કર્ણાટકનું એક એવું મંદિર, જેના સ્તંભોને થપથપાવવાથી ઉત્પન્ન થાય છે સંગીત જેવી ધ્વનિ, છે ને આશ્ચર્યની વાત!!

Image Source

ભારતના કર્ણાટક રાજ્યમાં મંદિરોની કોઈ ઉણપ નથી, અહી ઘણા બધા એવા મંદિર છે, જેની પોતાની એક અલગ ઓળખ છે અને તેની ખાસિયતને કારણે તેની પ્રસિદ્ધિ પણ ખૂબ છે. તેમાંથી એક હમ્પીનું વિઠ્ઠલ મંદિર છે, જે 16 મી સદીની અદભુત સંરચના છે. અહી એક હિંદુ મંદિર છે અને ભગવાન વિઠ્ઠલ એટલે કે ભગવાન વિષ્ણુને સમર્પિત છે.

હમ્પી, કર્ણાટકનું એટલું સુંદર ધાર્મિક સ્થળ છે કે તમે જો એક વખત અહી જશો તો સુંદરતા જોઈને અહીંના સ્થળમાં મંત્રમુગ્ધ થઈ જશો. હમ્પી, કર્ણાટકનું એક એવું શહેર છે, જ્યાં પર્યટકોની અવરજવર રહે છે. હમ્પીના આ તથ્યોને સાચું સાબિત કરે છે અહીંનું વિઠ્ઠલ મંદિર, જેની સુંદરતા, જટિલ નક્કાશીઓ અને સુંદર વાસ્તુકળા અહી રહેલી કોઈપણ અન્ય સંરચનાને અનુરૂપ નથી. તુંગભદ્રા નદીના દક્ષિણ કિનારા પર આવેલ આ મંદિર મૂળ દક્ષિણ ભારતીય દ્રવિડ મંદિરોની સ્થાપત્ય શૈલીનું પ્રતીનિધત્વ કરે છે.

Image Source

સંગીતમય સ્તંભો માટે વિઠ્ઠલ મંદિર પ્રખ્યાત છે –

વિઠ્ઠલ મંદિરનું નિર્માણ 16મી સદીમાં રાજા દેવરાય દ્વિતીયના શાસનકાળ દરમિયાન કરવામાં આવ્યું હતું અને આ મંદિર વિજયનગર સામ્રાજ્ય દ્વારા અપનાવવામાં આવેલ શૈલીનુ પ્રતીક છે. આ મંદિરને અલંકૃત સ્તંભો, નાની નાની નક્કશિઓ અને રંગ મંડપ માટે ઓળખવામાં આવે છે. આ મંદિરમાં 56 સંગીતમય સ્તંભ છે, જે પ્રવાસીઓને ખુબ જ આકર્ષિત કરે છે. આ સ્તંભોને થપથપાવવા પર સંગીતના સૂર સંભળાય છે.

મૂર્તિઓ ગર્ભગૃહમાં રાખેલ છે –

મંદિરની મૂર્તિઓને અંદર ગર્ભગૃહમાં રાખવામાં આવેલ છે, જ્યાં ફક્ત મુખ્ય પૂજારી જ પ્રવેશ કરી શકે છે. જોકે મંદિરનું નાનું ગર્ભગૃહ સામન્ય લોકો માટે ખુલ્લુ છે, તેમજ સ્મારકીય સજાવટ મોટા ગર્ભગૃહમાં જોઈ શકાય છે. આ મંદિરના પરિસરમાં રહેલ એક પથ્થરનો રથ છે, જે મંદિરના આકર્ષણને વધારે છે. પરિસરની પૂર્વ દિશામાં આવેલ આ રથ વજનદાર હોવાને કારણે તેના પથ્થરને પૈડાની મદદથી તેને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકાય છે. મંદિર પરિસરની અંદર ઘણા મંડપ, નાના મંદિર અને વિશાળ ઓરડા પણ બનાવવામાં આવેલ છે.

Image Source

વિઠ્ઠલ મંદિર કેવી રીતે પહોચવું –

વિઠ્ઠલ મંદિરની નજીકનું હવાઈ મથક બેલ્લારીમાં છે, જે મંદિરથી લગભગ 65 કિલોમીટર દૂર આવેલ છે. તેમજ મંદિરની નજીક રેલવે સ્ટેશન હોસ્પેટ જંક્શન છે, જે મંદિરથી લગભગ 10 કિલોમીટર દૂર આવેલ છે. આ ઉપરાંત સડક માર્ગની વાત કરીએ તો અહી પહોંચવા માટે સડક માર્ગ સૌથી શ્રેષ્ઠ વિકલ્પ માનવામાં આવે છે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment