લીંબુ સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકાક છે. ત્યાં જ લીંબુ પાણી પણ શરીર માટે ખુબ જ મદદગાર સાબિત થયું છે. લીંબુ પાણીમાં ઘણા પ્રકારના પોષક તત્વો મોજુદ છે, જે શરીરને સ્વસ્થ બનાવી રાખવામાં મદદ કરે છે. સવારે ખાલી પેટ લીંબુ પાણી પીવાથી શરીરમાં ઘણા પ્રકારના લાભ થાય છે. તેનાથી પાચનતંત્ર સારું રહે છે અને રોગ પ્રતિકારક ક્ષમતા મજબુત બને છે. પાણીમાં લીંબુ નીચોડી પીવાથી શરીરને વિટામીન સી, પોટેશિયમ અને ફાઈબર મળે છે.
આવો જાણીએ સવારે ખાલી પેટ લીંબુ પાણી પીવાથી ક્યાં ક્યાં ફાયદાઓ થાય છે –
ત્વચાને થશે ફાયદો –
રોજ સવારે લીંબુનું સેવન કરવાથી ત્વચામાં ચમક આવે છે. દરરોજ લીંબુ પાણીના સેવાનથી ચહેરા પરના ડાઘ દૂર થાય છે. જ્યારે વધતી ઊંમરની કરચલીઓને પણ ઘટાડી શકાય છે. ચમકદાર ત્વચા માટે લીંબુ પાણી ઘણું મદદરૂપ થાય છે.
રોગ પ્રતિકારક ક્ષમતામાં થશે ફાયદો –
લીંબુમાં વિટામીન સીનું પ્રમાણ ઘણું જ હોય છે જેનાથી શરીરની રોગ પ્રતિકારક શક્તિને વધારવામાં મદદ મળે છે. સવારે ખાલી પેટ લીંબુ પાણી પીવાથી રોગ પ્રતિકારક ક્ષમતા વધારી શકાય છે.
પાચનતંત્ર મજબૂત બનાવે છે
લીંબુ પાણી પાચનમાં મદદ રૂપ થાય છે. રોજ સવારે લીંબુ પાણી પીવાથી સમગ્ર દિવસની પાચન ક્રિયા મજબૂત બને છે. આ ઉપરાંત લીંબુ પાણીથી એસિડિટીમાંથી પણ છૂટકારો મેળવી શકાય છે.
લીંબુ પાણી તાજગી લાવે છે
ઊનાળાની સિઝનમાં લીંબુનો આ ગુણ સૌથી વધારે મહત્વનો બની જાય છે. ગરમીથી કંટાળીને થાકી ગયા બાદ જો શરીરમાં ફરીથી જાદગી લાવવી હોય તો લીંબુ પાણી રામબાણ ઈલાજ છે. રોજ સવારે લીંબુ પાણી પીવાથી શરીરમાં તાજગી આવી જાય છે. લીંબુ પાણીથી મૂડ પણ સારો બની જાય છે.
વજન ઘટાડવામાં મદદરૂપ
વધતા વજનથી પરેશાન લોકોએ લીંબુ પાણીનો ઉપયોગ ચોક્કસથી કરવો જોઈએ. હકિકતમાં લીંબુમાં રહેલા પેક્ટિન ફાઈબર શરીરને ભૂખનો અુનુભવ કરવા દેતા નથી. જેના કારણે વ્યક્તિ કવેળાનો નાસ્તો વગેરે ખાઈ શકતી નથી. જેનાથી વજન નિયંત્રણ રાખવામાં મદદ મળે છે.
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો… 🙂 આભાર 🙂
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : Shivani & FaktGujarati Team
ગરમ પાણી માં લીંબુ અને જીરું પાવડ નાખી શકાય છે
દરરોજ કેટલો લીંબુનો રસ પીવો જોઇએ…?