માનો કે ન માનો પણ અહીં જણાવેલ દસ વાત છોકરો એક છોકરીમાં અવશ્ય નોંધ કરે છે…

દુનિયાના દરેક માણસના મનમાં વિજાતીય જાતિની વ્યક્તિ પ્રત્યે પ્રેમ તો હોય જ છે. એ પ્રેમમાં કોઈની લાગણીને વધુ મહત્વ આપવામાં આવતું હોય છે. જે રીલેશનશીપને મજબૂત બનાવે છે. એવી રીતે છોકરીને પણ મનમાં વિચાર આવતો હોય છે કે, છોકરો તેની કઈ વાતને પસંદ કરે છે? છોકરી એ જાણવા પણ ઉત્સુક હોય છે કે છોકરો છોકરીઓમાં કઈ ખૂબીને વધુ પસંદ કરે છે. તો રસપ્રદ જાણકારી લઈને અમે તમારી સમક્ષ આવી ગયા છીએ. આજના લેખમાં જાણીએ એક છોકરો છોકરીમાં ક્યાં એવા પોઈન્ટ્સને નોટ કરે છે જે છોકરી સાથે જીવનસાથી અથવા એક મિત્ર તરીકે રહેવા માટે જોઈતા હોય છે.

૧/૧૦ માન-સમ્માન :

દરેક વાતોમાં કે અન્ય માણસો વચ્ચે છોકરી, છોકરાનું માન જાળવે અને પરિવારના સભ્યોનું પણ સમ્માન કરે એવું વર્તન કરતી છોકરી છોકરાના દિલમાં વધુ જલ્દીથી જગ્યા બનાવવામાં સમર્થ થાય છે.

૨/૧૦ જરૂરી સ્પેસ મળે

દરેક વાતમાં પુછપરછ, શક અને રોકટોક કરતી છોકરી છોકરાને પસંદ આવતી નથી. યોગ્ય જગ્યાએ સહેજ અમથું સજેશન આપવું ખોટું નથી પણ દરેક વાતમાં સેન્સેટીવ બની જવું છોકરાને પસંદ આવતું નથી.

૩/૧૦ ઈમાનદારી

દુનિયાનો દરેક પુરૂષ એટલે કે હર કોઈ છોકરો ઈમાનદારીથી સંબધ નિભાવી શકે તેવી છોકરીને વધુ પસંદ કરે છે. રીલેશનના નામે માત્ર સમય પસાર કરતી છોકરી સાથે ખાસ દોસ્તી કે પ્રેમમાં છોકરાઓ વધુ સમય પસાર કરતા નથી.

૪/૧૦ ધ્યાન રાખવું

ફીમેલ પાર્ટનર તેના મેલ પાર્ટનર માટે અગ્રેસીવ હોય એ છોકરી છોકરાને વધુ પસંદ આવે છે. પણ એ અગ્રેસીવ રહેવું એ ક્રેરીંગની બાબતમાં…છોકરાને પૂર્ણ રીતે સાંભળી શકે એવી છોકરી છોકરાના દિલમાં જલ્દીથી જગ્યા બનાવી શકે છે.

૫/૧૦ આત્મવિશ્વાસ

ખુદના આત્મવિશ્વાસથી કામ કરનારી અને જરૂર પડે ત્યારે બાજુમાં ઊભીને સહકાર આપે તેવી છોકરી છોકરાને વધુ પસંદ આવે છે. નાની અમથી વાતમમાં ગભરાઈને રડ્યા કરે એવી છોકરી લાંબા સમયે છોકરાના મનમાંથી ડિલીટ થઇ જાય એવું બની શકે છે.

૬/૧૦ પરિસ્થિતિની સમજ

પરિસ્થિતિ નાજુક હોય કે સારી, હંમેશા સાથ આપે એ છોકરી છોકરાની વધુ નજીક આવી શકે છે. સુખ-દુઃખની બધી પરિસ્થિતિ સમજી એવી છોકરીને છોકરો બધા સામે અપનાવી લેતા પણ શરમાતો નથી.

