વનસ્પતિ સૃષ્ટિની વિવિધતા એક અદ્દભૂત કરીશ્મો છે. નાના ક્ષુપથી માંડીને મહાકાય વૃક્ષ સુધી વનસ્પતિઓ વિવિધ આકાર, સ્વરૂપ અને રચના ધરાવે છે. પરંતુ કેટલાક વૃક્ષો એવા છે કે જેને જોતા જ માણસ આશ્ચર્યમાં પડી જાય છે. તો આપણે આવા જ ૧૦ વિચિત્ર વૃક્ષોની વાત કરવાના છીએ.
1. બાઓબાબ વૃક્ષ
આફ્રિકાના માડાગાસ્કરની ઘરતી પર ઉગેલા આ વૃક્ષો તેમનાં આકારને લઈને ખુબ પ્રચલિત છે. મજબૂતાઈની દ્રષ્ટિએ ખુબ હોવું સખત એ તેનો ગુણધર્મ છે. તેને હિન્દી ભાષામાં ગોરછી કહેવાય છે. ૩૦ મીટર ઊંચું અને ૧૧ મીટર પહોળું આ વૃક્ષ દેખાવમાં એકદમ અનોખું છે.
બાઓબાબ વૃક્ષ દેખાવે ઉલટું લાગે છે એટલે કે તેની જડ અને થડ બિલકુલ ઉંધા લાગે છે. આ વૃક્ષ પર માત્ર છ મહિના જ પાંદડા આવે છે અને બાકીના છ મહિના પાંદડા ખરી પડે છે. વિજ્ઞાનીક હિસાબ મુજબ આ ઝાડ ૧૨૦૦ વર્ષ જુના છે. તેમાં ૧,૧૭,૩૪૮ લિટર પાણી સંગ્રહ કરવાની ક્ષમતા છે,
2. વોન્ડોર્સ બનયન વૃક્ષ
આન્ધ્રપ્રદેશનાં નાલગંડામાં આવેલું આ વૃક્ષ અત્યંત દેખાવે ખુબસુરત છે. તેની ખાસિયત એ છે કે તેના પર વિવિધ જંગલી જાનવરોની આકૃતિઓ કંડારેલી હોય એવું લાગે છે. સાપ, વીંછી, સિંહ, અજગર જેવાં પશુ-પ્રાણીની આબેહુબ આકૃતિ જોવા મળે છે.
અમુક લોકોનું કહેવું છે કે બહુ ઘણાં વર્ષો પહેલા આ ઝાડ પર કોઈએ આ આકૃતિને કંડારી હશે અને અમુક લોકોનું કહેવું છે કે આ અનોખી જાતિ પ્રકૃતિનું વૃક્ષ છે. જે દુનિયાનું એકમાત્ર ઝાડ છે જેનાં પર સજીવ આકૃતિઓની છાપ છે. જે કોઈ શિલ્પકારે આ આકૃતિઓ કંડારી છે તેની પણ કલા બેજોડ હશે.
3. પાઈન વૃક્ષ
પોલેન્ડમાં પાઈન વૃક્ષોનાં સમૂહ છે જેમાં ૪૦૦ જેટલા પાઈન વૃક્ષ છે. આ પાઈન વૃક્ષો તેમની અદ્ભુત આકૃતિને કારણે જગ વિખ્યાત છે. આ પાઈન વૃક્ષો ૧૯૩૦ માં રોપાયા હતાં. વૃક્ષોની ગોળ ઘૂમવદાર રચના માણસો દ્વારા કરવામાં આવી છે.
આ ઝાડ દુનિયાનાં વિચિત્ર વૃક્ષની યાદીમાં સામેલ છે.
૪. ડ્રેગન ટ્રી
કેનેરી આઈલેન્ડ પર આવેલ ડ્રેગન ટ્રી જીવંત માનવામાં આવે છે. આ વૃક્ષોને જયારે કાપવામાં આવે છે ત્યારે તેમાંથી લોહી જેવું લાલ પ્રવાહી નીકળે છે. આ વૃક્ષોનો ઉપરનો ભાગ છત્રી જેવો છે.
આ ભાગ એવો લાગે છે જાણે સેંકડો વૃક્ષો એકસાથે ભેગા કરીને બાંધી દીધા હોય. આ વૃક્ષ બહુ આકર્ષણનું કેન્દ્ર છે.
5. ગ્રેટ એકવા
અમેરિકાનાં કેલિફોર્નિયામાં આવેલા ગ્રેટ એકવા વૃક્ષોની મહાકાયા કલ્પના જ અશક્ય છે. આ વૃક્ષનો વ્યાસ ૧૨ મીટર અને કુલ ઉંચાઈ ૮૨ મીટર છે. અમેરિકાનાં એકવા નેશનલ પાર્કમાં આ પ્રકારના ૩૦૦ વૃક્ષો છે.
