મોટાભાગના લોકો શિયાળાની ઋતુમાં આળસ કરે છે અને તેના લીધે તેઓ પોતાના સ્વાસ્થ્ય પર સંપૂર્ણ રીતે ધ્યાન આપી શકતા નથી. જોકે હવે ઉનાળાની ઋતુ આવી ગઈ છે અને આ બદલાતી ઋતુમાં શરીર ઉપર ખૂબ જ ધ્યાન આપવાની જરૂર છે. ચાલો જાણીએ કે કઈ રીતોથી તમે તમારા શરીરને ઉનાળાની ઋતુમાં સ્વસ્થ રાખી શકો છો.
સમયસર સૂવાનો નિયમ બનાવો:
ઉનાળાના દિવસો લાંબા હોય છે અને શિયાળાની સરખામણીમાં આ ઋતુમાં લોકોને રાત્રે જલ્દી ઊંઘ આવતી નથી. જો તમને પણ પથારીમાં ગયા પછી ઝડપથી ઊંઘ આવતી નથી તો નાકમાં આવશ્યક તેલના બે ટીપા નાખો. અભ્યાસ મુજબ આવશ્યક તેલની સુગંધથી શરીર હળવું થાય છે અને ઊંઘ સારી આવે છે.
ત્વચાની સંભાળ:
શિયાળાની ઋતુમાં શુષ્ક હવાને કારણે ત્વચામાં ખંજવાળ શરૂ થાય છે. તમારી ત્વચાને ઉનાળાની સંભાળ આપો અને ત્વચાને એક્સ્ફોલિયેટ કરો. તેનાથી મૃત ત્વચા નીકળી જશે અને તમારી ત્વચાને સુધારશે. ગરમ પાણીથી નહાવું નહિ અને ચહેરો હંમેશા ઠંડા પાણીથી ધોવો.
જીવ-જંતુઓનું નિવારણ:
ઉનાળાની ઋતુમાં મચ્છર અને ચાંચડ જેવા જીવજંતુઓથી થતા રોગો વધી જાય છે. તેના નિવારણ માટે ફૂલ સ્લિવના કપડા પહેરવા. મચ્છર નિવારક લગાવવાની આદત રાખો. આ મચ્છરના કરડવાથી અસર થશે નહીં. આ ઉપરાંત ઘરને સ્વચ્છ રાખો જેથી નાના જંતુઓ ન આવે.
ખાણીપીણી પર ધ્યાન આપવું:
ઉનાળાની ઋતુમાં ખાણીપીણી પર ધ્યાન આપવું ખૂબ જ જરૂરી છે. હળવું ભોજન કરવું જેથી તે સરળતાથી પચી શકે. સ્વાસ્થ્ય નિષ્ણાતનું કહેવું છે કે જ્યારે તમને ખરેખર ભૂખ લાગી હોય ત્યારે જ ખાવું નહીં તો તમારા પેટમાં હંમેશા ભારેપણું રહેશે અને વજન પણ વધી જશે. તમે શું ખાઈ રહ્યા છો તેના પર પણ ધ્યાન આપવાની ખૂબ જ જરૂર છે. ભૂખ લાગી હોય તેના કરતાં ઓછું ખાવું.
યોગ્ય પગરખાંની પસંદગી કરો:
ઉનાળામાં પગરખાને લીધે તમારા પગ ખરાબ થઈ શકે છે. જોકે કેટલાક લોકો ફેશનને લીધે પગના આરામ પર ધ્યાન આપતા નથી. આ ઋતુમાં ફ્લેટ અને રબરના પગરખા વધારે આરામ આપે છે. તેનાથી એડિયો ઉપર ઓછું દબાણ પડે છે, પગમાં દુખાવો થતો નથી અને પગમાં સળંગ અથવા ફોડલાઓ થતા નથી. દુર્ગંધ દૂર કરવા માટે ક્યારેક ક્યારેક પગરખાને તડકામાં રાખવા.
વર્કઆઉટ કરો:
શિયાળાના દિવસોમાં ઘણા લોકો વર્કઆઉટ કરવાનું બંધ કરી દે છે. કસરત નિયમિતતા ફરીથી ચાલુ કરો. દરરોજ યોગા અથવા કોઈ પણ વર્કઆઉટ કરો. તેનાથી શરીર સ્વસ્થ રહેશે અને તમે માનસિક રૂપે પણ શાંતિનો અનુભવ કરશો. દરરોજ કસરત કરવાથી બ્લડપ્રેશર નિયમિત રહે છે, શરીરનો દુખાવો દૂર થાય છે અને શરીર અંદરથી સ્વસ્થ રહે છે.
પર્સનલ કેર રૂટીન:
શિયાળામાં આળસને લીધે લોકો પોતાના પર ધ્યાન આપવાનું ઓછું કરી દે છે. પોતાનું પર્સનલ કેર રૂટીન ફરીથી બનાવો. દરરોજની આદતોને સુધારો. બંને સમયે બ્રશ કરો, મોઢા અને હાથની સફાઇ રાખો અને બહાર નીકળતાં પહેલાં સનસ્ક્રીન જરૂર લગાવો.
પ્લાન્ટ બેઇઝ્ડ ડાયેટ:
પ્લાન્ટ બેઇઝ્ડ ડાયેટ લેવા માટે તમારે શાકાહારી બનવાની જરૂર નથી. તમારા આહારમાં તે દરેક વસ્તુઓનો સમાવેશ કરો જેમાં પુષ્કળ પ્રમાણમાં ફાઇબર, પ્રોટીન, વિટામીન અને ખનીજ મળી આવે. ઉનાળાની ઋતુ સલાડ ખાવા માટે ઉત્તમ માનવામાં આવે છે. ઘણા બધા ફળ, આખું અનાજ, દાળ અને માછલીનો તમારા આહારમાં સમાવેશ કરો.
ચેકઅપનું શેડ્યૂલ બનાવો:
તમારા સ્વાસ્થ્યની સંભાળ માટે તમે જેટલા ઝડપથી સક્રિય થશો તેટલું તમારા માટે સારું છે. તમારા નિયમિત ચેકઅપનું એક શેડ્યુલ બનાવો અને બધી જરૂરી વસ્તુઓની ચકાસણી કરાવો. સ્વાસ્થ્ય નિષ્ણાંતનું કહેવું છે કે ક્યારેય પણ બીમાર પડ્યા પછી ચકાસણી કરાવવા માટે રાહ જોવી નહીં. ચકાસણી કરાવવાથી તમને કોઈપણ રોગની શરૂઆતમાં જાણ થઈ જશે જેથી તેનું નિયંત્રણ કરવું તમારા માટે સરળ રહેશે.
આવા જ સરસ લેખ અથવા આવનારા પાર્ટની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team