રિશી કપૂરની દીકરી રીદ્ધીમાં કપૂર સાહનીને પિતા રિશી કપૂરની યાદ જયારે આવે છે ત્યારે તે સોશલ મીડિયા પર તેની ફોટો શેર કરી દે છે. હવે રીદ્ધીમાંએ ‘સારા દિવસો’ યાદ કરી અમુક ફોટાઓ શેર કર્યા છે.
રીદ્ધીમાં કપૂરે તેના પરિવારની ફોટો શેર કરી છે. આ ફોટોમાં તેની સાથે ભારતની મશહુર ગાયિકા લતા મંગેશકર પણ છે. લતા અને રિશી કપૂરનો સંબંધ ઘણો ઊંડો હતો, રિશી કપૂર નાનપણથી જ લતાજીને ઓળખતા હતા.
ત્યાં જ રીદ્ધીમાંએ તેના લગ્નના દિવસોને પણ યાદ કર્યા. તેમણે રિશી કપૂર અને પતિ ભરત સાહની સાથે લગ્નના દિવસની ફોટો શેર કરી છે.
રીદ્ધીમાંની દીકરી સમારાને પણ નાના રિશી કપૂરથી ઘણો જ લગાવ હતો. રિશી અને સમારા સાથે મળીને ખુબ જ મસ્તી કરતા હતા. રીદ્ધીમાં એ ફોટો શેર કરી જેમાં તે તેના નાના રિશીના કટ આઉટ સામે ઉભી ઉભી પોઝ આપી રહી છે. આ ફોટો રિશી કપૂરની બાયોગ્રાફી ખુલ્લમ ખુલ્લાના રીલીઝ પર લગાવવામાં આવી હતી.
આ સિવાય રીદ્ધીમાં એ એક ફની ફોટો શેર કરી હતી. જેમાં બંને એ કાળા ચશ્માં આંખો પર લગાવ્યા છે અને બંને ક્યુટ લાગી રહ્યા હતા.
જણાવી દઈએ કે 30 એપ્રિલ 2020એ એક્ટર રિશી કપૂરનું મુંબઈ હોસ્પીટલમાં નિધન થઈ ગયું હતું. તે કેન્સર પીડિત હતા. લોકડાઉન ના લીધે તેણી પિતાના અંતિમસંસ્કારમાં જઈ શકી ના હતી.
image source
જો કે ત્યારબાદ રીદ્ધીમાં, પિતા રિશીની 13મી ની પૂજા અને બીજા કામોમાં શામેલ થઈ હતી. રિશીના અંતિમ સંસ્કારમાં તેને લાઈવ વિડીયો કોલ દ્વારા જોવામાં આવી હતી.
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો… 🙂 આભાર 🙂
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : Shivani & FaktGujarati Team