
ફળોનો રાજા એટલે કેરી. ઉનાળો એટલે કેરીની સીઝન. કેરી સૌને ભાવતી હોય છે પછી તે કાચી કેરી હોય કે પાકી .ઉનાળાની ગરમીમાં લૂ થી બચવા થી લઈને પેટમાં ટાઢક સુધીનું કામ કરે છે . પરંતુ અહીં આપણે કાચી કેરીના કેટલાક ફાયદા જોઈશું.
એક કાચી કેરી માં 35સફરજન ,18 કેળાં, 9 લીંબુ અને 3 સંતરા જેટલા વિટામિન સી હોય છે .કાચી કેરી માં એટલી બધી માત્રામાં માં જુદા જુદા પોષક તત્વો મળે છે .જેનાથી ઘણી બીમારીઓ દૂર કરી શકાય. કાચી કેરી એપ્રિલની શરૂઆત થતાં જ શાકભાજીની દુકાનમાં દેખાવા લાગે છે. સ્વાસ્થ્ય માટે પાકેલી કેરી કરતાં કાચી કેરી વધુ ઉપયોગી છે.

પેટ માટે ફાયદાકારક
ઉનાળાની ઋતુમાં તેલ-મસાલાવાળા ખોરાક ખાવાથી પેટમાં ભારેપણું, અપચો, કબજિયાત, પેટમાં દુખાવો, ગેસ જેવી સમસ્યાઓ શરૂ થઈ જાય છે. કાચી કેરીમાં ફાઈબર હોય છે અને તેમાં હાજર રહેલા ઘણા એસિડ આંતરડામાં જઈને પાચક રસનું ઉત્પાદન વધારે છે, જેથી પેટની સાથે જોડાયેલી દરેક સમસ્યા નો ઉકેલ થઈ શકે છે.

વજન ઘટાડે છે કાચી કેરી
પાકી કેરી થી વજન વધે છે જ્યારે કાચી કેરી તેનું ઉલટું કરે છે. જો તમે પણ તમારું વજન ઓછું કરવા માંગતા હોય, તો તમારે દરરોજ કોઈક એક કાચી કેરીનું સેવન કોઈ પણ રૂપ માં કરવું જોઈએ. હકીકતમાં પાકી કેરીમાં ઘણું સુગર જોવા મળે છે, જે વજન વધારે છે પરંતુ કાચી કેરીમાં શુગર હોતું નથી અને આપણા ઘણા પોષક તત્વોથી વજન ઘટાડે છે.

ઉનાળામાં લુ થી બચવા
ઉનાળાની ઋતુમાં હીટ સ્ટ્રોક અથવા લુ લાગવાનું જોખમ સામાન્ય હોય છે અને તમે કાચી કેરીના સેવનથી બચી શકો છો. હકીકતમાં લીલી કેરી પોટેશિયમનો ખૂબ જ સારો સ્રોત માનવામાં આવે છે, જેના કારણે તે શરીરમાં સોડિયમની માત્રાને કંટ્રોલ માં કરીને તે શરીરમાં પાણીની અછતને પૂરું કરે છે. એટલા માટે ઉનાળાની ઋતુમાં કાચી કેરીનું સેવન ખૂબ જ ફાયદાકારક હોય છે.

લિવર માટે છે ફાયદાકારક
તમને જાણીને આશ્ચર્ય થશે કે કાચી કેરી અને લીલી કેરી લીવર માટે ખૂબ ફાયદાકારક સાબિત થાય છે, હકીકતમાં કાચી કેરી ખાવાથી આંતરડા ની બરાબર સફાઇ થાય છે, જેના કારણે પિત્ત રસ (યકૃતમાં બનતો રસ) નું ઉત્પાદન વધવા લગે છે.

કોલેસ્ટ્રોલ કરે છે ઓછું
ઘણી શોધ અનુસાર, જો તમે એકધારા કાચી કેરી નું અમુક અમુક સમય પર સેવન કરો છો રો તમારા શારીર ની કોલેસ્ટ્રોલ ની માત્રા ઘટતી જાય છે. અ વાત નું આ જ કારણ છે કે કેરી માં વિટામીન સી, ફાયબર અને પેક્ટીન મળી આવે છે જે કોલેસ્ટ્રોલ ને ઘટાડે છે.
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : Shivani & FaktGujarati Team