શિયાળા મા ફકત વડીલો ની ત્વચા ને નુકશાન નથી થતું પરંતુ તેનું નુકશાન નાના બાળકોને પણ સહન કરવું પડે છે. જેના કારણે તેમની ત્વચા ખરાબ થવાનું પણ જોખમ વધી જાય છે. એટલે શિયાળા દરમિયાન બાળકો ની ત્વચા પર ધ્યાન આપવું ખુબ જરૂરી હોય છે. આવી સ્થિતિ માં માતાપિતા નો સવાલ એ છે કે અમે કઈ રીતે અમારા બાળકો ની ત્વચા નું ધ્યાન શિયાળા દરમિયાન રાખીએ. તો તેનો જવાબ ઘણા લોકો દઈ શકે છે કે તમે બેબી પ્રોડક્ટ્સ નો ઉપયોગ કરો કે ડોક્ટર ની સલાહ લો. પરંતુ બજાર મા મળનાર ઉત્પાદનો પર પૂરી રીત થી ભરોસો કરવો ખોટું હોઈ શકે છે જ્યાં સુધી ડોક્ટર કોઈ પ્રોડક્ટ્સ નો ઉપયોગ કરવાની સલાહ ન આપે. પરંતુ તમે કોઈ પણ ક્રીમ અથવા દવા વગર ઘર પર તમારા બાળકોની ત્વચાને કુદરતી રીતે સ્વસ્થ રાખી શકો છો. અમે તમને આ લેખ મા જણાવીશું કે તમે આવનારા શિયાળા ના વાતાવરણ મા તમારા બાળકો ની ત્વચા નું ધ્યાન કેવી રીતે રાખશો અને કેવી રીતે તેની ત્વચા મા ચમક બનાવેલી રાખવી.
નારિયેળ નું તેલ.
નાળિયળ નું તેલ બાળકો ઉપરાંત દરેક વ્યક્તિ માટે ફાયદાકારક છે અને તે બાળકો ની ત્વચા પર ધણી સારી પ્રતિક્રિયા આપે છે. બાળકો ની ત્વચા પર દરરોજ નારિયેળ ના તેલ નો ઉપયોગ કરવાથી તે ત્વચા મા લાંબા સમય સુધી નમણાશ બનાવી રાખે છે. તેના માટે તમે બાળકોને દરરોજ નારિયેળ ના તેલ થી મસાજ કરો. તેને તમારે રાત્રે સૂતા પહેલા જરૂર લગાવવું. તમે ઇચ્છો તો નારિયેળ તેલ ના થોડા ટીપા ને નાક ની આજબાજુની ત્વચા પર નાખી શકો છો જેના કારણે તમારા નાકની ત્વચા માં પણ નમણાશ રહેશે. આ ઉપરાંત તે ત્વચાને સુધારવામાં ઘણી મદદગાર હોય છે.
મધ.
મધ સ્વાસ્થ્ય માટે કેટલું ફાયદાકારક હોય છે એ તો તમે બધા જાણો છો, પરંતુ શું તમે જાણો છો તે તમારા બાળક ની ત્વચા માં નમણાશ બનાવી રાખવાની સાથે તેને ચમકદાર બનાવી રાખવામાં પણ મદદ કરે છે. જો તમે તમારા બાળકની ત્વચા નરમ અને ત્વચાને શુષ્કતાથી દૂર રાખવા માંગો છો તો દરરોજ મધ ને તેની ત્વચા પર લગાવો. તમે તેને ત્વચા પર લગાવવા માટે દૂધની સાથે મિક્સ પણ કરી શકો છો અને તેને ૧૦ મિનીટ લગાવી રાખ્યા પછી તેને ધોઈ લો.
કાચું દૂધ.
કાચું દૂધ પણ ત્વચા માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે, તે તમારા બાળકો ની ત્વચા ને ચમકદાર બનાવવાની સાથે તેમાં હાજર ગંદકીને દૂર કરવાનું પણ કામ કરે છે. તમે કાચા દૂધ ની સાથે મધ, બદામ, હળદર અને પપૈયા ને પણ ઉમેરી શકો છો અને આ મિશ્રણ ને બાળકો ના ચેહરા પર લગાવો. તે માત્ર બાળકો માટે જ નહીં પરંતુ વડીલો માટે પણ ફાયદાકારક વિકલ્પ છે શિયાળા દરમિયાન.
પાણી.
બાળકો અને વડીલો શિયાળા દરમિયાન પાણી ઓછુ જ પીતા હોય છે, જેના કારણે ત્વચા માં શુષ્કતા આવવા લાગે છે. આ સાથેજ જો બાળકોના શરીરમાં પૂરતું પાણી ન હોય તો તેઓ ડિહાઇડ્રેશનનો પણ ભોગ બની શકે છે. એટલે મહત્વપૂર્ણ છે કે તમે તમારા બાળકોને નિયમિત રૂપ થી દરરોજ પુરતુ પાણી પીવડાવો. તેથી બાળકોની ત્વચા મા નમણાશ બની રહે છે અને તેઓ સ્વસ્થ પણ રહી શકે છે.
આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : FaktGujarati Team