સામાન્ય રીતે શરીર માં પાણી ની કમી ને આપણે ખૂબ જ હલકા માં લઈએ છીએ. ઘણી વાર ડીહાયડ્રેશન ને કારણે રોગીઓ ની મૃત્યુ પણ થઈ શકે છે.
પાણી આપણાં શરીર માટે કેટલું જરુરી છે તે જાણ્યા પછી પણ લોકો પર્યાપ્ત માત્રા માં પાણી નથી પીતા. આવશ્યક માત્રા માં પાણી ન પીવાથી આપણાં શરીર પર નકારાત્મક પ્રભાવ પડે છે. અને ઘણા પ્રકાર ની સ્વાસ્થ્ય સંબંધી તકલીફો થવા લાગે છે. અમે તમને એવા કેટલાક સંકેત જણાવીએ છીએ, કે જેનાથી તમને ખબર પડશે કે તમારા શરીર ને હવે પાણી ની જરૂર છે. જેથી સમય રહેતા તમે તમારી એ આદત ને સુધારી શકો.
જ્યારે શરીર માં પાણી ની કમી થયા છે ત્યારે મોઢું સુકાવા લાગે છે. જો વારે વારે મોઢું સુકતું હોય તો સમજી લેવું કે તમારા શરીર માં પાણી ની ખૂબ જ કમી છે.
પાણી ઓછું પીવાથી પસીનો ઓછો થાય છે. અને શરીર માંથી જેરિલા તત્વો બહાર નથી નિકાળી શકતા. શરીર માં પાણી ની કમી થી ત્વચા શુષ્ક અને સુકાઈ જાય છે. જેના કારણે ત્વચા સંબંધિત રોગો થાય છે.
પાણી ની કમી થી ફક્ત મોઢું અને ગળું જ પ્રભાવિત નથી થતું પણ આંખો પર તેનો પ્રભાવ પડે છે. આંખો સૂકી અને લાલ થઈ જાય છે.
શરીર માં પાણી કમી હોવાનો મતલબ કે શરીર માં માસ-મસલ્સ ઓછા હોવા. વર્કઆઉટ ની પહેલા, વચ્ચે, અને પછી પાણી પીવાથી બોડી હાયડ્રેટ રહે છે. અને પાણી ઉપયોગ સાચી જગ્યા પર થાય છે. જ્યારે શરીર માં પાણી કમી થાય છે તો પેશાબ પીળા રંગ નો આવે છે. સાથે જ તેની માત્રા પણ ઓછી થઈ જાય છે. અને પેશાબ પછી પ્રાઇવેટ પાર્ટ માં બળતરા અને ખંજવાળ આવે છે.
જો શરીર માં પાણી ની કમી થઈ જાય છે તો શરીર, લોહી માં થી પાણી લેવા લાગે છે. જેના કારણે લોહી માં ઓક્સિજન ની કમી થવા લાગે છે. અને કાર્બનડાયઓક્સાઇડ નું પ્રમાણ વધે છે. જેના કારણે તમને થકવો અને સુસ્તી લાગે છે.
આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : FaktGujarati Team