વર્તમાન સમયનું વાતાવરણ ખૂબ જ ગરમી વાળુ છે તેથી ઠંડક મેળવવા અને આ ઋતુમાં બાળકોને વેકેશન હોવાના કારણે લોકો ફરવા જવાનું વિચારતા હોય છે, અને બાળકોની પરીક્ષા સમાપ્ત થઇ ગયા બાદ કરવા જવાનો પણ તેઓ પ્લાન બનાવે છે, પરિવાર અથવા મિત્રોની સાથે ફરવા જવાની સંપૂર્ણ મજા જો તમે લેવા માંગો છો તો દક્ષિણ ભારતના હિલ સ્ટેશનમાં જઈ શકો છો. બીજુ કે ત્યાંની પ્રાકૃતિક સુંદરતાની સાથે જ શાંતિનો અનુભવ પણ જોવા મળે છે, તો આવો જાણીએ દક્ષિણ ભારતના તે હિલ સ્ટેશન વિશે જ્યાં તમે ફરવા જવાનો પ્લાન બનાવી શકો છો.
કુર્ગ
કર્ણાટકના પહાડ ઉપર સતત ધુમ્મસ રહે છે અને તે જગ્યા છે કૂર્ગ. આ જગ્યા પ્રકૃતિપ્રેમી માટે ખૂબ જ સુંદર છે અહીં લોકપ્રિય કોફી ઉત્પાદક દક્ષિણ ભારતમાં હિલ સ્ટેશન છે. અને તે પોતાની સુંદર અને લીલા પહાડો તથા તેના માધ્યમથી ત્યાં નીકળતી નદીઓ માટે પણ ખૂબ જ પ્રસિદ્ધ છે. તે પોતાની સંસ્કૃતિ અને લોકોના કારણે એક લોકપ્રીય ગંતવ્યના રૂપે સામે આવે છે, સ્થાનિક કલામાં વિશેષજ્ઞતા રાખનાર સ્થાનીય કન્નડ વિશેષરૂપથી તેમની ઉત્સુકતા માટે ઉલ્લેખનીય છે. મેદાનના ભાગમાં ગાડી ચલાવવી અને પોતાના ચહેરા ઉપર તાજી વસંતની હવા લેવાનો એક અલગ જ અનુભવ છે. કુર્ગ વેકેશન માં રજાઓ ગાળવા માટે એક ખુબ જ સરસ જગ્યા છે.
વાગામોન
વાગામોન પોતાની પ્રાકૃતિક સુંદરતા માટે ખૂબ જ જાણીતું છે.પરંતુ તે સિવાય પણ તમે બીજી ઘણી બધી વસ્તુઓ નો અનુભવ લઇ શકો છો અહીં તમે એડવેન્ચર એક્ટિવિટી પણ ખૂબ જ મજા કરી શકો છો. આ ઋતુમાં પેરાગ્લાઈડિંગ કરવાની મજા જ કંઈક અલગ હોય છે અને આ દરમિયાન પહાડ ખૂબ જ સુંદર લાગે છે.
ઊટી
જ્યારે આપણે દક્ષિણ ભારતમાં સૌથી સુંદર હિલ સ્ટેશન ની વાત કરીએ છીએ ત્યારે આપણને સૌથી લોકપ્રિય અને આપણા દરેક વ્યક્તિના પસંદગીનું ઊંટી પોતાના લિસ્ટમાં સામેલ કરો છો. ઉટીથી જોડાયેલા રસ્તા ખૂબ જ સારા છે અને આ પ્રકારે તમે એક સુવિધાજનક યાત્રાકરી શકો છો. ઊટી દેશભરના પર્યટકોને ઘણા વર્ષોથી આકર્ષિત કરતું આવ્યું છે અને તમે અહીં ટોય ટ્રેનની સવારીનો પણ આનંદ લઈ શકો છો.
કુન્નુર
તમિલનાડુના હિલ સ્ટેશન લોકપ્રિય પર્યટન સ્થળ છે, દક્ષિણ ભારતના સૌથી સુંદર અને શાંત હિલ સ્ટેશનોમાં થી એક કૂનૂર પશ્ચિમ ઘાટીના અદભુત નીલગીરી પહાડનું બીજું સૌથી મોટું હિલ સ્ટેશન છે. તે 1930 મીટરની ઉંચાઈ પર આવેલ છે અને ઉટીથી માત્ર 19 કિલોમીટર દૂર જ છે, વસંત ઋતુ દરમિયાન નવા ખીલેલા ફૂલ ત્યાં ખૂબ જ આકર્ષક લાગે છે અને તે એક વન્ડરલેન્ડ ને ઉભું કરે છે. આ સુંદર જગ્યા ના પહાડો તમારું મન મોહી લેશે.
અરાકુ ઘાટી
આંધ્ર પ્રદેશ રાજ્યના વિશાખાપટ્ટનમ જિલ્લામાં એક પર્વતીય સ્થાન છે અને તે ખૂબ જ લોકપ્રિય પર્યટન સ્થળ પણ છે. પરંતુ ઘાટીમાં આદિવાસી સંસ્કૃતિઓની સાથે તમે બીજી અન્ય રસપ્રદ વસ્તુઓનો આનંદ ઉઠાવી શકો છો. કોફી પ્રેમી લોકો માટે આ જગ્યા સ્વર્ગથી ઓછી નથી, અહીં તમે આસપાસ લાંબી ચાલવાની યાત્રા ઉપર પણ જઈ શકો છો.
કોડાઈકનાલ
તમિલનાડુના ડીંડીગુલ જિલ્લામાં આવેલ દક્ષિણ ભારતના કોડાઇકનલ હિલ સ્ટેશન દક્ષિણ ભારતમાં સૌથી પ્રસિદ્ધ અને સારી આબાદી વાળા હિલ સ્ટેશન માંથી એક છે, ત્યાં ઘાસના મેદાન, ઝરણાં, પહાડ, જંગલ અને ઝીલ આ સુરમ્ય અને સુંદર સ્થળને પરિભાષિત કરે છે. આ ઝરણામાં બોટિંગ માટે જાવ ત્યારે એક શાનદાર દ્રશ્ય માટે ત્યાં ટ્રેકિંગ કરો.
મુન્નાર
આ ઋતુમાં મુન્નારના ચાના બગીચા અને પહાડોના સુંદર નજારા જોવા માટેનો એક સારી ઋતુ છે. અહીં તમે ચારે તરફ હરિયાળી જોઈ શકો છો, અહીં ફરવા માટે એક સારો સમય છે. તમે રજાઓમાં આ જગ્યાએ ફરવા જવાનો પ્લાન બનાવી શકો છો.
ગવી
કેરળમાં આવેલ ગવી ફરવા માટે ખૂબ જ સારું હિલ સ્ટેશન છે. બીજા હિલ સ્ટેશન કરતા હિલ સ્ટેશન ખૂબ જ અલગ છે અહીં તમને ઘણા બધા મનમોહક નજારા જોવા મળશે અને તે સિવાય તમે અહીં ઘણી બધી એડવેન્ચર એક્ટિવિટી પણ કરી શકો છો, અહીં તમે કેમ્પિંગ, ટ્રેકિંગ જેવી રોમાંચક ગતિવિધિનો આનંદ પણ માણી શકો છો.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team
1 thought on “⛰દક્ષિણ ભારતમાં આવેલા 8 ખૂબજ સુંદર હિલ સ્ટેશન આપશે તમને ઉનાળાની ગરમીમાં ફરવાની મજા”