ચા ના શોખીન લોકોએ ભારતના આ ચા ના બગીચા વિશે જરૂર જાણવું જોઈએ.

ભારતને અલગ અલગ સંસ્કૃતિઓ, ભાષાઓ, ધર્મો અને વ્યંજનો નો દેશ માનવામાં આવે છે. તેમાં વધારે લોકો પોતાના દિવસની શરૂઆત એક કપ ચા ની સાથે કરે છે. ઘણા લોકોને ઊર્જા ચા થી જ મળે છે અને ચા વગર માનો તેમનો દિવસ જ શરૂ થતો નથી. પરંતુ શું તમે જાણો છો કે આ ચા ક્યાંથી આવે છે ? જી હા, અમે વાત કરી રહ્યા છીએ ચા ના બગીચા વિશે. તો ચાલો જાણીએ ભારતના કેટલાક ચા ના બગીચા વિશે.

Image Source

દાર્જિલિંગ –

Image Source

ચા ની વાત આવે એટલે તમારે દાર્જિલિંગ વિશે જરૂર જાણવુ જોઈએ કેમકે દાર્જિલિંગની ઉત્તમ ચા ન ફકત ભારતમાં પરંતુ આખી દુનિયામાં પ્રખ્યાત છે. લાંબા પણ વાળી દાર્જિલિંગની ચા તેના સ્વાદ અને સુગંધ માટે જાણીતી છે. દાર્જિલિંગ પશ્ચિમી વિદેશી બજારમાં છૂટક ચા ના પાનના સૌથી મોટા નિકાસકાર છે. સુંદર પહાડો અને લોભામણા ચા ના બગીચાની સાથે ખૂબ સુંદર દેખાતી દાર્જિલિંગની યાત્રા તમારે એક વાર જરૂર કરવી જોઈએ.

મુન્નાર –

Image Source

મુન્નારના ચા ના બગીચાની સૌથી અલગ વાત એ છે કે તેને દુનિયાના સૌથી ઊંચા ચાના બગીચા માંથી એક માનવામાં આવે છે. મુન્નારના ચા ના બગીચા પણ તમને દરેક વખતે તમારી બાજુ આકર્ષિત કરે છે. જો તમે ચા ના શોખીન છો તો તમારે એક વાર આ સુંદર બગીચા જરૂર જોવા જોઈએ.

આસામ –

Image Source

આસામની સૌથી જૂની ટી પ્રોપર્ટી ધ સીનામોરા ચા એસ્ટેટ છે જેને ૧૮૫૦ માં સ્થાપિત કરવામાં આવી હતી ચા ના બગીચા લણણીની ઋતુ દરમિયાન ખૂબ સુંદર જોવા મળે છે. ચાના પાકને કેવી રીતે કાપવી અને તૈયાર કરવામાં આવે તે જોવા માટે આ સ્થળ સૌથી શ્રેષ્ઠ છે.જો તમે આ સ્થળની યાત્રા કરી રહ્યા છો તો અહીંના સ્વાદ અને સુગંધથી ભરેલી ચા ખરીદવાનું ભૂલતા નહિ.

ઉટી

Image Source

ઉટીમાં નીલગીરી હિલ્સ ઘણા પ્રકારની ચા ની મિલકતો નું ઘર છે. અહી તમે ચા ના કારખાનામાં પણ જઈ શકો છો અને જોઈ શકો છો કે ચા કેવી રીતે બનાવવામાં આવે છે અને પેક કરે છે. અહી પ્રવાસી ચા ના બગીચાની એક ટૂંકી મુલાકાત લઈ શકે છે અને તેને ચા ચાખવા માટે આપવમાં આવે છે. ઉટીમાં મનોહર પહાડો પણ છે જે તમને દરેક સમયે આકર્ષિત કરે છે.

હિમાચલ પ્રદેશ –

હિમાચલને કાંગરા ચા નો ગઢ માનવામાં આવે છે. અહીંના ચાના બગીચા હરિયાળી અને સુંદરતા જોતા જ બને છે. તે ચાના બગીચા ન ફકત જોવામાં શાનદાર છે, પરંતુ તે ઘણા બધા લોકોની આજીવિકાનો સ્ત્રોત પણ છે. એક વાર તમારે આ બગીચાની મુલાકાત જરૂર લેવી જોઈએ.

તો પછી મુસાફરી કરતી વખતે ચાની ચુસ્કીઓની મજા લેવા ઇચ્છો છો તો આ ચાના બગીચામાં એકવાર જરૂર જાઓ.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment