ઘરે જ બનાવો ટેસ્ટી પકોડા – નાસ્તા પાર્ટી કરવામાં આવશે અનોખો ટેસ્ટ સાથે ક્વોલીટી પણ મળશે બેસ્ટ.

નાસ્તા પાર્ટીના શોખીન હોય તેને પકોડાનું નામ સાંભળીને જ મોંઢામાં પાણી આવી જાય છે. સાંજ પડે કે પકોડા યાદ આવે. આમ, પણ પકોડાનો ટેસ્ટ ઘણાખરાને પસંદ હોય છે. તો એવી જ આજના આર્ટીકલમાં પણ પકોડાની રેસીપી વિશે વાત કરવાના છીએ. આવો જાણીએ ઓછા તેલમાં પકોડાને કેવી રીતે બનાવી શકાય?

સૌ પ્રથમ અમે અહીં જે સામગ્રી બતાવી છે એ ૫ વ્યક્તિઓ માટે જણાવી છે. તમે ઘરે જ રેસ્ટોરન્ટથી બેસ્ટ અને સ્વાદિષ્ટ પકોડા ઘરે જ બનાવી શકો છો. તો પહેલા નોંધી લો સામગ્રી…,

સામગ્રી :

  • બ્રેડનું પેકેટ
  • ૨ કપ ચણાનો લોટ
  • ૨-૩ લીલા મરચા જેનું ઝીણું કટિંગ કરી નાખવું
  • એક નાની ચમચી ધાણાજીરૂ પાઉડર
  • અડધી ચમચી મરચા પાઉડર
  • અડધી ચમચી ચાટ મસાલા
  • એક અડધી ચમચી અજમો
  • સ્વાદ મુજબ નમક
  • તેલ
  • કડાઈ

નીચે પકોડાને બનાવવાની સાવ સહેલી અને સરળ રીત જણાવી છે તો તમે આ આર્ટીકલને સેવ કરીને રાખજો જેથી તમે સરળતાથી ઘરે જ ટેસ્ટી પકોડા બનાવી શકો.

  • સૌથી પહેલા એક વાસણમાં ચણાના લોટમાં પાણી નાખીને ડોઈ નાખો. તેમાં ધાણાજીરૂ, મરચાનો પાઉડર, ચાટ મસાલા, અજમો અને સ્વાદ મુજબનું મીઠું ઉમેરીને મિશ્રણ કરી નાખો.
  • ત્યારબાદ બ્રેડને ત્રિકોણ આકારમાં કાપી લો. આટલું થઈ ગયા પછી મીડીયમ ગેસની જવાળ રાખી કડાઈમાં તેલને ગરમ કરો.
  • તેલ વ્યવસ્થિત રીતે ગરમ થઇ જાય કે તરત જ બ્રેડને તૈયાર કરેલા ચણાના લોટમાં ડુબાડીને કાઢી લો. આવું બધી બ્રેડમાં કરવાનું છે એટલે એક પછી એક બ્રેડને ચણાના લોટમાં ડુબાડીને પછી તેને તેલમાં તળવા માટે મુકતા જાઓ.
  • અહીં યાદ રાખો કે, એક પછી એક બ્રેડને વારાફરતી લોટમાં ડૂબાડતા જવાનું પછી જ બ્રેડને તેલમાં તળવા માટે મૂકતું જવાનું છે.
  • એમ, બધી બ્રેડને ફ્રાય કરીને તેલમાંથી કાઢી લેવી. પકોડા તેલમાંથી બહાર કાઢતી વખતે તેમાંથી તેલને કડાઈમાં જ નીતરી જાય ત્યાં સુધી રાખવા એટલે પકોડામાં તેલ ઓછું રહે.
  • જો કોઈને કડક પકોડા ભાવતા હોય તો સહેજ વધુ તેલમાં તળીને કડક કરી શકાય છે. બાકી નોર્મલ રીતે પકોડાને તળવામાં આવે છે.
  • હવે, બસ રેડ્ડી છે તમારી પકોડા ડીશ. ગરમાગરમ પકોડાને સોસ કે ચટણી સાથે ખાઈ શકાય છે.

તૈયાર થયેલ પકોડા પર ચીઝ નો ટેસ્ટ પસંદ હોય તો એ પણ ઉપરથી ઝીણું ખમણ કરીને ઉમેરી શકાય છે.

પકોડા ઘરે જ બનાવવાની આ સાવ સહેલી રીત છે. ઓછા સમયમાં બેસ્ટ નાસ્તો બનાવી શકાય છે અને એકદમ ઝડપથી પકોડા તૈયાર કરી શકાય છે.

આ રીતે બનાવેલ પકોડા ટેસ્ટમાં પણ બેસ્ટ લાગશે. તમે પણ એક ટ્રાય કરીને જુઓ. જરૂરથી પકોડાનો સ્વાદ દાઢે લાગશે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Ravi Gohel

Leave a Comment