર ફળનો આનંદ લઈ શકો છો.
પરિવાર ની સાથે રજા માટેનું શ્રેષ્ઠ સ્થળ મુન્નાર છે
જો તમે આ ઉનાળાની રજાઓ દક્ષિણ ભારતમાં તમારા પરિવાર સાથે ઉજવવા માંગતા હોવ તો મુન્નાર સૌથી લોકપ્રિય સ્થાનોમાંનું એક છે, મુન્નાર પર્વતો પર હોવાને કારણે ત્યાંના મનોહર દ્રશ્ય, સુખદ વાતાવરણ, લીલોતરી તમને આનંદીત અને આકર્ષિત કરશે. મુન્નારમાં, તમે તમારા પરિવાર સાથે નૌકા વિહાર, ગોલ્ફ, ટ્રેકિંગ, જેવીમનોરંજક પ્રવૃત્તિઓ પણ માણી શકો છો. મુન્નારમાં તમે ઇરવીકુલમ અને પલાની રાષ્ટ્રીય ઉદ્યાનો ફરી ને રમણીય સૌંદર્ય જોઈ શકો છો. તમે મુન્નારમાં ત્યાં ની વાનગીઓ નો પણ મજા લઈ શકો છો. જો તમે પરિવાર સાથે ક્યાંક ફરવા જવાનું વિચારી રહ્યા છો, તો તમે મુન્નર જરૂર થી જાવ.
અંદમાન ટાપુ પરિવાર સાથે વેકેશન માણવા નું ઉત્તમ સ્થળ
અંદમાન ટાપુ પરિવાર સાથે ઉનાળુ વેકેશન ગાળવા માટેનું એક શ્રેષ્ઠ સ્થાન છે. ઉનાળા દરમિયાન આંદમાન આઇલેન્ડ્સમાં, તમને એક સુંદર અને સુખદ વાતાવરણ પણ મળશે. અહીં તમે તમારા હોટલના રૂમની બારીઓથી સમુદ્રનો નજારો પણ જોઈ શકો છો. આંદમાન આઇલેન્ડમાં, તમે સફેદ રેતી પર ચાલતા ચિત્ર બનાવું. અને પાણી ની અંદર રમત પણ રમી શકો છો.
અને સાંજે તમે બીચ પર ફરવા પણ જઈ શકો છો અને સૂર્યાસ્તનો અદભૂત દૃશ્ય પણ જોઈ શકો છો, અહીંયા ની સુંદરતા તમને મંત્ર-મુગ્ધ કરશે. તેથી જો તમે ઝળહળતી ગરમીથી રાહત મેળવવા અને તમારા પરિવાર સાથે રજા માણવા માંગતા હોવ તો આ એક બેસ્ટ ઓપ્શન છે.
આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : FaktGujarati Team