નિર્દેશક વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ ઘણા બધા દર્શકોના હૃદયને ઝાંઝોળી રહી છે. આ ફિલ્મને ઘણા બધા લોકોએ ખૂબ જ પસંદ કરી છે અને તેની પ્રશંસા પણ કરી રહ્યા છે. ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ ફિલ્મમાં ઘણા હેરાન અને પરેશાન કરનારા સીન પણ છે. દર્શક તેને લઈને ખૂબ જ ચર્ચા કરી રહ્યા છે, આ ફિલ્મનો ક્લાઈમેક્સ આપણું હૃદય પીગાળી નાખે તેવો છે. જેને અભિનેત્રી ભાષા સુંબલી ઉપર ફીલ્માવામાં આવ્યું છે.
સાચી ઘટના ઉપર આધારિત એક સીનમાં ઉગ્રવાદીઓ ની તરફથી ભાષા સુંબલી ના કપડા ફાડતા જોવા મળ્યા છે અને આ સીન ને કરતી વખતે તે અભિનેત્રી સહિત આ ફિલ્મની સંપૂર્ણ ટીમ પણ રડી પડી હતી, આ વાતનો ખુલાસો અભિનેતા અનુપમ ખેરની ભત્રીજી વૃંદા ખેરે કર્યો છે. આ ફિલ્મમાં વૃંદા ખેરે બોલિવૂડમાં પોતાની સફર શરૂ કરી છે. અભિનેત્રી વૃંદા અત્યારે હાલમાં જ અંગ્રેજી વેબસાઈટ ટાઇમ્સ નાઉ સાથે વાતચીત કરી છે.
તે દરમિયાન વૃંદા ખેરે આ ફિલ્મથી જોડાયેલી ઘણી બધી વાતો કરી છે, અને તેમને આ ફિલ્મના ક્લાઈમેક્સ પર વાત કરતી વખતે કહ્યું કે આ ફિલ્મમાં ક્લાઇમેક્સ સીન જેમાં બિટ્ટા એ શારદા ના કપડાં ફાડ્યા, અને આ સીન કરવો અમારા બધા માટે ખૂબ જ કઠિન હતો, પડદા ઉપર જેટલા પણ ઇમોશન્સ નીકળ્યા તે બધા જ સાચા હતા, અને તે કલ્પના કરવી કે કોઈ વ્યક્તિ વાસ્તવમાં તેનામાંથી પસાર થયું છે અને તે ખૂબ જ મુશ્કેલ હતું.
અને તેમને જણાવ્યું કે આ ફિલ્મમાં ખુબ જ દર્દનાક ક્લાઇમેક્સ છે જેમાં બતાવવામાં આવ્યું છે કે કાશ્મીરી પંડિત શરણાર્થી કેમ્પમાં રહેતા હોય છે, અને ચારેય તરફથી સુરક્ષાકર્મીઓ ના વેશમાં ઉગ્રવાદીઓ તેમને ઘેરીને મારતા હોય છે, ગ્રાફિક્સના આધારે શારદા પંડિત નામની મહિલાના કપડા ફાડતા બતાવવામાં આવ્યા છે અને શારદા પંડિતના આ કિરદાર ને ભાષા સુબલી એ નિભાવ્યો છે.
વાત કરીએ ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ ના બોક્સ ઓફિસ કલેક્શન ની તો ઓફિસ ઉપર આ ફિલ્મનું શાનદાર સફર હજુ પણ ચાલુ જ છે. બીજા સોમવારે પણ આ ફિલ્મે 12 કરોડથી વધુ કલેક્શન ભેગું કરીને દરેક વ્યક્તિને હેરાન કરી દીધા છે, હવે 11 દિવસમાં આ ફિલ્મનું નેટ કલેક્શન લગભગ 180 કરોડ થઇ ગયું છે, અને ફિલ્મ ત્રીજા અઠવાડિયા સમાપ્ત થતા પહેલા 200 કરોડ ક્લબમાં એન્ટ્રી લઇ લેશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team
1 thought on “ધ કાશ્મીર ફાઈલ્સના ખુબજ દર્દનાક ક્લાઈમેક્સ સીન કરતી વખતે રડી પડી ભાષા સુંબલી, જાણો સમગ્ર વિગત”