ટીમ ઇન્ડીયાના ‘સુપરફેન’ દાદીનું થયું નિધન! વર્લ્ડકપમાં હાજર રહીને વધાર્યો હતો ટીમનો જુસ્સો

૨૦૧૯માં ઇંગ્લેન્ડમાં રમાયેલા ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારતીય ટીમે ભલે છેલ્લે જતા પોતાના ચાહકોને નિરાશ કર્યા પણ આ ટુર્નામેન્ટ દરમિયાન ટીમ ઇન્ડીયાને સપોર્ટ કરવા આવેલા એક દાદી તરફ સૌનું ધ્યાન ખેંચાયું હતું. ૮૭ વર્ષની ઉંમરના દાદી ચારુલતા પટેલે ભારતની મેચો દરમિયાન સ્ટેડિયમમાં ઉપસ્થિત રહીને ચર્ચા જગાવી હતી. આટલી ઉંમરે પણ ભારતની ટીમ પ્રત્યેનો એનો જુસ્સો સૌને ચોંકાવનારો હતો.

Virat Kohli and Rohit Sharma had sought blessings from superfan Charulata Patel after the match at Edgbaston (Reuters Photo)

આ દાદી ચારુલતા પટેલનું ૧૩ જાન્યુઆરીના રોજ સાંજના નિધન થયું છે. તેના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પેજ પર આ વાતની જાણ કરવામાં આવી. ઉલ્લેખનીય છે, કે વર્લ્ડ કપ દરમિયાન ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાયેલી મેચમાં ચારુલતા પટેલે હાજર રહીને સૌનું ધ્યાન ખેઁચ્યું હતું.

કોહલીએ કરેલી દાદીના જુસ્સાની પ્રશંસા –

ઇંગ્લેન્ડના હેંડિગ્લે અને લોર્ડ્સ મેદાનોમાં રમાયેલી મેચોમાં ચારુલતા પટેલે હાજર રહીને ભારતીય ટીમનો જુસ્સો વધાર્યો હતો. શ્રીલંકા સામેના લીગ રાઉન્ડ મેચમાં પણ તેઓ હતાં. બાંગ્લાદેશ સામેની મેચમાં ભારતનો વિજય થયો એ પછી વિરાટ કોહલી અને રોહિત શર્મા તેને મળ્યા પણ હતા.

વિરાટે કરી દીધી ટિકીટની વ્યવસ્થા  –

શ્રીલંકા સામેની મેચમાં ચારુલતા પટેલ હાજર રહ્યા બાદ બાંગ્લાદેશ સામેની મેચમાં વિરાટ કોહલીએ એમની ટિકીટ માટેની વ્યવસ્થા કરી દીધી હતી. કોહલીએ લખ્યું હતું કે, દાદીના જુસ્સા પ્રત્યે હું પ્રભાવિત થયો છું!

ચારુલતા પટેલના નિધનની જાણકારી એમના ઇન્સ્ટાગ્રામ પેજ પર આપવામાં આવી હતી. જાણકારી આપતા જણાવાયું હતું કે, અમારા દાદી હવે નથી રહ્યાં! મહાદેવ તેમના આત્માને શાંતિ આપે. BCCI દ્વારા પણ દાદીને ટ્વીટ કરીને શ્રધ્ધાંજલી આપવામાં આવી છે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Shivani & FaktGujarati Team

Leave a Comment