સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ એ ખગોળીય ઘટના છે. સૂર્યગ્રહણ માં ચંદ્ર સૂર્ય ને પૂરેપૂરી રીતે ઢાંકી લે છે. એ સમયે સૂર્યના કિરણો ધરતી સુધી પહોંચતા નથી. એવું માનવામાં આવે છે કે જ્યારે સૂર્ય ગ્રહણ થાય છે ત્યારે એનો પ્રભાવ આખા વિશ્વ પર પડે છે.પરંતુ વર્ષનું પહેલું સૂર્યગ્રહણ આંશિક છે તો ચાલો જાણીએ, આ સૂર્ય ગ્રહણ નો પ્રભાવ ક્યાં અને કેવો થશે. કઈ રાશિ પર લાગશે સૂર્યગ્રહણ અને કેટલા સમય સુધી રહેશે સૂર્યગ્રહણ.
વર્ષમાં ઘણી વાર સૂર્ય અને ચંદ્રગ્રહણની ઘટના બનતી હોય છે. સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ એક ખગોળીય ઘટના છે. 2022 નું પહેલું સૂર્યગ્રહણ એપ્રિલ મહિનામાં થવાનું છે. જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે સૂર્યગ્રહણને અશુભ માનવામાં આવે છે સૂર્યગ્રહણ એ ચંદ્ર જ્યારે સૂર્યને પૂરેપૂરી રીતે ઢાંકી દે છે, એ સમયે સુર્યનાં કિરણો પૃથ્વી સુધી પહોંચી શકતા નથી.
2022 નું પહેલું સૂર્યગ્રહણ એપ્રિલ મહિનામાં થશે. જે વૃષભ રાશિમાં થનારા આ સૂર્ય ગ્રહણ નો પ્રભાવ આંશિક હશે. આ સૂર્યગ્રહણ દક્ષિણ અને વેસ્ટ સાઉથ અમેરિકા, પ્રશાંત મહાસાગર, એન્ટાર્કટિકા, એટલાન્ટિકા જેવા ક્ષેત્રોમાં જોવા મળશે. પ્રથમ સૂર્ય ગ્રહણ શીખવાને કારણે ભારત પર એનો કોઈ પણ પ્રભાવ પડશે નહીં. આ કારણે સુતક ના નિયમો નું પાલન કરવું પડશે નહીં. કારણ કે, જ્યારે પૂર્ણપણે ગ્રહણ લાગે છે ત્યારે સુતક ના નિયમો નું પાલન કરવામાં આવે છે.
ક્યારે અને ક્યાં સુધી લાગશે સૂર્યગ્રહણ
ભારતીય સમય પ્રમાણે 30 એપ્રિલ 2020 ના રોજ શનિવારે પહેલું સૂર્યગ્રહણ રાત્રે 12:15 થી શરૂ થશે જે સવારે 4:07 પર સમાપ્ત થશે.
કેવી રીતે સુતક ની સ્થિતિ નિર્માણ થાય છે
જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે જ્યારે સૂર્યગ્રહણ હોય છે એ સમયે સુતક ના નિયમો નું પાલન કરવું અનિવાર્ય હોય તો નથી. પરંતુ જ્યારે પૂર્ણપણે ગ્રહણ લાગે છે ત્યારે, સુતકને પ્રભાવી માનવામાં આવે છે એમાં ઘણા નિયમો હોય છે જેનું પાલન કરવું અનિવાર્ય હોય છે.
2022 નું બીજું ગ્રહણ ક્યારે લાગશે
25 ઓક્ટોબર મંગળવારના રોજ 2022 નું બીજું સૂર્યગ્રહણ લાગશે જેનો સમય સાંજે 4:29:10 થી શરૂ થઈને 5:42:01 પર સમાપ્ત થશે. આ ગ્રહણ આફ્રિકા મહાદ્વીપ અને ઉત્તર પૂર્વીય ભાગ, યુરોપ, એશિયા ના દક્ષિણ પશ્ચિમી ભાગ અને એટલાન્ટિક આમાં જોઈ શકાશે. સાથે જ આ સૂર્યગ્રહણને ભારતની કેટલીક જગ્યાઓ પર પણ જોઇ શકાશે. માટે આ સૂર્યગ્રહણનો ધાર્મિક પ્રભાવ અને સુતક માન્ય થશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team