શિક્ષકની નોકરી ને ખૂબ જ આરામદાયક માનવામાં આવે છે.. મહારાષ્ટ્રના એક શિક્ષક શિક્ષકોની દુનિયામાં એક પ્રેરણા બની રહેશે.. રજનીકાંત નામના આ શિક્ષક, દરરોજનો 130 કિલોમીટર જેટલી મુસાફરી કરે છે..
તમને જાણીને ખૂબ જ આશ્ચર્ય થશે કે આ મુસાફરી માત્ર એક જ બાળકને ભણાવવા માટે ની છે.. મુસાફરી દરમિયાન ઘણી બધી મુશ્કેલીઓ રજનીકાંતને પડે છે. પરંતુ આઠ વરસથી નિરંતર થાક્યા વગર તે મુસાફરી કરે છે.. આ શિક્ષકનું લક્ષ્ય માત્ર તે એક જ બાળકનો વિકાસ છે..
zee news ના સમાચાર મુજબ, આ શિક્ષક રજનીકાંત નાગપુરના છે અને તેઓ એક સરકારી શિક્ષક છે વર્ષ 2010માં તેમની પોસ્ટિંગ પુણેથી નજીક 65 કિ.મી.ના અંતરે આવેલા ભોરના ચંદર ગામમાં થઈ.. આ ગામડાં સુધી પહોંચવા માટે ઉંચા પહાડો અને ધૂળ અને માટીથી ભરેલા રસ્તામાંથી પસાર થવું પડશે..
આ મુસાફરી કરવા માટે રજનીકાંત બાઈકનો ઉપયોગ કરે છે.. રશ્મિકાંત દરરોજ બંને તરફ 130 કિ.મી.ની મુસાફરી કરે છે આ ગામ એક ખૂબ જ ગરીબ અને પછાત છે.. અહીં પાણી પણ નથી અને hospital પણ નથી .. મકાન ના નામ ઉપર આ ગામમાં 15 ઝૂંપડીઓ છે, અહીંના લોકો આ ઝૂંપડીઓમાં જ પોતાનું જીવન વ્યતિત કરે છે…
ગામડામાં એક જ પ્રાથમિક શાળા છે અને તેમાં માત્ર એક જ વિદ્યાર્થી છે.. રજનીકાંતે જણાવ્યું કે આ સ્કૂલમાં બે વર્ષથી માત્ર આઠ વર્ષનો એક બાળક ભણવા આવે છે.. રજનીકાંતે જણાવ્યું કે ગામમાં બીજા ઘણા વિદ્યાર્થીઓ છે કે જે શિક્ષણથી વંચિત છે ..પરંતુ તે શાળા સુધી નથી પહોંચતા.. તેમને શોધી શોધીને લાવવા પડશે..
ગરીબીને લીધે બાળકો ત્યાં મજૂરી કામ કરતા જોવા મળે છે.. 12 કિલોમીટરનો પહાડોની વચ્ચે છે શાળા નો રસ્તો..
ચંદર ગામડાં સુધી પહોંચવા માટે રજનીકાંતને 12 કિલોમીટરનો પહાડ વાળો રસ્તો પસંદ કરવો પડે છે.. આ એકમાત્ર રસ્તો પાર કરીને શાળાએ પહોંચી શકાય છે.. સ્કૂલ બંધ કરવા માંગે છે સરકાર..
રજનીકાંત જણાવે છે કે સ્કૂલમાં શરૂઆતમાં પંદરથી વીસ વિદ્યાર્થીઓ આવતા હતા ,પણ ગરીબીને લીધે વિદ્યાર્થીઓ મજૂરી કામમાં લાગી ગયા એટલા માટે ધીમે ધીમે કરતાં હવે એક જ વિદ્યાર્થી શાળાએ આવે છે.આ જોતા સરકાર એવું વિચારી રહી છે કે સ્કૂલને બંધ કરવામાં આવે
આઝાદી પછી પણ નથી બદલાયો ગામ અને શાળા નું ચિત્ર..
આઝાદીના આટલા સમય પછી પણ નથી બદલાય ત્યાં ની હાલત..1985 મા સ્કૂલની સ્થાપના કરવામાં આવી હતી.. શરૂઆતમાં ચાર દીવાલ જ હતી ઉપર છત ન હતી પરંતુ વરસાદમાં પાણી આવી જતું હતું થોડા સમય પહેલાં જ ત્યાં છત લગાવવામાં આવી.
રજનીકાંત જણાવે છે કે તેમના ઘરના લોકોને એ વાતની જાણ નથી કે તે આટલા મુશ્કેલીભર્યા રસ્તા થી પસાર થઈને અહીં આવે છે..
ચંદર ગામડામાં ન તો વીજળી છે ન તો રોજગાર..
અહીં રોજગારીના હોવાથી લોકોને ખાલી પથ્થર તોડીને ગુજરાન ચલાવવું પડે છે.. આ ગામ પહાડ પર છે અેટલા માટે ત્યાં સાપોની સંખ્યા વધારે છે.. જ્યારે કોઈ મુશ્કેલી આવે છે ત્યારે ગામના લોકો પાસે કોઈ વિકલ્પ હોતો નથી..
જો આપની પાસે પણ કોઈ વ્યક્તિની રસપ્રદ વાત છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ, તો અમને લખી મોકલાવો faktgujarati@gmail.com પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે દ્વારા અમારી સાથે Facebook, Instagram અને Twitter પર જોડાઓ…