6. સિલ્ક કોટન વૃક્ષ
કમ્બોડિયાના અંગારકોટ સ્થિત આ વૃક્ષોને જોવા માટે દુર-દુરથી લોકો આવે છે. અંગારકોટમાં વિશ્વપ્રસિદ્ધ અને હિંદુ ધર્મનું સૌથી મોટી વિષ્ણુ મંદિર આવેલું છે. જે ૫૦૦ એકરમાં ફેલાયેલું છે.
અહીંનું ‘તા ફ્રોમ’ બોદ્ધ મંદિર ૧૨મી શતાબ્દીમાં બનાવેલું હતું. ત્યાં સ્થિત આ સેંકડો વર્ષો જુના મંદિર અને વૃક્ષોને વૈશ્વિક ધરોહર જાહેર કરી દેવાયા છે. અહીંનાં વિશાળ મંદિરો વૃક્ષો દ્વારા ઢંકાયેલ છે. મંદિરો અને વૃક્ષોનું આ મિલન અચરજ પમાડે એવું છે.
7. બ્રાઝીલ નટ્સ વૃક્ષ
આ વૃક્ષ ખુબ જ વિશાળકાય હોય છે. તેને પૂર્ણ સ્વરૂપે જોવું એ એક અદભુત લ્હાવો છે. આ વૃક્ષનાં નટ્સ બદામ કરતાં બમણા કદના હોય છે. વૃક્ષ પર નાળીયેર જેવડું ફળ ઉગે છે.
જેમાં ૧૫-૨૦ નટ્સ હોય છે. જે સુકા મેવા તરીકે પણ ખવાય છે. આ વૃક્ષની વિશાળતા જ એની ખાસિયત છે.
8. ચેપલ વૃક્ષ
ફ્રાંસનાં અલાઉવિલો બેન્સ્ફોસી ગામ ચેપલ વૃક્ષ માટે પ્રખ્યાત છે. જેનો અર્થ ઓકનાં વૃક્ષથી બનેલું મકાન એવો થાય છે. કહેવાય છે કે આ વૃક્ષ ૧૦૦૦ વર્ષ જુનું છે. ૫૦ ફૂટ ઊંચું આ વૃક્ષ ૧૩મી શતાબ્દીમાં વાવવામાં આવ્યું હતું.
આ વૃક્ષ પર ૧૭મી સદીમાં વીજળી પડી હતી છતાં આ વૃક્ષ આજે પણ સુરક્ષિત છે. આ વૃક્ષ આર્કિટેક્ચરનો અનોખો નમુનો છે. તેના પર વૃક્ષના આધારે લાકડાની ગોળ સીડીઓ બનેલી છે. આ વૃક્ષ પર બનેલા ચેમ્બેર્સમાં પૂજા કરવામાં આવે છે.
9. એક્ષેલ સરકસ વૃક્ષ
આ વૃક્ષનો આકાર તેની પ્રસિદ્ધિનું કારણ છે. જે વ્યક્તિએ આ વૃક્ષને આ આકાર આપ્યો તેમનું નામ એક્ક્ષેલ એયરલેસ્નસ છે. તેથી તેમનાં નામ પર જ વૃક્ષનું નામ રાખવામાં આવ્યું છે. તેમને આ વૃક્ષને બાસ્કેટનો સુંદર આકાર આપ્યો છે.
10. એન્જેલ ઓક વૃક્ષ
દક્ષિણ કેરૂનીનામાં આવેલ એન્જેલ ઓક પાર્કમાં આ વિશેષ વૃક્ષ આવેલ છે. તેની ઉંચાઈ ૬૬.૫ ફૂટ છે અને પહોળાઈ ૨૫.૫ ફૂટ છે. આ વૃક્ષને જોવું જ ખુબ અદ્દભૂત છે. તેની શાખાઓ ખુબ વિશાળ અને ચારે તરફ ફેલાયેલી છે.
જોયું ને…!!! આવી એક નહીં અનેક વિશેષતાથી ભરપુર વૃક્ષો પૃથ્વી ઉપર હાજર છે. અમુક આપણી જાણમાં છે અને અમુક પર હજુ આપણી દ્રષ્ટિ કેન્દ્રિત નહીં થઇ હોય.
આવા જ લેખો વાંચવા માટે ફક્ત ગુજરાતી સાથે જોડાયા રહો. જો આપની પાસે પણ કોઈ રસપ્રદ વાત છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ, તો અમને લખી મોકલાવો faktgujarati@gmail.com પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે Facebook, Instagram અને Twitter પર જોડાઓ.
લેખક – Payal Joshi
આર્ટિકલ કોપી કરતા પેહલા અમારી મંજૂરી લેવી જરૂરી છે.