આજકાલ માતા અને પિતા બંને વર્કિંગ હોવાને કારણે બાળકોને ક્યાંક ને ક્યાંક ખુલ્લી છૂટ મળે છે. ભકે ઘરના બીજા સભ્યો એમની સારસંભાળ રાખવા માટે હોય, પણ મા-બાપ જે બતાવી શકે કે સમજાવી શકે તે બીજુ કોઈ નથી કરી શકતું. બાળકો બાળપણમાં કહેલી વાતો યાદ રાખે છે. એટલા માટે જરૂરી છે કે આ ઉંમરે તેમને એવા નિયમો અને અનુશાસનમાં બાંધવામાં આવે કે તેઓ મોટા થઈને આત્મનિર્ભર બને ત્યારે ખોટી સંગતમાં ન પડે.
જો બાળકોને શરૂઆતથી જ નાના-નાના નિયમોનું પાલન કરવાની આદત પાડવામાં આવે તો તેઓ મોટા થઈનેતેમના ઉજ્જવળ ભવિષ્યનું કારણ બને છે. આ માટે જરૂરી છે કે જ્યારે માતા-પિતા ઘરના નિયમો બનાવે છે, તો બાળકોને અગાઉથી જ જાણ કરે કે તેઓએ દરેક પરિસ્થિતિમાં આ નિયમોનું પાલન કરવું પડશે. આજે આ લેખમાં અમે તમને એવા જ કેટલાક નિયમો જણાવી રહ્યા છીએ જે તમારે બાળકોને નાનપણથી જ શીખવવા જોઈએ.
ગુસ્સા પર નિયંત્રણ રાખો
માતા-પિતા બાળકોને નાનપણમાં જ ગુસ્સાને કાબૂમાં રાખવાનું શીખવે તો મોટા થઈને તેમનું ભવિષ્ય સારું બનશે. કારણ કે જો આમ ન કરવામાં આવે તો મોટા થઈ રહેલા બાળકો ઈચ્છા છતાં પોતાના ગુસ્સાને કાબૂમાં રાખી શકતા નથી. જો ઘરના વડીલો પણ આવું કરે તો તેમણે પોતાની આ આદત બદલવી પડશે.
ખરાબ શબ્દોથી દૂર રહો
ઘણી વખત બાળકો અન્યને જોયા પછી અથવા ટીવી પર જોયા પછી અપમાનજનક શબ્દોનો ઉપયોગ કરવાનું શરૂ કરે છે. તેને લાગે છે કે આ રીતે તે બધાનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કરી શકે છે. પરંતુ માતાપિતાએ બાળકોને ત્યારે જ ટોકવા જોઈએ જ્યારે તેઓ તેમના મોંમાંથી કોઈ અપમાનજનક શબ્દો પ્રથમ વખત સાંભળે. બાળકોને સમજાવો કે આમ કરવાથી તેમની છબી પર નકારાત્મક અસર પડશે.
ગેરવર્તન ટાળો
ઘરમાં જ્યારે બાળકોને ઠપકો આપવામાં આવે છે ત્યારે તેઓ ખોરાક ન ખાવા, વસ્તુઓ તોડવી, ગુસ્સાથી દરવાજો બંધ કરી દેવો કે ટેરેસ પર બેસી જવા જેવા કામો કરે છે.બાળકોને જણાવો કે આવું કરવું એ વડીલોનું અપમાન છે. તેમને સમજાવો કે જો ઘરના કોઈ સભ્ય સાથે સમસ્યા હોય તો તેના વિશે ખુલીને વાત કરો.
મદદ કરવાનું શીખવો
હેલ્પીંગ નેચર વાળી આવડત બાળકોમાં શરૂઆતથી જ કેળવો. તેમને કહો કે કોઈની મદદ કરવામાં ક્યારેય પાછળ ન રહે. માતા-પિતાએ તેમના બાળકોને કહેવું જોઈએ કે નાના ભાઈ-બહેનોની સંભાળ રાખવી અને તેમને મદદ કરવી એ તેમની જવાબદારી છે.
કોઈના પર નિર્ભર ન રહો
આ બાબત પણ બાળકોને શીખવવી જરૂરી છે કે તેઓએ તેમના કામ માટે હંમેશા પોતાના પર નિર્ભર રહેવું જોઈએ. બાળકોને ભોજન કર્યા પછી તેમની પ્લેટો ધોવાથી લઈને તેમની બેડશીટ સાફ કરવા સુધીનું બધું જ શીખવવું જોઈએ. જેના કારણે આ આદત હંમેશા બાળકોમા રહે છે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team
1 thought on “જો નાનપણથી જ બાળકોને આ 5 બોધ આપવામાં આવે તો તમારું બાળક ક્યારેય ખરાબ સંગતે ચડશે નહીં”