બધી વાનગી થાળીમાં પીરસાતી હોય પણ તેમાં પંજાબી છોલે ન હોય તો કંઈક ખૂટતું હોય એવું લાગે. ભાત અને પૂરી બંને સાથે છોલેનું કોમ્બીનેશન ટેસ્ટમાં વધુ લહેજત આપે છે. પંજાબી છોલેનો ટેસ્ટ એટલો અદ્દભુત છે કે કોઇપણને પસંદ આવે એમ છે. પંજાબી છોલેને એમનેમ પણ ખાઈ શકાય છે.
તો તમે રેડ્ડી છો ને.. પંજાબી છોલે બનાવવાની રીત જાણવા માટે. અહીં અમે જે સામગ્રી જણાવી છે તે ૩ લોકો માટેની છે. તમે સભ્યોને આધારે સામગ્રી તૈયાર કરીને ટેસ્ટી પંજાબી છોલે ઘરે જ બનાવી શકો છો.
સામગ્રી :
- કાબુલી ચણા
- પનીર ૧૦૦ ગ્રામ(ટુકડામાં કપાયેલ)
- ટમેટા(૩-૪ મીડિયાન સાઈઝ)
- ૨-.૩ ડુંગળી
- ૨ મોટી ચમચી રીફાઇન્ડ તેલ
- ૧ નાની ચમચી આદુની પેસ્ટ
- ૧ નાની ચમચી ઘાણાજીરૂ પાઉડર
- ૧-૨ નાની ચમચી આખું જીરૂ
- અડધી ચમચી ગરમ મસાલો
- એક ચમચી મરચા પાઉડર
- અડધી ચમચી ખાવાના સોડા
- બારીક કાપેલ કોથમીર
- નમક સ્વાદમુજબ
હવે જાણીએ પંજાબી છોલે બનાવવાની રીત…,
- સૌ પ્રથમ કાબુલી ચણાને રાતભર માટે પાણીમાં પલાળી દો.
- સવારે ચણાને પાણીમાંથી કાઢી લઈને કુકરમાં એક ગ્લાસ પાણી લઈ તેમાં ખાવાનો સોડા નાખીને બાફવા મૂકી દો.
- કુકરની ૫-૬ સીટી વાગ્યા બાદ ગેસ બંધ કરીને કુકરમાંથી ચણાને કાઢી લો.
- એક કડાઈમાં ૨ નાની ચમચી જેટલું તેલ લઈને ગરમ કરો.
- તેલ ગરમ થયા પછી તેમાં પનીરનો કટકો નાખીને તેને ફ્રાય કરો.
- એ પહેલા મિક્ચરમાં ટમેટા, લાલ મરચા અને આદુને બારીક પીસી નાખો.
- પનીર નાખ્યા બાદ તેમાં આખું જીરૂ નાખીને સહેજ પાકવા દો. જીરૂ ફૂટવા લાગ્યા બાદ તેમાં ડુંગળી મિક્ષ કરીને પકાવો. એ બાદ તેમાં ધાણાજીરું, લાલ મરચા પાઉડર, ટમેટા અને આદુની પેસ્ટ નાખીને પકાવો.
- જયારે બધા મસાલામાનું તેલ બળી જાય ત્યારે તેમાં એક કપ જેટલું પાણી નાખીને ઉકળવા દો.
- ઉકળી જાય ત્યારે કડાઈમાં બાફેલા ચણાને નાખી ઉમેરી દો.
- છોલેની તર વધુ ઘટ્ટ લાગતી હોય તો સહેજ પાણી ઉમેરીને થોડા સમય સુધી પકાવવું.
- એ પછી તળેલું પનીર મિક્ષ કરી દો.
- પછી ઉપર કોથમીરનો છંટકાવ કરી દો.
લો તૈયાર છે પંજાબી છોલે. સરળ અને એકદમ ઝડપથી પંજાબી છોલેને તૈયાર કરી શકાય છે. પંજાબી છોલેનો સ્વાદ એવો છે કે જો એકવાર બનાવશો તો વારેવારે ઘરના સભ્યોની ડીમાંડ રહેશે. તો તમે પણ ટ્રાય કરીને જુઓ…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : Ravi Gohel