મિત્રો આજે આત્મહત્યા નિવારણ દિવસ છે. એટલે કે આજે લોકોને આત્મહત્યા ના કરવા માટે સમજાવવામાં આવે છે. પણ તમને જણાવી દઈએ કે આજના દિવસે જ અમદાવાડ મણિનગરથી એક એવા સમાચાર આવી રહ્યા છે જે બધાને ચોંકાવી દીધા છે. અહિયાં એક યુવકએ મોબાઈલ ટાવર પર ચઢીને અમુક સમય સુધી ઉપર રહે છે અને પછી થોડીવારમાં તે ત્યાંથી કૂદીને આત્મહત્યા કરી લે છે.
તમને જણાવી દઈએ કે આ ઘટના સામે આવી છે મણિનગર કાંકરિયા પાસે આવેલ ઇકો ક્લબની નજીકથી. ત્યાં આવેલ એક મોબાઈલ ટાવર પર એક યુવક ચઢી જાય છે. પણ તે તરત કૂદતો નથી તે ત્યાં અમુક કલાકો પસાર કરે છે. તેને સુરક્ષિત ત્યાંથી બચાવવા માટે ફાયરબ્રિગેડ આવી પહોંચે છે. તેઓ પાસે તેને બચાવવાના પૂરતા સાધન હતા. પણ બન્યું એવું કે તેઓ કોઈ પ્રયત્ન કરે એ પહેલા જ તે યુવક ટાવર પરથી પડતું મૂકે છે.
આજે સવારે કાંકરિયાના ગેટ નંબર 3 પાસે આવેલ મોબાઈલ ટાવર પર યુવક ચઢી ગયો. આ પછી જ્યારે લોકોની કાને આ વાત પહોંચી ત્યારે તે વ્યક્તિને જોવા અને બચાવ કામગીરી કરવા માટે લોકો ભેગા થવા લાગ્યા. અમુક સમયમાં જ ત્યાં લોકોના ખૂબ ટોળાં થઈ ગયા ત્યાં પોલીસ પણ હાજર થઈ જાય છે અને પછી કોઈ સ્થાનિક એ ફાયરબ્રિગેડને જાણ કરે છે. પહેલા ટીમએ ત્યાં ટાવર પાસે જાળી લગાવવાનું કામ કરે છે પણ યુવક એ નીચે ઉતરવાનું નામ લઈ રહ્યો હતો નહીં.
પછી ઘણા કલાકો સુધી આ બધુ ચાલે છે. ઉપરથી યુવક જુએ છે કે તેને બચાવવા માટે ટાવરની એક બાજુ નેટ લગાવવામાં આવી છે. આ પછી તેને ઉપરથી ઉતારવા માટે ક્રેનની મદદ લેવામાં આવે છે પણ ક્રેનને જોતાં જ તે યુવક એ જે તરફ જાળી લગાવી નહોતી એ બાજુ ઊંધે માથે કૂદી પડે છે. નીચે પટકાતાં યુવકને ગંભીર ઇજા થાય છે.
યુવકના ઉપરથી અચાનક કૂદી પડવાથી તે ખૂબ ગંભીર રીતે ઘાયલ થઈ ગયો હતો. આ પછી તેને ઇમરજન્સીમાં દવખાન લઈ જવામાં આવે છે. મળતી માહિતી પ્રમાણે યુવકની પરિસ્થિતિ ખૂબ ગંભીર હતી પછી તેને મૃત જાહેર કરવામાં આવે છે. આ યુવક કોણ છે તેનો હજી સુધી કોઈ ખુલાસો થયો નથી.