૭/૧૦ ખુશ મિજાજી

કોઇપણ વાતને ખુશીથી ચહેરા પર મુસ્કાન રાખીને સ્વીકાર કરતી છોકરી છોકરાના દિલની ચોરી કરી શકે છે. મજાકના મૂડમાં રહેતી હોય અથવા ખુશીથી વાત કરવામાં પાવરધી હોય તેવી છોકરી છોકરાને આરામથી ઈમ્પ્રેસ કરી શકે છે.

૮/૧૦ સમપર્ણ

દરેક સંબંધમાં થોડા અંશે કંઈક સમપર્ણ કરવું પડે છે. ઘર, નોકરી, પરિવારની જવાબદારી કે પ્રેમ… છોકરાને સમજીને આખી લાઈફ તેને સમર્પણ કરવા તૈયાર થતી હોય એવી છોકરીને છોકરો વાઈફ બનાવવા માટે ફર્સ્ટ પ્રાયોરીટી આપે છે. અહીં સમપર્ણનો અર્થ ગુલામી નથી. સમર્પણ એટલે આજીવન કોઈનું થઈને રહેવું..

૯/૧૦ મીઠી બોલી

સ્વભાવથી ખુશ રહેતી હોય અને જીભના ઉપર હંમેશા શબ્દોની મીઠાશ રહેતી હોય એ છોકરીને છોકરો ક્યારેય છોડતો નથી. મધુર અવાજમાં વાતો કરવાવાળી અને જે છોકરી છોકરાને વાતોથી આકર્ષી શકે, એવી છોકરી છોકરાની પ્રથમ પસંદગી બની શકે છે.

૧૦/૧૦ સમજદારી

સૌથી અગત્યનો આ મુદ્દો છે – ‘સમજદારી’, જેમાં છોકરો હંમેશા સમજદાર છોકરીની આશા રાખતો હોય છે. અમુક એવા પોઈન્ટ્સ છે, જેને ગૌણ સમજીને બાજુ ઉપર રાખી શકાય, પણ ‘સમજદારી’ એક એવો ગુણ છે, જે દરેક છોકરો છોકરીમાં નોંધ કરે છે. સુખ-દુઃખમાં અને જીવનની દરેક ક્ષણમાં છોકરી સમજદારીથી કામ લઇ શકે તો સમજવું કે એ છોકરી છોકરાને પસંદ આવતા વાર નથી લાગતી.

અહીં અમારો ઉદ્દેશ છોકરા કે છોકરી પ્રત્યે તુલના કરવાનો નથી પણ અહીં જે માહિતી જણાવવામાં આવી છે એ સર્વ સામાન્ય રીતે અસર કરે એવી છે. છોકરીના સ્વભાવ, વાણી, વર્તન અને રેગ્લુયર લાઈફની એવી રીતભાત છે, જે છોકરીને કોઈના માટે મોસ્ટ ઇમ્પોર્ટટન્ટ બનાવે છે, અમુક એવી વાત છે જેના કારણે કોઈ એક છોકરી છોકરાને વધુ પસંદ આવતી હોય છે. બાકી માત્ર ચહેરો જોઇને પાત્રને પસંદ કરે એ છોકરાની વાત કંઈક અલગ જ છે!!

રોચક માહિતીનો ખજાનો અમે તમારી સમક્ષ લાવતા રહીશું એ માટે તમે “ફક્ત ગુજરાતી”ના ફેસબુક પેજ સાથે જોડાયેલા રહેજો.

#Author : Ravi Gohel

1 thought on “માનો કે ન માનો પણ અહીં જણાવેલ દસ વાત છોકરો એક છોકરીમાં અવશ્ય નોંધ કરે છે…”

Leave a Comment