કરવાચોથ દરેક સ્ત્રી માટે ખાસ પર્વ હોય છે, પછી એ સ્ત્રી પરણેલી હોય કે કુંવારી.. કરવાચોથ ના દિવસે દરેક સ્ત્રીને દુલ્હન ની જેમ તૈયાર થવાનો અવસર મળતો હોય છે.
આ વર્ષે કરવા ચોથનો તહેવાર 17 ઓક્ટોબરના રોજ ઉજવાશે. આ વ્રત સૌભાગ્યવતી સ્ત્રીઓ પોતાના પતિના લાંબા આયુષ્ય માટે કરે છે. જો કે આ વર્ષનો કરવા ચોથનો દિવસ અત્યંત ખાસ હશે.
આ વર્ષે જે સંયોગ સર્જાશે તે 70 વર્ષ બાદ આવ્યો છે. આ વર્ષે ચતુર્થી 17 ઓક્ટોબરના રોજ 6.48 કલાકથી શરૂ થશે અને બીજા દિવસે 7.29 કલાક સુધી રહેશે.
આ વ્રતમાં વિવાહીત સ્ત્રીઓ પોતાના પતિ માટે વ્રત કરે છે અને સૂર્યોદય પહેલા સરગી કરે છે. આ વર્ષે ઉપવાસનો સમયે 13 કલાક અને 56 મિનિટનો રહેશે. સવારે 6.21 કલાકથી રાત્રે 8.18 કલાક સુધી વ્રતનો સમય રહેશે.
એટલા માટે સરગી સવારે 6.21 પહેલા કરી લેવી. ત્યારબાદ દિવસભર નિર્જળ વ્રત કરવાનું રહેશે. રાત્રે ચંદ્રોદય બાદ ચંદ્રને અર્ધ્ય આપી તેની પૂજા કરી અને વ્રતનું પારણા કરવું. આ વર્ષે ચંદ્રોદય રાત્રે 8.18 કલાકે થશે. વ્રતની વાર્તા અને પૂજા સાંજે 5.50થી 7.06 કલાક સુધીમાં કરી લેવી. પૂજા માટેનું શુભ મુહૂર્ત 1 કલાક અને 15 મિનિટનું છે.
આ વ્રતના દિવસે સ્ત્રીઓ નવી સાડી પહેરી નવવધૂ જેવો શણગાર કરે છે. આ દિવસે મહિલાઓ એકબીજાને શ્રૃંગારની વસ્તુઓ દાન પણ કરે છે. કરવા ચૌથની પૂર્વ તૈયારીના ભાગરૂપે સાડીની ખરીદી પણ ધૂમ થઈ રહી છે. તેવામાં જાણો કે કરવા ચૌથ પર કયા પ્રકારની સાડી ફેશન ટ્રેંડમાં છે.
કરવા ચૌથની તૈયારીઓ ભારે જોરશોરથી થઈ રહી છે. તેની અસર શહેરની સાડી માર્કેટમાં પણ જોવા મળે છે. મહિલાઓ સાડીઓથી લઈ વ્રત માટે જરૂરી વસ્તુઓની ખરીદી કરવામાં વ્યસ્ત જોવા મળે છે.
બ્રોકેટ સાડી
બેંગલુરની પ્રખ્યાત બ્રોકેટ સાડી અને સિલ્ક સાડી પણ આ વર્ષે ટ્રેંડમાં છે. આ સાડીની કીમત વધારે હોવાથી ઉચ્ચ વર્ગની મહિલાઓ માટે તે સારો વિકલ્પ છે.
સાડી બજાર ઉપરાંત અન્ય વસ્તુઓનું વેચાણ પણ કરવા ચૌથના વ્રત પહેલા વધ્યું છે. સાડીઓના વેચાણમાં ભારે ઉછાળો જોવા મળી રહ્યો છે જેનાથી વેપારીઓ પણ આનંદમાં છે. આ વર્ષે કરવા ચૌથ પર 300થી 900 રૂપિયામાં પ્રિંટેંડ, 500થી 1500 રૂપિયામાં સિંથેટિક અને 3000થી 6000 સુધીમાં બ્રોકેટ અને સિલ્કની સાડીઓ મળી રહી છે.
સૂરતની પ્રિન્ટેડ સાડી
આ વર્ષે પ્રિંટેંડ સાડીની માંગ વધારે છે. આ સાડીઓ મધ્યમ વર્ગની મહિલાઓને કીમતની દ્રષ્ટિએ પણ સારી પડે તેમ હોવાથી તે ડિમાંડમાં છે. સામાન્ય અને મધ્યમ વર્ગની મહિલાઓ માટે મોંઘી સાડી કરતાં પ્રિંટેંડ સાડી સારો વિકલ્પ હોય તેમ લાગી રહ્યું છે.